શું LNG, પેટ્રોલ અને ડીઝલની જગ્યા લઈ શકશે? સામાન્ય માણસ માટે કેટલું ફાયદાકારક રહેશે ?
Petrol and Dieselની વધતી કિંમતો હવે માણસનું ટેન્શન વધારી રહી છે. તેથી જ સરકાર તેના વિકલ્પ પર ઝડપથી કામ કરી રહી છે. કેન્દ્ર સરકાર આગામી થોડા વર્ષોમાં 10 હજાર LNG Pump સ્થાપિત કરશે. આવી સ્થિતિમાં, મોટાભાગના લોકો LNG વિશે પ્રશ્નો પૂછે છે.
LNG (Liquidified Natural Gas) ને પ્રવાહી કુદરતી ગેસ કહેવામાં આવે છે. તે કુદરતી ગેસ (Natural Gas) છે. તે સામાન્ય રીતે મોટા પાયે જહાજો દ્વારા એવા દેશોમાં મોકલવામાં આવે છે જ્યાં પાઇપલાઇન પહોંચાડવી શક્ય નથી. કુદરતી ગેસને 160 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડુ કરવામાં આવે છે અને પ્રવાહી સ્વરૂપમાં (Liquid) ઉપયોગ અને પરિવહન કરવામાં આવે છે. જેથી તેને વાયુયુક્ત જથ્થાના 1/600 મા ભાગમાં રાખી શકાય. તેથી, તેને પ્રવાહી કુદરતી ગેસ (Liquidified Natural Gas) કહેવામાં આવે છે. જેના કારણે ગેસ ટ્રાન્સપોર્ટેશનમાં ઓછી જગ્યાનો ઉપયોગ કરે છે. લિક્વિડ ગેસ નેચરલ ગેસ બનાવવાની પ્રક્રિયા દરમિયાન ઘણી બધી અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે. તેથી, એલએનજી એ કુદરતી ગેસનું સૌથી શુદ્ધ સ્વરૂપ માનવામાં આવે છે.
હવે સરકાર એલએનજી માટે શું તૈયારી કરી રહી છે
આગામી કેટલાક વર્ષોમાં દેશમાં 50 એલએનજી પમ્પ સ્થાપિત કરવાની યોજના છે. પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને તાજેતરમાં કહ્યું હતું કે દેશમાં એલએનજી સ્ટેશનોના વિકાસ પર ત્રણ વર્ષમાં 10,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેમણે કહ્યું કે આ ફ્યુલ દેશમાં લાંબા અંતરની મુસાફરીને બદલી નાખશે, ખર્ચ અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરશે.
Highway પર એલએનજી પમ્પ લગાવવામાં આવશે
ધર્મેન્દ્ર પ્રધાન કહ્યું કે દેશના તમામ મોટા રાજમાર્ગો પર દર 200 થી 300 કિલોમીટરના અંતરે એલએનજી સ્ટેશનોની સ્થાપના કરવામાં આવશે. એલએનજી ખૂબ જ ઠંડો કુદરતી ગેસ હોય છે.
ડીઝલ કરતા 30 થી 40 ટકા સસ્તું
સરકારનો દાવો છે કે તે લાંબા અંતરની મુસાફરી કરતી બસો અને ટ્રક જેવા વાહનોમાં ઈંધણના રૂપમાં સારા પરિણામ આપે છે. તે CNG કરતા વધારે ઉર્જા આપે છે. એકવાર ભરાઈ ગયા પછી, બસ અથવા ટ્રક 600 થી 800 કિલોમીટરનું અંતર કાપી શકે છે. તે ડીઝલ કરતા 30 થી 40 ટકા સસ્તું પડશે.
CNG કરતા LNG કેમ સારું છે?
નિષ્ણાતો કહે છે કે CNG કરતા એલએનજી વધુ જ્વલનશીલ છે. તે વધુ શક્તિ આપે છે. હાલમાં ઘણી સ્પોર્ટ્સ કારમાં એલએનજી નો ઉપયોગ થાય છે. તે ખૂબ સસ્તું પણ છે.
એલએનજી સ્ટેશન કોણ સ્થાપિત કરી શકે છે
પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB)) એ ગયા વર્ષે એલએનજી સ્ટેશનો સંબંધિત માર્ગદર્શિકા બહાર પાડી હતી. તેમના મતે, કોઈપણ વ્યક્તિ અથવા કંપનીને દેશના કોઈપણ ભાગમાં Liquidified Natural Gas સ્ટેશન (LNG Station) ખોલવાની મંજૂરી છે.
હવે અહીં સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે શું તે પેટ્રોલ ડીઝલનો સારો વિકલ્પ બની શકે છે.?
આના પર નિષ્ણાંતો કહે છે કે ભારતમાં એલએનજી નો ઉપયોગ મોંઘો થશે. કારણ કે એલએનજી ને ખૂબ જ મજબૂત સિલિન્ડરની જરૂર હોય છે.ભારતમાં એલએનજી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નથી. તેના વિકાસમાં ઘણો સમય લાગશે.
નિષ્ણાતો કહે છે કે હાલમાં તેનો ઉપયોગ ફક્ત ભારે વાહનોમાં જ થઈ શકે છે. કારણ કે તે પ્રવાહી સ્વરૂપમાં છે. તેનો ઉપયોગ વિશ્વના ઘણા દેશોમાં થઈ રહ્યો છે. આ ઈંધણથી ઘણી ટ્રેનો પણ દોડે છે.