ઈન્ડિયામાં સૌથી મોંઘા છૂટાછેડા

23 જાન્યુઆરી, 2025

રેમન્ડ ગ્રુપના ચેરમેન ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદીએ 32 વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડાની જાહેરાત કરી હતી.

નવાઝ મોદીએ છૂટાછેડા માટે ગૌતમ સિંઘાનિયાની કુલ સંપત્તિમાંથી 8745 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.

નવાઝ પ્રોફેશનલ ફિટનેસ ટ્રેનર છે અને મુંબઈમાં પિલેટ્સ તથા ગાયરોટોનિક્સ સ્ટુડિયો ખોલનારી પહેલી ભારતીય મહિલા છે.

નવાઝે આર્ટ્સમાં ગ્રેજ્યુએશન તથા કાયદાની ડિગ્રી મેળવી છે, પરંતુ કાયદાના ક્ષેત્રમાં કામ કર્યું નથી.

દંપતીએ 8 વર્ષના પ્રેમ સંબંધ બાદ 1999માં લગ્ન કર્યા હતા.

ગૌતમ અને નવાઝને બે બાળકો છે – નિહારિકા અને નિસા.

ફેમિલી ફંક્શનના વિવાદ બાદ આ ડિવોર્સ ચર્ચામાં આવ્યો હતો.

નવાઝે  "Pause, Rewind: Natural Anti-Aging Techniques" નામનું પુસ્તક પણ લખ્યું છે.

ગૌતમ સિંઘાનિયાનું સોશિયલ મીડિયા પર ડિવોર્સ અંગેનું નિવેદન વાયરલ થયું હતું.

આ ડિવોર્સને ઇન્ડિયાનો સૌથી મોંઘો અને ચર્ચિત છૂટાછેડા માનવામાં આવે છે.