Knowledge : ‘મૌત કા સૌદાગર’… જેના નામે આપવામાં આવે છે Nobel Prize
વિશ્વના સૌથી મોટા પુરસ્કારોમાંનું એક Nobel Prize આલ્ફ્રેડ નોબેલના નામ પર આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આલ્ફ્રેડ નોબેલને 'મૌત કા સૌદાગર' પણ કહેવામાં આવે છે.
નોબેલ પુરસ્કારને (Nobel Prize) વિશ્વના સૌથી મહાન પુરસ્કારોમાંનું એક ગણવામાં આવે છે. તેનું નામ આલ્ફ્રેડ નોબેલના (Alfred Nobel) નામ પરથી રાખવામાં આવ્યું છે. ઓક્ટોબરની શરૂઆત સાથે જ નોબેલ પુરસ્કારના સમાચાર ચર્ચામાં આવવા લાગે છે. આ પુરસ્કાર એવા વૈજ્ઞાનિકો, લેખકો, અર્થશાસ્ત્રીઓ અને માનવાધિકારના હિમાયતીઓને આપવામાં આવે છે, જેમણે તેમના ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય કર્યું છે. નોબેલ પુરસ્કાર ચિકિત્સા, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, સાહિત્ય અને શાંતિના ક્ષેત્રોમાં આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે, આલ્ફ્રેડ નોબેલ કોણ હતા, જેના નામ પર લોકોને આ પુરસ્કાર આપીને સન્માનિત થાય છે.
વાસ્તવમાં, આલ્ફ્રેડ નોબેલ તે વ્યક્તિ હતા, જેમણે તેમના વિઝન અને ફંડ દ્વારા નોબેલ પુરસ્કારની રચના કરી હતી. તેઓ 19મી સદીના સૌથી પ્રખ્યાત વૈજ્ઞાનિકોમાંના એક હતા. તેણે ડાયનામાઈટની શોધ કરી. તે 1967માં પેટન્ટ કરાવ્યા હતા. આ ડાયનામાઈટ દ્વારા તેમને વિશ્વભરમાં ખ્યાતિ મળી હતી. આના દ્વારા તેણે જબરદસ્ત કમાણી કરી. આ જ કારણ હતું કે લોકો તેમને ‘મોતના સૌદાગર’ પણ કહેતા હતા.
ડાયનામાઈટની શોધ કેવી રીતે થઈ?
આલ્ફ્રેડ નોબેલને તેમના જીવનકાળ દરમિયાન 355 પેટન્ટ મળી હતી. તેમનો જન્મ 21 ઓક્ટોબર 1933ના રોજ સ્વીડનમાં થયો હતો. આલ્ફ્રેડે તેની યુવાનીમાં ઘણા દેશોની યાત્રા કરી હતી. આવી જ એક મુલાકાત દરમિયાન તે ઈટાલીમાં આસ્કાનિયા સુબરેરોને મળ્યો. આસ્કાનિયા એ જ વ્યક્તિ હતી. જેણે 1847માં નાઇટ્રોગ્લિસરિનની શોધ કરી હતી. જ્યારે આલ્ફ્રેડને નાઈટ્રોગ્લિસરીન વિશે ખબર પડી ત્યારે તેને ધીમે-ધીમે તેમાં રસ પડ્યો.
આ રીતે કરી ડાયનામાઈટની શોધ
વાસ્તવમાં, નાઈટ્રોગ્લિસરિન એટલું ખતરનાક વિસ્ફોટક હતું કે, તેને ક્યાંય લઈ જવું સલામત નહોતું. નાઈટ્રોગ્લિસરીન (Nitroglycerin) પર પ્રયોગ દરમિયાન વિસ્ફોટમાં આલ્ફ્રેડના ભાઈ એમિલનું મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુ પછી તરત જ, સ્વીડિશ સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો. તે જ સમયે, આલ્ફ્રેડ, જે નાઈટ્રોગ્લિસરિનનું વ્યાપારીકરણ કરવા માંગતા હતા, તેણે તેમાં સિલિકા ઉમેરીને ડાયનામાઈટની શોધ કરી.
‘મૌત કા સૌદાગર’ નામ કેવી રીતે પડ્યું?
ખરેખર, જ્યારે આલ્ફ્રેડ નોબેલ નાઈટ્રોગ્લિસરીન પર પ્રયોગ કરી રહ્યા હતા. તે દરમિયાન એક વિસ્ફોટ થયો અને ત્યારબાદ તેના ભાઈ એમિલનું મોત થયું. તે જ સમયે, એક ફ્રેન્ચ અખબારે ભૂલથી વિચાર્યું કે, આ વિસ્ફોટમાં આલ્ફ્રેડનું મૃત્યુ થયું છે. આ જાણીને તેણે પોતાના સમાચારમાં આપેલા શોક સંદેશનું શીર્ષક ‘મૌત કા સૌદાગર’ આપ્યું. અખબારે શોક સંદેશમાં લખ્યું, ‘ડૉ આલ્ફ્રેડ નોબલનું ગઈ કાલે અવસાન થયું. તે પહેલાં કરતાં વધુ ઝડપથી વધુ લોકોને મારવાના રસ્તાઓ શોધીને અમીર બની ગયો.