દેશમાં ટૂંક સમયમાં ખુલશે ફોરેન યુનિવર્સિટીના કેમ્પસ, UGC ના ચેરમેને શેયર કરી ડ્રાફ્ટ ગાઈડલાઈન
ભારતમાં હાયર એજ્યુકેશન માટે ટૂંક સમયમાં ફોરેન યુનિવર્સિટીના કેમ્પસ ખુલશે. તેઓ અહીં કયા નિયમો હેઠળ અભ્યાસ કરશે. એડમિશન માટે શું થશે, એવા તમામ સવાલો લઈને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને (UGC) ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ગુરુવારે મીડિયા સાથે યુજીસીના ચેરમેન એમ જગદીશ કુમારે આ ડ્રાફ્ટના ખાસ મુદ્દાઓ શેયર કર્યા.
ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 (NEP)માં ભારતના ઉચ્ચ શિક્ષણને ગ્લોબલ પ્લેટફોર્મ પર લાવવાનું કહેવામાં આવ્યું છે. એનઈપી મુજબ હવે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ હાયર એજ્યુકેશન માટે ફોરેન યુનિવર્સિટીઓના કેમ્પસ ભારતમાં ખોલવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ગુરુવારે યુજીસીના ચેરમેન પ્રો. એમ જગદીશ કુમારે આ માટે તૈયાર કરેલી ડ્રાફ્ટ ગાઈડલાઈન મીડિયા સાથે શેર કરી હતી. આ ગાઈડલાઈનમાં ફોરેન યુનિવર્સિટીઓએ ભારતમાં તેમના કેમ્પસ સેટલ કરવા માટે કયા કયા નિયમ ફોલો કરવા પડશે, તેની સંપૂર્ણ જાણકારી આપી છે.
ભારતીય વિદ્યાર્થીઓ પણ કરી શકશે અભ્યાસ
પ્રો. એમ. જગદીશ કુમારે કહ્યું હતું કે સૌથી પહેલા ફોરેન યુનિવર્સિટીઓએ અહીં કેમ્પસ સેટ કરવા માટે યુજીસીનું એપ્રૂવલ લેવું પડશે. આ એપ્રૂવલ માટે તેઓએ યુજીસીના તમામ નિયત નિયમોનું પાલન કરવું પડશે. તે કેમ્પસમાં ભારતીય વિદ્યાર્થીઓની સાથે વિદેશી વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી શકશે, પરંતુ પ્રવેશ નિયમો વિશે તેમને કહ્યું કે આ માટે તેઓ તેની પ્રોસેસ અપનાવી શકે છે.
The draft UGC (Setting up and Operation of Campuses of Foreign Higher Educational Institutions in India) Regulations, 2023 are available at the following link. Please do sed your comments /suggestions /feedback.https://t.co/RjPcPMBIM9
— Mamidala Jagadesh Kumar (@mamidala90) January 5, 2023
સુરક્ષાને લઈને આપવામાં આવશે ખાસ ધ્યાન
તેમને કહ્યું કે વર્લ્ડની ટોપ 500 ફોરેન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં આવનારી સંસ્થાઓને જ અહીં કેમ્પસ ખોલવાની મંજૂરી આપવામાં આવશે. અહીં તેઓ રેગ્યુલર કોર્સેઝ કરશે, તેથી તેમની ફેકલ્ટી પણ રેગ્યુલર રહેશે. તે મિડિલ સેમેસ્ટરમાં છોડી શકશે નહીં. આ સિવાય કેમ્પસમાં મહિલાઓની સુરક્ષા અને રેગિંગને લઈને રાજ્ય અને યુજીસીની ગાઈડલાઈન ફોલો કરવાની રહેશે. તેઓએ માત્ર ભારતીય કાયદાનો અમલ કરવાનો છે.
વિદ્યાર્થીઓને થશે ઘણો ફાયદો
એટલું જ નહીં તમામ ટોચની ફોરેન યુનિવર્સિટીઓ કે જેઓ અહીં ઈન્ડિયાના કેમ્પસમાં શિક્ષણ આપશે, તેઓએ પુષ્ટિ કરવી પડશે કે તેમના શિક્ષણની ગુણવત્તા તેમના મેઈન કેમ્પસ જેવી જ છે. પ્રો. એમ. જગદીશ કુમારે કહ્યું હતું કે ફોરેન યુનિવર્સિટીના ભારતમાં કેમ્પસ શરૂ થયા બાદ હાયર એજ્યુકેશનનું સ્વરૂપ બદલાશે. તેનાથી વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે. તેમને કહ્યું કે ફોરેન યુનિવર્સિટીના કેમ્પસ ખોલવાને લઈને તૈયાર કરાયેલ ડ્રાફ્ટ ગાઈડલાઈન આજે 5 જાન્યુઆરીએ યુજીસીની વેબસાઈટ પર બપોરે 1 વાગ્યે અપલોડ કરવામાં આવશે.