બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને કોલકાતા પર કેમ ફેંક્યા હતા બોમ્બ ? નિશાના પર હતો હાવડા બ્રિજ

20 ડિસેમ્બર, 1942ની એ રાત્રે કોલકાતાના લોકો હજુ તો સુતા જ હશે ને અચાનક જાપાની ફાઇટર પ્લેન શહેર પર ઉડવા લાગ્યા અને થોડી જ વારમાં જાપાન એરફોર્સના 8 વિમાનોએ બોમ્બમારો શરૂ કરી દીધો. મધ્યરાત્રિએ થયેલા આ હુમલાએ લોકોની ઊંઘ હરામ કરી દીધી હતી. ત્યારે આ લેખમાં જાણીશું કે, જાપાને કોલકાતા પર કેમ બોમ્બમારો કર્યો હતો અને હાવડા બ્રિજને કેમ ઉડાવવા માંગતું હતું.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને કોલકાતા પર કેમ ફેંક્યા હતા બોમ્બ ? નિશાના પર હતો હાવડા બ્રિજ
Howrah Bridge
Follow Us:
| Updated on: Sep 22, 2024 | 3:58 PM

વિશ્વની મહાસત્તાઓ વચ્ચેના બીજા વિશ્વયુદ્ધની અસર ભારત પર પણ થઈ હતી. આ યુદ્ધની આગ ભારત સુધી પહોંચી હતી. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ જેવા દેશો જર્મની સામે લડી રહ્યા હતા. જાપાન અને ઈટાલી જર્મનીની સાથે હતા. તે સમયે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું અને કોલકાતા અંગ્રેજોનું ગઢ હતું. જાપાન અને ચીન વચ્ચેના યુદ્ધમાં બ્રિટન પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું હતું. આ કારણ ભારતમાં હવાઈ હુમલાનું કારણ બન્યું.

20 ડિસેમ્બર, 1942ની એ રાત્રે કોલકાતાના લોકો હજુ તો સુતા જ હશે ને અચાનક જાપાની ફાઇટર પ્લેન શહેર પર ઉડવા લાગ્યા અને થોડી જ વારમાં જાપાન એરફોર્સના 8 વિમાનોએ બોમ્બમારો શરૂ કરી દીધો. આ ફાઈટર વિમાનોએ એલિફેન્ટાઈન ગાર્ડનથી લઈને સેન્ટ જ્હોન ચર્ચ સુધીના વિસ્તારમાં તબાહી મચાવી હતી. મધ્યરાત્રિએ થયેલા આ હુમલાએ ભારતીયોની ઊંઘ હરામ કરી દીધી હતી. આ બોમ્બ ધડાકામાં કોલકાતાની ઘણી ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી. ત્યારે આ લેખમાં જાણીશું કે, જાપાને કોલકાતા પર કેમ બોમ્બમારો કર્યો હતો અને હાવડા બ્રિજને કેમ ઉડાવવા માંગતું હતું.

મધરાતે કોલકાતા પર બોમ્બમારો

1942નો એ સમયગાળો હતો, વિશ્વના ઘણા દેશો બીજા વિશ્વયુદ્ધનો સામનો કરી રહ્યા હતા. અમેરિકા અને બ્રિટન સહિતના પશ્ચિમી સહયોગી દેશો જાપાન અને જર્મની સાથે યુદ્ધ લડી રહ્યા હતા. જાપાને સીધું ચીન પર નિશાન સાધ્યું હતું. અમેરિકા અને બ્રિટન ચીનને મદદ કરી રહ્યા હતા. ચીનને મદદ કરવાનો એક જ રસ્તો હતો ભારત હતો.

સીડી વગર એક્ઝોસ્ટ ફેનમાંથી ધૂળ સાફ કરવાનો જુગાડ
ખાલી પેટ લવિંગનું પાણી પીવાથી જાણો શું થાય છે?
સારા પ્રસંગમાં દરેકના ઘરે બનતો ઘઉંના લોટનો કંસાર આ રીતે બનાવો
શું વાત કરતા કરતાં તમારો ફોન કોલ ડિસ્કનેક્ટ થઈ જાય છે? જાણો કારણ
નીતા અંબાણી આકાશ-શ્લોકાની પુત્રી સાથે કર્યું ટ્વિનિંગ, જુઓ દાદી અને પૌત્રીનો ધમાકેદાર ડાન્સ
Bank of Baroda આપી રહી છે SBI કરતા સસ્તી કાર લોન, 5 વર્ષ માટે 8,00,000 ની લોન પર EMI કેટલી?

તેથી બ્રિટન ભારત મારફતે ચીનને યુદ્ધ સામગ્રી મોકલી રહ્યું હતું, જેમાં શસ્ત્રોથી લઈને ખાદ્યપદાર્થો સુધી બધું જ સામેલ હતું. ભારતમાંથી ઘણો સામાન મોકલવામાં આવતો હતો અને તે કોલકાતા થઈને ચીન જતો હતો. ચીન જાપાનનું કટ્ટર દુશ્મન હોવાથી ભારત મારફતે પુરવઠો મોકલવાનું તેમને સ્વીકાર્ય નહોતું. જાપાન આ સપ્લાય ચેઈનને તોડવા માગતું હતું અને કોલકાતા પર હુમલો કર્યો. જાપાન સારી રીતે જાણતું હતું કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ મજબૂત છે, તેથી તેણે વ્યૂહરચના બનાવી અને અડધી રાત્રે હુમલો કરવાની યોજના બનાવી.

હાવડા બ્રિજ કેમ નિશાના પર હતો ?

જાપાન એરફોર્સે કોલકાતાના હાવડા બ્રિજ અને બંદરને ઉડાવી દેવાની યોજના બનાવી હતી. કારણ કે આ બ્રિજ જ ચીનને મદદ મોકલવાનો મુખ્ય રસ્તો હતો. તેથી જાપાન આ બ્રિજને તોડીને ચીન સુધી પહોંચતી મદદ અટકાવવા માંગતું હતું. પરંતુ અંધારાને કારણે જાપાની સેના તેના મિશનમાં સફળ થઈ શકી નહીં. આર્મીનો ટાર્ગેટ ચૂકી ગયો અને હાવડા બ્રિજ નષ્ટ થવાને બદલે નજીકની હોટલો અને અન્ય ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ. આ તે સમયની વાત છે જ્યારે હાવડા બ્રિજને દુનિયાનો ત્રીજો સૌથી મોટો બ્રિજ કહેવામાં આવતો હતો.

જાપાની સેના જ્યારે હુમલો કરતી ત્યારે કોલકાતામાં રાત્રે લાઇટો બંધ કરી દેવામાં આવતી હતી. જો કે, જાપાન અટક્યું નહીં, તેણે 1942 અને 1944ની વચ્ચે ઘણા હુમલાઓ કર્યા. તે સમયગાળા દરમિયાન ઘણી ઇમારતોને કાળો રંગ પણ કરવામાં આવ્યો હતો. તેમ છતાં કોઈ ખાસ પરિણામ આવ્યું નહીં અને સતત હુમલા થતા રહ્યા. જાપાની બોમ્બમારાથી કોલકાતાના લોકોનું જીવન બરબાદ થઈ ગયું. બ્રિટને ચીનને જે મદદ મોકલી તેનું પરિણામ ભારતે પણ ભોગવવું પડ્યું હતું.

બંગાળીઓ આજે પણ એ ઘટનાને ભૂલ્યા નથી

20 ડિસેમ્બરની મધ્યરાત્રિએ થયેલા હુમલા પછી જાપાની વાયુસેનાએ દિવસે પણ શહેર પર બોમ્બમારો કર્યો, પરંતુ આ પછી બ્રિટિશ સરકાર સતર્ક થઈ ગઈ. જાપાનને જડબાતોડ જવાબ આપવા માટે, તેમણે તેના ફાઇટર પ્લેન તૈનાત કર્યા, જે જાપાન કરતા ઘણા વધુ અદ્યતન હતા. આજે ભારત અને જાપાન ભલે સારા મિત્રો હોય, પરંતુ બંગાળીઓ આજે પણ એ ઘટનાને ભૂલ્યા નથી.

હાવડા બ્રિજ

હાવડા બ્રિજ એ ભારતના પશ્ચિમ બંગાળમાં હુગલી નદી પર બનેલો કેન્ટીલીવર બ્રિજ છે. તે હાવડાને કોલકાતા સાથે જોડે છે. હાવડા બ્રિજનું નિર્માણ કાર્ય વર્ષ 1936માં શરૂ થયું હતું અને 1942માં પૂર્ણ થયું હતું. ત્યાર બાદ 3 ફેબ્રુઆરી, 1943ના રોજ સામાન્ય લોકોએ તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. તે સમયે તે વિશ્વનો ત્રીજો સૌથી લાંબો પુલ હતો. કવિગુરુ રવીન્દ્રનાથના નામ પરથી વર્ષ 1965માં તેનું નામ રવીન્દ્ર સેતુ રાખવામાં આવ્યું હતું.

હાવડા બ્રિજ બનાવવા માટે 26,500 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાંથી 23,500 ટન સ્ટીલ ટાટા સ્ટીલ દ્વારા સપ્લાય કરવામાં આવ્યું હતું. તેની વિશેષતા એ છે કે આ આખો પુલ નદીના બંને કિનારે બનેલા બે 280 ફૂટ ઊંચા પિલર પર જ ટકેલો છે. આ બે પિલર વચ્ચે દોઢ હજાર ફૂટનું અંતર છે. આ સિવાય પુલને ટેકો આપવા માટે નદીમાં ક્યાંય પણ પિલર નથી.

આ બ્રિજની ઉંચાઈ 23 મીટર છે, તેના પર દરરોજ લગભગ 1 લાખ વાહનોની અવરજવર રહે છે. આશ્ચર્યની વાત તો, એ છે કે, કોલકાતાના આ ફેમસ પુલને બનાવવા માટે એક પણ નટ-બોલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેના બદલે રિબિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે સમયે તેને બનાવવામાં 2.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

સ્ટીલના બ્રિજ પહેલા હતો પોન્ટૂન બ્રિજ

18મી સદીના મધ્યભાગનો સમય હતો. અંગ્રેજોએ ભારતનો મોટો હિસ્સો કબજે કરી લીધો હતો અને હવે તેઓ પોતાનું શાસન મજબૂત કરવામાં વ્યસ્ત હતા. આ દિશામાં રેલવેને વધુ મજબૂત બનાવવી જરૂરી હતી. તેથી બંગાળના હાવડાથી તેની શરૂઆત થઈ અને જૂન 1853માં હાવડામાં પહેલું ટ્રેન સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. ભારતમાંથી વિદેશ જતા લોકો તે સમયે કોલકાતાથી જહાજોમાં ચડતા હતા. તેથી ધીમે ધીમે હાવડા સ્ટેશન પર ભીડ વધવા લાગી. ત્યારે હાવડા અને કોલકાતાને જોડિયા શહેરો કહેવાતા. કારણ કે બંને વચ્ચે ફરક માત્ર હુગલી નદીનો હતો. હાવડાથી કોલકાતા પહોંચવા માટે બોટમાં મુસાફરી કરવી પડતી હતી. આમાં સમસ્યા હતી. હાવડામાં ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસે કાચા માલનો ભંડાર હતો. વરસાદની મોસમમાં જ્યારે નદીમાં પૂર આવે ત્યારે સામાન લઈ જવાતો નહોતો.

આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે વર્ષ 1861માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ નદી પર પુલ બનાવવાની યોજના બનાવી. આ પછી 1871માં સરકારે હાવડા બ્રિજ એક્ટ પસાર કર્યો. અને બાંધકામની જવાબદારી સર બ્રેડફોર્ડ લેસ્લીને સોંપવામાં આવી. લેસ્લી ઈસ્ટ ઈન્ડિયન રેલવે કંપનીના ચીફ એન્જિનિયર હતા. તેમણે પોન્ટૂન બ્રિજ ડિઝાઇન કર્યો. પોન્ટૂન બ્રિજનો અર્થ થાય છે બોટથી બનેલો એક પ્રકારનો પુલ. આવા પુલ ઘણીવાર યુદ્ધ દરમિયાન કામચલાઉ ઉપયોગ માટે બનાવવામાં આવતા હતા. હાવડામાં હુગલીની ઉપર પોન્ટૂન પુલ બનાવવામાં 3 વર્ષનો સમય લાગ્યો હતો.

હાવડા બ્રિજ બનાવવાની જરૂર કેમ પડી ?

પોન્ટૂન બ્રિજ શરૂઆતમાં કામચલાઉ અને ઓછા ખર્ચે બનાવવામાં આવ્યો હતો. પરંતુ રાજધાની હોવાને કારણે કોલકાતામાં ભીડ વધતા નવા પુલના નિર્માણની જરૂરિયાત ઉભી થઈ. નવો બ્રિજ બનાવવાની વાત 1911માં શરૂ થઈ હતી, પરંતુ વાત આગળ વધી શકી ન હતી. કારણ કે અંગ્રેજોએ તેમની રાજધાની દિલ્હી ખસેડી હતી અને થોડા વર્ષો પછી પ્રથમ વિશ્વ યુદ્ધ શરૂ થયું. જેના કારણે નવા બ્રિજનું કામ મોકૂફ રાખવામાં આવ્યું હતું.

જૂના પુલને જ લાકડાથી જોડીને મજબુત બનાવવામાં આવશે તેવું નક્કી કરાયું હતું. થોડા વર્ષો સુધી આ રીતે કામ ચાલતું હતું પરંતુ નવો બ્રિજ ન બનાવાતા કામ આગળ વધતું નહોતું તેથી થોડા વર્ષો બાદ પુલ અંગે ફરી ચર્ચા શરૂ થઈ અને આખરે સરકારે 1935માં હાવડા બ્રિજ એમેન્ડમેન્ટ નામનું બિલ પસાર કરીને બ્રેથવેટ, બાયર્ન અને જોસેપ કન્સ્ટ્રક્શન નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો અને હાવડા બ્રિજનું નિર્માણ કાર્ય વર્ષ 1936માં શરૂ થયું અને 1942માં બ્રિજ બનીને તૈયાર થયો હતો.

જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
અગ્નિકાંડ બાદ એક્શનમાં સરકાર, નવરાત્રીને લઈને બનાવાયા નિયમો, જુઓ-Video
અગ્નિકાંડ બાદ એક્શનમાં સરકાર, નવરાત્રીને લઈને બનાવાયા નિયમો, જુઓ-Video
આ શહેરમાં નથી વાગતા 12, ઘડિયાળ 11 પછી બતાવે છે સીધો 1 વાગ્યાનો સમય
આ શહેરમાં નથી વાગતા 12, ઘડિયાળ 11 પછી બતાવે છે સીધો 1 વાગ્યાનો સમય
ગોધરા પંથકની શાળામાં દાઝેલી 13 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત
ગોધરા પંથકની શાળામાં દાઝેલી 13 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત
ખંભાળિયા તાલુકામાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતો હેરાન
ખંભાળિયા તાલુકામાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતો હેરાન
g clip-path="url(#clip0_868_265)">