Yoga for Weight Loss : વજન ધટાડવા માટે નિયમિત કરો આ 5 યોગાસન
Yoga for Weight Loss : મોટાપો અનેક શારીરિક સમસ્યાઓના કારણે થાય છે. મોટાપાને કંટ્રોલમાં કરવા માટે કેટલાક યોગાસન નિયમિત કરી શકો છો. આવો જાણીએ વજન ઓછું કરવા માટે તમે કયાં યોગાસન કરી શકો છો.

સર્વાગાસન અથવા શોલ્ડર સ્ટેન્ડ : આ આસનથી પેટ પર વજન આવે છે, આ આસન દરમિયાન સ્પાઈનથી લઈ પેટ સુધીનો ભાગ ખેંચાય છે. પેટની ચરબીને ઓછી કરવા માટે અને મોટપાને દુર કરવા માટે આ આસન મદદ કરે છે. પાચન શક્તિને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ધનુરાસન અથવા ધનુષ મુદ્રા : આ આસન પીઠની સાથે -સાથે પેટના સ્નાયુઓને પણ મજબુત બનાવવામાં મદદ કરે છે. આ આસન પીઠ સંબંધિત કેટલીક સમસ્યાઓને દુર કરવામાં મદદ કરે છે.

ત્રિકોણાસન : આ આસન પગ, ધુંટણને મજબુત બનાવવામાં મદદ કરે છે. તેમજ પાચન શક્તિને પણ મજબુત કરે છે. આ પીઠની માંસપેશીઓને મજબુત બનાવવામાં મદદ કરે છે. તેમજ ચરબી બર્ન કરે છે. જેનાથી વજન ઓછો થાય છે.

નૌકાસન : અભ્યાસ નિયમિત રુપથી કરવાથી પીઠ, પેટ અને પગના સ્નાયુઓને મજબુત કરવામાં મદદ મળે છે. આ આસન સ્નાયુઓને સ્ટ્રેચ કરે છે. જે પાચન શક્તિને સ્વસ્થ રાખે છે.

કટિચક્રાસન યોગ : આ આસન પેટની ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. આ પેટની ચરબીના અન્ય ભાગોની ચરબીને ઓછી કરવામાં અને ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. તેમજ વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે.