PM Modi Mother passed away: જાપાન, નેપાળ અને પાકિસ્તાનના વડાપ્રધાને પીએમ મોદીની માતા હીરાબાને આપી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાનના માતા હીરાબાના નિધન પર પીએમ મોદીને દેશભરના નેતાઓ સહિત જાપાનના પીએમ ફુમિયો કિશિદા, નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડ અને પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફે શ્રદ્ધાંજલિ આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું આજે એટલે કે શુક્રવારે સવારે નિધન થયું છે. હીરાબાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે ત્યારે માતાના નિધન પર પીએમ મોદીને દેશભરના નેતાઓ સહિત જાપાનના પીએમ ફુમિયો કિશિદા, નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડ અને પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફે શ્રદ્ધાંજલિ આપી છે.
જાપાનના પીએમ ફુમિયો કિશિદાએ હીરા બાના નિધન પર દુખ વ્યક્ત કર્યુ
જાપાનના પીએમ ફુમિયો કિશિદાએ પીએમ મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો.
Japanese PM Fumio Kishida expresses condolences over the demise of PM Modi’s mother Heeraba Modi.#TV9News pic.twitter.com/31ubBgPvHM
— Tv9 Gujarati (@tv9gujarati) December 30, 2022
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે આપી શ્રદ્ધાંજલિ
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
I’m deeply saddened to learn about the passing away of Smt. Heeraba Modi, loving mother of Prime Minister @PMOIndia At this hour of grief, I express heart felt condolences to PM Modi ji and the family members and pray for eternal peace of the departed soul.
— ☭ Comrade Prachanda (@cmprachanda) December 30, 2022
પાકિસ્તાનના PM શહેબાઝ શરીફે હીરા બાને આપી શ્રદ્ધાંજલિ
પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, “માતાને ગુમાવવાથી મોટી ખોટ કોઈ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની માતાના નિધન પર મારી સંવેદના.
There is no greater loss than losing one’s mother. My condolences to Prime Minister @narendramodi on the passing away of his mother.
— Shehbaz Sharif (@CMShehbaz) December 30, 2022
ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી
પીએમ મોદીએ ટ્વિટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી હતી. તેમણે લખ્યું – એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામાં, મેં હંમેશા તે ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.
નરેન્દ્ર મોદી વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા. અહીં તેમણે તેમનાં અંતિમ દર્શન કર્યા હતા અને ત્યાર પછી તેમને અંતિમસંસ્કાર કરાયા હતાં. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમવિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો. મોદી પરિવારે હીરાબાના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરવા કહ્યું હતું.