મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કાકાને ભારે પડ્યો ભત્રીજો, શરદ પવારને 29 બેઠક પર અજીતે હરાવ્યા

|

Nov 24, 2024 | 8:34 AM

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે બે એનસીપી અને બે શિવસેના મેદાને હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), કાકા શરદ પવાર અને ભત્રીજા અજીત પવાર વચ્ચે વહેંચાયેલી હતી. તો શિવસેના બાલાસાહેબ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે અને શિવ સૈનિક એકનાથ શિંદે જૂથમાં વહેંચાયેલી હતી.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કાકાને ભારે પડ્યો ભત્રીજો, શરદ પવારને 29 બેઠક પર અજીતે હરાવ્યા

Follow us on

મહારાષ્ટ્રમાં કાકા ભત્રીજા વચ્ચે વહેંચાયેલ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં ભત્રીજાની એનસીપીએ કાકાને હરાવી દીધા છે. એટલુ જ નહીં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કાકાનો દેખાવ સાવ નબળો પૂરવાર કર્યો છે. ગઈકાલ શનિવારે જાહેર થયેલા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં, અજીત પવાર જૂથની એનસીપીએ, કાકા શરદ પવાર જૂથના એનસીપીને સીધી લડાઈ વાળી 29 બેઠક પર હરાવ્યા છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે બે એનસીપી અને બે શિવસેના મેદાને હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), કાકા શરદ પવાર અને ભત્રીજા અજીત પવાર વચ્ચે વહેંચાયેલી હતી. તો શિવસેના બાલાસાહેબ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે અને શિવ સૈનિક એકનાથ શિંદે જૂથમાં વહેંચાયેલી હતી. મહારાષ્ટ્રમાં અનેક બેઠક પર કાકા ભત્રીજાની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એકબીજાની સામે સીધેસીધી લડી હતી. જેમાં અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ, શરદ પવારની આગેવાની હેઠળની NCPને 29 બેઠકો પર હરાવીને કાકા કરતા ભત્રીજાનુ કદ મોટુ કર્યું હતું. એનસીપીએ મહારાષ્ટ્રમાં કુલ 41 બેઠકો જીતી છે.

શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને માત્ર દસ બેઠકોની જીતથી જ સંતોષ માનવો પડ્યો હતો, પરંતુ તેમાંથી તેણે અજીત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને છ બેઠકો પર હરાવી છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં, શરદ ચંદ્ર પવાર જૂથના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ કુલ 86 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જે પૈકી માત્ર 10 જ ઉમેદવારો જીતી શક્યા છે. આ ચૂંટણીમાં શરદ પવારનો દેખાવ સાવ નબળો પૂરવાર થયો છે. મહારાષ્ટ્રના રાજકારણમાં શરદ પવારની બોલબાલા હતી. તેઓ જે ક્ષેત્રમાંથી આવે છે ત્યાં પણ અજીત પવાર જૂથનો દબદબો જળવાયો છે.

આ 5 વસ્તુઓ તમારા પર્સમાં રાખો, ક્યારેય પૈસાની કમી નહીં થાય!
મખાના કે પોપકોર્ન...બંનેમાંથી કયું વધુ ફાયદાકારક છે?
આજનું રાશિફળ તારીખ : 05-04-2025
જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?

અજિત પવાર જૂથે અપેક્ષા કરતાં વધુ બેઠકો જીતી છે. રસપ્રદ વાત એ છે કે, શરદ પવાર અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના 40 ઉમેદવારો એકબીજાની સામસામે લડ્યા હતા. આ ચૂંટણી જંગમાં અજિત પવાર જૂથે મોટાભાગની બેઠકો પર એટલે કે 29 બેઠકો પર જીતી મેળવી છે તો 10 બેઠક પર કાકા શરદ પવાર જૂથની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો જીત્યા છે.

Next Article