શું તમે જાણો છો, ટ્રેન દોડતી વખતે ટ્રેનના ડ્રાઈવરને સાચો રસ્તો કેવી રીતે ખબર પડે છે

રેલવેએ જણાવ્યું છે કે ટ્રેન ચલાવતી વખતે ટ્રેન ડ્રાઈવર એટલે કે લોકો પાયલટ સાચો ટ્રેક કેવી રીતે પસંદ કરે છે? રેલવે મંત્રાલયે આ અંગે એક ફોટો શેર કર્યો છે.

શું તમે જાણો છો, ટ્રેન દોડતી વખતે ટ્રેનના ડ્રાઈવરને સાચો રસ્તો કેવી રીતે ખબર પડે છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 1:04 PM

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, આપણે ઘણીવાર બારીની બહારનો નજારો જોઈને પ્રવાસનો આનંદ લઈએ છીએ. જો કે, શું તમે ક્યારેય રેલવે ટ્રેક પર જોયું છે અને વિચાર્યું છે કે લોકો પાઇલટ કેવી રીતે જાણે છે કે સામે દેખાતા ટ્રેકમાં કયો રસ્તો સાચો છે. સામાન્ય રીતે, એક જ લાઇન પર જતા જુદા જુદા ટ્રેકમાં ટ્રેનને કયા ટ્રેક પર લઈ જવી તે લોકો પાઈલટ કેવી રીતે નક્કી કરે છે? ભારતીય રેલવે આ અંગે માહિતી આપી છે. રેલવેએ જણાવ્યું છે કે, ટ્રેન ચલાવતી વખતે ટ્રેન ડ્રાઈવર એટલે કે લોકો પાયલટ સાચો ટ્રેક કેવી રીતે પસંદ કરે છે? રેલવે મંત્રાલયે આ અંગે એક ફોટો પણ શેર કર્યો છે.

કયા ટ્રેક પર ટ્રેન આગળ લઈ જવી?

રેલવે મંત્રાલયે પોતાના એક ટ્વીટમાં કહ્યું છે કે જો સામે એક કરતા વધુ ટ્રેક હોય તો લોકો પાયલોટે કયા ટ્રેક પર જવું જોઈએ તેની માહિતી સિગ્નલથી મળે છે. આ સિગ્નલ માત્ર એ જ જણાવે છે કે, લોકો પાયલટે કયા ટ્રેક પર ટ્રેનને આગળ લઈ જવાની છે અને કઈ ટ્રેન માટે કયો ટ્રેક નક્કી કરવામાં આવ્યો છે.

Girlfriend On Rent : અહીં ભાડે મળે છે ગર્લફ્રેન્ડ ! બસ આટલું હોય છે ભાડુ
ઘરના મુખ્ય દરવાજા પર કપૂરનું પાણી છાંટવાથી થશે આ ફાયદો
લંચ લેવાનો યોગ્ય સમય કયો છે?
રેપર એમીવે બન્ટાઈ લગ્નના બંધનમાં બંધાયો, જુઓ ફોટો
કરોડોમાં છે સૈફ અલી ખાનના બોડીગાર્ડનો પગાર
આ 4 ભૂલના કારણે ઘરમાં નથી ટકતા પૈસા ! જાણી લેજો તમે નથી કરતાને આ ભૂલ

હોમ સિગ્નલ મદદ કરે છે

હોમ સિગ્નલ લોકો પાયલટને ટ્રેનને સાચા ટ્રેક પર લઈ જવામાં મદદ કરે છે. જ્યાં એક ટ્રેક એક કરતાં વધુ ભાગમાં વિભાજીત થઈ રહ્યો છે, ત્યાં સિગ્નલ 300 મીટર પહેલાં સેટ કરવામાં આવે છે. લોકો પાયલટને સાચો ટ્રેક જણાવવા ઉપરાંત, તે તેને ટ્રેનને સુરક્ષિત સ્ટેશન પર લાવવાનો સંકેત પણ આપે છે.

તમામ ટ્રેનોમાં 2 લોકો પાયલોટ હોય છે

બધી ટ્રેનોમાં હંમેશા બે ડ્રાઇવર હોય છે, જેમાંથી એક લોકો પાઇલટ હોય છે અને બીજો સહાયક લોકો પાઇલટ હોય છે. આવી સ્થિતિમાં, જો મુખ્ય લોકો પાઇલટને ઊંઘ આવવા લાગે છે, તો બીજા આસિસ્ટન્ટ લોકો પાઇલટ ટ્રેનની કમાન સંભાળે છે. જો મુખ્ય લોકો પાયલટની તબિયત બગડે તો પણ સહાયક લોકો પાયલટ ટ્રેનની કમાન્ડ લે છે અને તેને આગલા સ્ટેશન પર લઈ જાય છે, જ્યાં અન્ય વ્યવસ્થા કરવામાં આવે છે. રેલ્વે

g clip-path="url(#clip0_868_265)">