અમેરિકાના આ અણસાર સારા નથી, ‘જેવા સાથે તેવા’ થવા ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપી ચિમકી
ચીન સાથે સંભવિત વેપાર કરાર સંબંધિત પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, ભારત અને બ્રાઝિલ એવા દેશોમાં સામેલ છે જે અમેરિકન ઉત્પાદનો પર ખૂબ જ ઊંચી ટેરિફ લાદે છે. જો તેઓ અમારા પર ટેક્સ લાદવા માંગતા હોય તો તે સારું છે, પરંતુ અમે પણ તેમના ઉત્પાદનો પર પણ સમાન ટેક્સ લાદીશું.
અમેરિકાના નવ નિર્વાચિત રાષ્ટ્રપતિ, ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ધમકી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરીથી ભારત પર ભારે ટેરિફ લગાવવાની ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે પારસ્પરિક શબ્દ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જો કોઈ આપણા પર ટેરિફ ચાર્જ લગાવે છે, તો શું આપણે તેના પર તે જ રીતે ચાર્જ ન લગાવવો જોઈએ?
અમેરિકાના આગામી નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર ભારે ટેરિફ ડ્યુટી લાદવાની ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે, ભારતે ઘણા અમેરિકન ઉત્પાદનો પર ભારે ટેરિફ ડ્યુટી લાદી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ‘જેવા સાથે તેવા, જો તમે અમારા પર ટેક્સ લગાવો છો તો અમે પણ તમારા પર તેવો જ ટેક્સ લગાવીશું. લગભગ દરેક કિસ્સામાં તેઓ અમારા પર ટેક્સ લગાવે છે અને અમે હજુ સુધી તેમના પર ટેક્સ લગાવ્યો નથી.
ભારત અને બ્રાઝિલ પર ભડક્યા ટ્રમ્પ
ચીન સાથે સંભવિત વેપાર કરાર સંબંધિત પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, ભારત અને બ્રાઝિલ એવા દેશોમાં સામેલ છે જે અમેરિકન ઉત્પાદનો પર ખૂબ જ ઊંચી ટેરિફ લાદે છે. જો તેઓ અમારા પર ટેક્સ લાદવા માંગતા હોય તો તે સારું છે, પરંતુ અમે પણ તેમના ઉત્પાદનો પર પણ સમાન ટેક્સ લાદીશું.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ‘પારસ્પરિક’ શબ્દ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે જો કોઈ અમારા પર ટેરિફ ડ્યુટી લગાવે છે, તો શું અમે પણ તેના પર એ જ રીતે ટેરિફ ડ્યુટી ના લગાવી શકીએ? અમને અમારા વિશે વાત કરવાની જરૂર નથી, જો ભારત અમારા પર 100 ટકા ટેરિફ લાદે છે તો અમારે પણ તેમના પર સમાન ટેક્સ લગાવવો જોઈએ.
ટ્રમ્પના વાણિજ્ય સચિવે સમર્થન આપ્યું હતું
વાસ્તવમાં, ડોનાલ્ડ ટ્રમ્પના વાણિજ્ય પ્રધાન હોવર્ડ લુટનિકે આનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે ‘પારસ્પરિક’ શબ્દ કંઈક એવો છે, જે ટ્રમ્પ વહીવટીતંત્રનો મુખ્ય મુદ્દો બનવા જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે તમે અમારી સાથે જે પ્રકારે વર્તન કરશો તેવી જ અપેક્ષા તમે અમારી પાસેથી પણ રાખજો.