મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાં, 3 ગોળી મારી હોવાનું સામે આવ્યું

|

Oct 12, 2024 | 11:42 PM

NCP અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીને મહારાષ્ટ્રમાં ગોળી મારી હોવાની ઘટના બની છે. તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે હવે તેમના મોતના સમાચાર સામે આવી રહ્યા છે.

મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાં, 3 ગોળી મારી હોવાનું સામે આવ્યું

Follow us on

NCP અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીને મહારાષ્ટ્રમાં ગોળી મારી દેવામાં આવી છે. આ ઘટના બાદ તેને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેમનું મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી રહી છે.

પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. નિર્મલ નગર વિસ્તારમાં ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે બાબા સિદ્દીકીને ગોળી વાગી હતી. ફાયરિંગની ઘટના બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસ પાસે બની હતી. ઘટના બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

 

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

 

પ્રાપ્ત માહિતી અનુસાર બાંદ્રા ઈસ્ટમાં બાબા સિદ્દીકીની ઓફિસ નજીક રામ મંદિર પાસે ફાયરિંગની ઘટના સામે આવી રહી છે. આ ઘટના રાત્રે લગભગ 9.15 કલાકે બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે બાબા સિદ્દીકી પર બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આમાંથી એક ગોળી બાબા સિદ્દીકીની છાતીમાં વાગી હતી. જે બાદ સારવાર દરમ્યાન તેમનું મોત થયું હોવાની માહિતી સામે આવી રહી છે.

બાબા સિદ્દીકી આ વર્ષે ફેબ્રુઆરીમાં કોંગ્રેસ છોડીને અજિત પવારના જૂથની એનસીપીમાં જોડાયા હતા. એનસીપીમાં જોડાયા બાદ તેમણે કહ્યું હતું કે હું ખુલ્લી પુસ્તક છું, હું પરિવારનો માણસ છું. હું કોઈને નુકસાન કરવા માંગતો નથી. ધારણાની રાજનીતિ થઈ રહી છે એટલે મેં કોંગ્રેસ છોડી છે.

Published On - 10:35 pm, Sat, 12 October 24

Next Article