Foreign Universities in India : ભારતના આંગણે આવશે દૂનિયાની NO-1 યુનિવર્સિટીઓ ! મોદી સરકારના નવા પ્લાનથી થશે 6 મોટા ફાયદા

Foreign Universities in India : નવું UGC બિલ પાસ થયા બાદ વિશ્વની ટોપ યુનિવર્સિટીઓ ભારતમાં કેમ્પસ ખોલી શકશે. જાણો આનાથી શું થશે ફાયદો?

Foreign Universities in India : ભારતના આંગણે આવશે દૂનિયાની NO-1 યુનિવર્સિટીઓ ! મોદી સરકારના નવા પ્લાનથી થશે 6 મોટા ફાયદા
Top University In The World
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2023 | 9:50 AM

Foreign Universities in India : ભારત સરકાર વિદેશી યુનિવર્સિટીઓ માટે દરવાજા ખોલી રહી છે. યુજીસી (UGC Foreign University Bill)ના નવા ડ્રાફ્ટ રેગ્યુલેશન સામે આવતાની સાથે જ આ વાત સામે આવી છે. ગુરુવાર, 5 જાન્યુઆરી, 2023ના રોજ, UGC સામાન્ય જનતાની સામે વિદેશી યુનિવર્સિટી બિલ લાવ્યું. આ બિલ અમુક શરતો સાથે ભારતમાં વિશ્વની ટોપ યુનિવર્સિટીઓના કેમ્પસ ખોલવાની મંજૂરી આપે છે. શરૂઆતમાં તેમને 10 વર્ષ માટે કેમ્પસ ખોલવાની મંજૂરી આપવામાં આવશે અને અભ્યાસક્રમો ફક્ત ઑફલાઇન ચલાવવાના રહેશે. સવાલ એ છે કે સરકારના આ પગલાથી દેશ અને વિદ્યાર્થીઓને કેટલો ફાયદો થશે? જાણો.

UGCએ આ બિલનો ડ્રાફ્ટ બધાની સામે રાખ્યો છે અને લોકો પાસેથી તેમનો અભિપ્રાય માંગ્યો છે. ગૃહમાં પાસ થયા બાદ તે કાયદો બની જશે. ત્યારબાદ તે કાયદાના નિયમો હેઠળ અમેરિકા, બ્રિટન, યુરોપ, ચીનની ટોપની યુનિવર્સિટીઓ ભારતમાં તેમના કેમ્પસ ખોલી શકશે. સરકારને આશા છે કે આ નિર્ણયથી World’s Top Universities જેવી કે કેમ્બ્રિજ યુનિવર્સિટી, હાર્વર્ડ યુનિવર્સિટી, Yale University, Oxford University, Stanford University. જેવી સંસ્થાઓ પણ ભારતમાં આવશે.

વિદેશી યુનિવર્સિટી ભારતમાં આવવાના ફાયદા ઘણા છે પરંતુ જો વ્યાપક રીતે જોવામાં આવે તો ભારતમાં વિશ્વની ટોપ યુનિવર્સિટીઓના કેમ્પસ હોવાનો સીધો ફાયદો દેશને થવાનો છે….

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
  1. યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસની તુલનામાં ભારતમાં તેમનો અભ્યાસ થોડો સસ્તો હશે. જો કે, યુજીસીના ડ્રાફ્ટ બિલમાં એવું કહેવામાં આવ્યું છે કે, યુનિવર્સિટીને ફી માળખું નક્કી કરવાની સ્વતંત્રતા હશે પરંતુ અમેરિકા, બ્રિટનની સરખામણીએ ભારતમાં ફી ઓછી હોવાની સંભાવના છે.
  2. ભારતમાં એવા લાખો યુવાનો છે જેમની પાસે પ્રતિભા છે, યોગ્યતા છે, પરંતુ વિદેશમાં જવા અને રહેવાના ઊંચા ખર્ચને કારણે તેઓએ સોનેરી તકો ગુમાવવી પડે છે. જ્યારે તે સંસ્થાઓનું કેમ્પસ ભારતમાં હશે, ત્યારે આ સમસ્યાનો અંત આવશે એટલે મોટી બચત અને વધુ પ્રતિભા માટેની તક.
  3. જો કેમ્પસ ભારતમાં હશે તો ત્યાં કામ કરવા માટે ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની પણ જરૂર પડશે. તે ભારતના શિક્ષકો અને યુવા સ્નાતકો માટે નોકરીની ઘણી નવી તકો લાવશે.
  4. ભારતીય વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય દેશોના વિદ્યાર્થીઓ પણ આ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા માટે ભારત આવે છે. ખાસ કરીને એશિયન દેશોમાંથી. એટલે કે, ભારતમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે, જે દેશની શિક્ષણ પ્રણાલીને સુધારવા માટે એક આવશ્યક પરિમાણ છે. આનાથી સરકારને આવક પણ થશે.
  5. ભારતમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવાથી સંશોધન કાર્ય વધશે, આંતર-સાંસ્કૃતિક વિનિમય વધશે. જે વૈશ્વિક સ્તરે સંસ્થાને રેન્કિંગ આપવા માટે મહત્વપૂર્ણ પરિમાણો છે. તેથી સ્વાભાવિક છે કે વૈશ્વિક સ્તરે શિક્ષણની દૃષ્ટિએ ભારતનું રેન્કિંગ સુધરશે.
  6. જ્યારે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ દેશમાં હશે, ત્યારે અહીંની યુનિવર્સિટીઓ સાથે સ્પર્ધા થશે. આ એક સ્વસ્થ સ્પર્ધા સાબિત થઈ શકે છે જે ભારતની ટોપ યુનિવર્સિટીઓને વધુ સારું કામ કરવા પ્રેરિત કરશે.

g clip-path="url(#clip0_868_265)">