PM Modi Mother passed away : PM મોદીએ હીરા બાના પાર્થિવ દેહને આપી મુખાગ્નિ, પંચમહાભૂતમાં વિલીન થયા હીરા બા

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2022 | 6:07 PM

PM Modi Mother passed away : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાજીનું નિધન થયું છે. વડાપ્રધાને ખુદ આ અંગે ટ્વિટ કરીને માહિતિ આપી હતી. જણાવવું રહ્યું કે બુધવારે વહેલી સવારે તેમની છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ યુ.એન. મહેતામાં એડમિટ કરવામાં આવ્યા હતા.

PM Modi Mother passed away :  PM મોદીએ હીરા બાના પાર્થિવ દેહને આપી મુખાગ્નિ, પંચમહાભૂતમાં વિલીન થયા હીરા બા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આજનો દિવસ ખૂબ જ દુઃખદ સાબિત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાજીનું નિધન થયું છે. વડાપ્રધાને ખુદ આ અંગે ટ્વિટ કરીને માહિતિ આપી હતી. જણાવવું રહ્યું કે બુધવારે વહેલી સવારે તેમની છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ યુ.એન. મહેતામાં એડમિટ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે હીરાબા મોદી આજે વહેલી સવારે 3.30 વાગે સારવાર દરમિયાન દેવલોક પામ્યા. હીરા બા યુ.એન.મેહતા હોસ્પિટલ ખાતે દાખલ હતા અને ત્યાંજ તેમની સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલ દ્વારા આ અંગે સત્તાવાર રીતે જાહેરાત પણ કરવામા આવી હતી. વડાપ્રધાને ટ્વીટમાં લખ્યુ છે કે, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં વિરાજે છે. મામાં મેં હંમેશા તે ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા છે, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક છે અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Dec 2022 06:05 PM (IST)

    Heeraben Modi death news live : વડાપ્રધાન મોદી દિલ્લી જવા રવાના

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ દિલ્લી જવા રવાના થયા છે પીએમ ગાંધીનગર રાયસણ પહોંચ્યા હતા જ્યાં તેઓ ભાઈ પંકજ મોદીના ઘરે પહોંચ્યા હતા.

  • 30 Dec 2022 05:46 PM (IST)

    Heeraben Modi death news live : જીવનના સૌથી મોટા ગુરૂ અને પ્રેરણાસ્ત્રોત

    નરેન્દ્ર મોદી હંમેશા માતા હીરાબાને પોતાના જીવનના સૌથી મોટા ગુરૂ અને પ્રેરણાસ્ત્રોત ગણાવતા.

  • 30 Dec 2022 04:52 PM (IST)

    Heeraben Modi death news live : ભાઈ પંકજ મોદીના ઘરે પહોંચ્યા PM મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રાયસણ પહોંચ્યા છે જ્યાં તેઓ ભાઈ પંકજ મોદીના ઘરે પહોંચ્યા છે.

  • 30 Dec 2022 04:44 PM (IST)

    Heeraben Modi death news live : છ ભાઈ-બહેનમાં ત્રીજા નંબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

    દામોદરદાસ મોદીના લગ્ન હીરાબેન સાથે થયા હતા. બંનેના મોટા પુત્રનું નામ સોમભાઈ મોદી છે. બીજા નંબરે અમૃતભાઈ મોદી, તેમના ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. PM નરેન્દ્ર મોદી કરતા નાના તેમના ભાઈ પ્રહલાદ મોદી છે, પછી માત્ર બહેન વાસંતીબેન અને સૌથી નાના ભાઈ પંકજ મોદી છે.

  • 30 Dec 2022 04:19 PM (IST)

    Heeraben Modi death news live : હીરાબાની અંતિમ વિદાય, PMના શિક્ષિકા થયા ભાવુક

  • 30 Dec 2022 02:54 PM (IST)

    Heeraben Modi death news live : હીરા બાના બહેનપણી શકરી બાએ આપી શ્રદ્ધાંજલિ

    માતા હીરા બાના નિધનના સમાચાર મળતાની સાથે સમગ્ર વડનગર હિબકે ચડ્યું હતું. જે ઘરમાં માતા હીરા બાએ જીવનના દુખ-સુખના દિવસો જોયા છે. તે ઘરની આસપાસ રહેતા સ્વજનોની આંખોના આંસુ સુકાતા ન હતા. માતા હીરા બાના સખી શકરી બાએ રામ…રામ…નું રટણ કરીને બાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ દુખદ સમાચારે સખી શકરી બાએ હીરા બા સાથે સંસ્મરણોને વાગોળ્યા હતા. હીરા બાના સ્વભાવના વખાણ કરતા શકરી બાના આંખુ ભીની થઇ ગઇ હતી. હીરા બાએ ભૂતકાળમાં કેવા દુખ અને સુખના દિવસો વિતાવ્યા છે તેને શકરી બાએ યાદ કર્યા હતા. શકરી બાએ ભગવાનની ભક્તિમાં લીન રહેતા હીરા બાની જીવનશૈલીના વખાણ કર્યા હતા.

  • 30 Dec 2022 02:43 PM (IST)

    Heeraben Modi death news live : હીરા બાએ છેલ્લે સુધી મોકલી હતી પોકેટ મની

    વર્ષ 2019 માં,  PM મોદીએ અભિનેતા અક્ષય કુમાર સાથે તેમની માતાના તેમના પ્રત્યેના પ્રેમ વિશે વાત કરી હતી. વડા પ્રધાને કહ્યું હતું કે, તેમના માતા આજે પણ તેમને પૈસા મોકલે છે.

  • 30 Dec 2022 02:20 PM (IST)

    Heeraben Modi death news live : PM મોદીના કૌટુંબિક ભાઇ શામળદાસ મોદી હીરાબાને યાદ કરી થયા ભાવુક

    PM મોદીના કૌટુંબિક ભાઇ શ્યામળદાસ મોદીએ જણાવ્યું કે, આજે મે મારી મા જ ગુમાવી છે, અમે હીરા બા પાસે જ મોટા થયા છીએ, શ્યામળદાસ મોદીની દોઢ વર્ષની ઉંમરે તેમના સગી માતાનું અવસાન થયું હતું. માતા વગરના શ્યામળદાસ મોદીના હીરા બા જ માતા બની ગયા હતા. આપને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી અને શ્યામળદાસ કૌટુંબિક ભાઈ છે.

  • 30 Dec 2022 01:51 PM (IST)

    Heeraben Modi death news live : PM નરેન્દ્ર મોદી રાયસણ જવા રવાના, પરિવારના સભ્યો સાથે મુલાકાત કરશે

    PM નરેન્દ્ર મોદી  રાયસણ જશે અને પરિવારના સભ્યો સાથે મુલાકાત કરશે. થોડીવારમાં રાજભવનથી રાયસણ જવા રવાના થયા છે.

  • 30 Dec 2022 01:50 PM (IST)

    Heeraben Modi death news live : હીરાબાને સાદું ભોજન અને લાપસી પસંદ હતા

    હીરાબા ભોજનમાં મોટાભાગે ઘરનું બનાવેલું ભોજન લેતા હતા. તેઓ ખીચડી, દાળ, ભાત જેવી વસ્તુઓ ખાવાનું વધુ પસંદ કરતા હતા. તેમને લાપસી ખૂબ ભાવતી હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના જન્મદિવસ નિમિત્તે હીરાબાના આશીર્વાદ લેવા આવે ત્યારે તેમનું મોં પણ ખાંડ અને લાપસીથી મીઠુ કરાવતા હતા. જ્યારે પણ વડાપ્રધાન હીરાબા સાથે ભોજન કરતા ત્યારે રોટલી, શાક, દાળ, ભાત અને સલાડ જેવો સાદો ખોરાક ખાતા હતા.

  • 30 Dec 2022 01:48 PM (IST)

    Heeraben Modi death news live : સંઘર્ષ ભરેલુ જીવન જીવ્યા છતા પ્રામાણિક અને સેવાનિષ્ઠ રહ્યા હીરા બા

    હીરાબાના સંઘર્ષના દિવસોની વાત કરીએ હીરાબાએ કપરી સ્થિતિમાં ઘર ચલાવી દુઃખ સહન કરી બાળકોને મોટા કર્યા હતા. તેમને શાળા તો જોઈ ન હતી પણ બાળકોની ભણાવવાની જિજ્ઞાસાવૃત્તિ તેમનામાં હતી. હીરાબાનાં પાડોશમાં રહેતાં 95 વર્ષીય શકરીબેન પટેલે જણાવ્યું હતું કે હીરાબાએ ખૂબ કષ્ટ વેઠીને તેમના પરિવાર તેમજ તેમના કુટુંબીજનોને સાચવ્યા છે. એની હું સાક્ષી છુ. સવારે ઘરે ઘરે ફરી દૂધ ઉઘરાવી તેમની ચા ની દુકાને દૂધ આપવાનો તેમનો નિત્યક્રમ હતો બધા જ કામ જાતે કરતા હતા.

  • 30 Dec 2022 01:24 PM (IST)

    Heeraben Modi death news live : સુરતમાં સિવિલ નર્સિંગ સ્ટાફ દ્વારા હીરા બાને અપાઈ શ્રદ્ધાંજલિ

    સુરતમાં બાળકોએ પણ હીરા બા ની આત્માની શાંતિ માટે મૌન પાળી શ્રધાંજલિ અપર્ણ કરી હતી ત્યારે સુરતમાં સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા હીરા બા ને શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી હતી. તમામ નર્સિંગ સ્ટાફના લોકો એકઠા થયા હતા અને હીરા બા ને મૌન પાળી શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી. તેમજ હીરા બાને ઈશ્વર શાંતિ અર્પે તે માટે તમામ લોકોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

  • 30 Dec 2022 01:23 PM (IST)

    Heeraben Modi death news live : સુરતમાં શાળાના બાળકોએ હીરા બાને મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી

    સુરતના લીંબાયત સ્થિત કમરૂ નગર ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પક્ષીવિદ ડો. સલીમ અલી ઉર્દૂ પ્રાથમિક શાળા ક્રમાંક ૨૩૧માં વિદ્યાર્થીઓએ પ્રાર્થના સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બાને બે મિનીટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી. દરેક વિદ્યાર્થીઓ પોતાના હાથમાં હીરા બાની તસવીરને લઈને પ્રાર્થનામાં ઉભા હતા અને ઈશ્વર હીરા બા ની આત્માને શાંતિ અર્પે તે માટે પ્રાર્થના કરી શ્રધાંજલિ અર્પણ કરી હતી.

  • 30 Dec 2022 12:43 PM (IST)

    Heeraben Modi death news live : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે શોક વ્યક્ત કર્યો

    ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

  • 30 Dec 2022 12:11 PM (IST)

    Heeraben Modi death news live : નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે આપી શ્રદ્ધાંજલિ

    નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

  • 30 Dec 2022 12:07 PM (IST)

    Heeraben Modi death news live : પાકિસ્તાનના PM શહેબાઝ શરીફે હીરા બાને આપી શ્રદ્ધાંજલિ

    પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, “માતાને ગુમાવવાથી મોટી ખોટ કોઈ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની માતાના નિધન પર મારી સંવેદના.

  • 30 Dec 2022 12:02 PM (IST)

    Heeraben Modi death news live : બાબા રામદેવે હીરા બાના નિધન પર વ્યક્ત કર્યો શોક

    આધ્યાત્મિક નેતા બાબા રામદેવે પીએમ મોદીના માતા હીરાબા મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો.

  • 30 Dec 2022 11:58 AM (IST)

    Heeraben Modi death news live : જાપાનના પીએમ ફુમિયો કિશિદાએ હીરા બાના નિધન પર દુખ વ્યક્ત કર્યુ

    જાપાનના પીએમ ફુમિયો કિશિદાએ પીએમ મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો.

  • 30 Dec 2022 11:49 AM (IST)

    Heeraben Modi death news live : CM મમતા બેનર્જીએ હીરા બાના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ

    રાષ્ટ્રીય ગંગા પરિષદની બેઠકમાં સંબોધન કરતા પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પીએમ મોદીના માતા હીરા બાના નિધન પર દુખ વ્યક્ત કર્યુ હતુ. તમારા માતાનું નિધન એ મોટી ક્ષતિ છે. દુખના આ સમયમાં તમને શક્તિ મળે. સમજાઇ નથી રહ્યુ કે કયા શબ્દોમાં હું દુખ વ્યક્ત કરુ.

  • 30 Dec 2022 11:34 AM (IST)

    PM Modi Mother passed away LIVE : રાષ્ટ્રીય ગંગા પરિષદની બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા વડાપ્રધાન મોદી

    રાષ્ટ્રીય ગંગા પરિષદની બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી વડાપ્રધાન મોદી જોડાયા છે. માતાના અગ્નિ સંસ્કાર કર્યા બાદ વડાપ્રધાન મોદી ગાંધીનગરના રાજભવન પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાયા છે.

  • 30 Dec 2022 11:30 AM (IST)

    PM Modi Mother passed away LIVE : ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથે વ્યક્ત કર્યો શોક

    ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને હીરા બાના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ

  • 30 Dec 2022 11:18 AM (IST)

    PM Modi Mother passed away LIVE : કથાકાર મોરારી બાપુએ હીરા બાના નિધન પર શોક વ્યક્ત કર્યો

    આ તરફ કથાકાર મોરારી બાપુએ પણ હીરાબાના નિધન પર શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

  • 30 Dec 2022 11:08 AM (IST)

    Prime minister Mother passed away LIVE : PM મોદી હંમેશા માતા હીરાબાને પોતાના ગુરૂ અને પ્રેરણાસ્ત્રોત ગણાવતા

    નરેન્દ્ર મોદી હંમેશા માતા હીરાબાને પોતાના જીવનના સૌથી મોટા ગુરૂ અને પ્રેરણાસ્ત્રોત ગણાવતા. એ હીરાબા જ હતા કે જેમણે નરેન્દ્ર મોદીને જાહેર જીવનમાં લોકોની નિસ્વાર્થ સેવા કરવા માટે પ્રેરિત કર્યા. આથી જ મોદી જ્યારે પહેલી સીએમ અને પછી પીએમ બન્યા ત્યારે ભારત હોય કે વિશ્વનો કોઇ પણ દેશ હોય. જાહેર મંચ પરથી અનેક વખત માતા હીરાબાનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. એટલું જ નહીં માતા હીરાબાએ કેવા કપરા સંજોગો વચ્ચે તેનો ઉછેર કર્યો તેની વાત કરતી વખતે મોદી રીતસર રડી પણ પડ્યા હતા.

  • 30 Dec 2022 10:53 AM (IST)

    Prime minister Mother passed away LIVE : વડાપ્રધાને બતાવી માતૃભક્તિ: વિજય રૂપાણી

    પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ મીડિયા સમક્ષ વાતચીતમાં જણાવ્યુ હતુ કે, માતા અને પુત્ર વચ્ચે અનોખો પ્રેમ હતો. વડાપ્રધાને અનોખી માતૃભક્તિ બતાવી છે. વડાપ્રધાનના વ્યક્તિત્વ ઘડતરમાં માતા હીરા બાનું મોટુ યોગદાન રહેલુ છે.

  • 30 Dec 2022 10:43 AM (IST)

    Prime minister Mother passed away LIVE : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવન પહોંચ્યા

    હીરા બાને અંતિમ વિદાય આપીને PM મોદી ગાંધીનગરના રાજભવન ખાતે પહોંચ્યા છે.

  • 30 Dec 2022 10:18 AM (IST)

    Heeraben Modi death news live : PM મોદી સ્મશાન ગૃહથી થયા રવાના

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હીરા બાના અગ્નિ સંસ્કાર કર્યા બાદ સ્મશાન ગૃહથી રવાના થયા છે. PM મોદી આજે રાત્રિરોકાણ ગાંધીનગરમાં રાજભવન ખાતે જ કરશે. વડાપ્રધાન થોડી વારમાં પશ્ચિમ બંગાળના એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપવાના છે.

  • 30 Dec 2022 10:00 AM (IST)

    PM Modi Mother passed away LIVE : શંકરસિંહ વાઘેલાએ હીરા બાના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ

    પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાનના માતા હીરા બાના નિધન અંગે મીડિયા સમક્ષ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે હીરા બા લોકોની સેવા કરવામાં માનતા હતા.

  • 30 Dec 2022 09:41 AM (IST)

    PM Modi Mother passed away LIVE : અમિત શાહે હીરા બાના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે હીરા બાના નિધનને ખૂબ જ દુ:ખદ ઘટના ગણાવી છે. તેમણે ટ્વીટ કરીને હીરા બાને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

  • 30 Dec 2022 09:36 AM (IST)

    Heeraben Modi news live : પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ શોક વ્યક્ત કર્યો

    કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના નેતા વજુભાઈ વાળાએ હીરાબાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું કે- જ્યારે પીએમ મોદી હીરાબાને મળવા આવતા,, ત્યારે જે દ્રશ્યો જોવા મળતા હતા તે દ્રશ્યો આજે નજર સામે તરી આવે છે.

  • 30 Dec 2022 09:32 AM (IST)

    Heeraben Modi death news live : PM મોદીએ હીરા બાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હીરા બાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી છે. આ સાથે જ હીરા બા પંચમહાભૂતમાં વિલીન થયા છે.

  • 30 Dec 2022 09:25 AM (IST)

    PM Modi Mother passed away LIVE : શંકરસિંહ વાઘેલાએ PMને ગળે મળીને હીરા બાના નિધન પર સંવેદના વ્યક્ત કરી

    હીરા બાના અંતિમ ક્રિયા સમયે પૂર્વ CM શંકરસિંહ વાઘેલા પણ સ્થળ પર પહોંચ્યા હતા અને હીરા બાના પાર્થિવ દેહ પર પોત ઓઢાળ્યુ હતુ. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે મળીને સંવેદના વ્યક્ત કરી હતી.

  • 30 Dec 2022 09:19 AM (IST)

    PM Modi Mother passed away LIVE : સી આર પાટીલે ટ્વીટ કરીને આપી શ્રદ્ધાંજલિ

  • 30 Dec 2022 09:12 AM (IST)

    PM Modi Mother passed away LIVE : રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો

    કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

  • 30 Dec 2022 09:03 AM (IST)

    PM Modi Mother passed away LIVE : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હીરા બાના નિધન પર શોક વ્યક્ત કર્યો

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

  • 30 Dec 2022 08:59 AM (IST)

    Prime minister Mother passed away LIVE : નાગરીકોને પોતાનું કાર્ય યથાવત રાખવા મોદી પરિવારની અપીલ

    મોદી પરિવારે નાગરીકોને પોતાનું કાર્ય યથાવત રાખવા અપીલ કરી છે. બાને શ્રદ્ધાંજલિ આપતા પોતાનું કાર્ય યથાવત રાખવા મોદી પરિવારે અપીલ કરી છે. મોદી પરિવારે જણાવ્યુ છે કે અગાઉથી નક્કી આપનું કાર્ય યથાવત રાખશો એ જ હીરાબાને સાચી શ્રદ્ધાંજલિ છે.

  • 30 Dec 2022 08:57 AM (IST)

    Heeraben Modi news live : વડનગરવાસીઓેએ બંધ પાળી હીરા બાને શ્રદ્ધાંજલિ આપી

    હીરાબાના નિધનને લઈ વડનગર શોકમગ્ન છે. વડનગરના વેપારીઓ હીરાબાના સ્વયંભૂ બંધ પાળશે. વડનગરવાસીઓ બજાર બંધ રાખી હીરાબાને શ્રધાંજલિ આપશે.

  • 30 Dec 2022 08:53 AM (IST)

    Heeraben Modi news live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા સાથે ખૂબ જ આત્મીયતા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)તેમની માતા હીરાબાના 100માં જન્મદિવસે તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને મળ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. પીએમ મોદીએ તેમની ઓફિશિયલ વેબસાઈટ પર ‘મા’ માટે બ્લોગ પણ લખ્યો હતો. પીએમ મોદીએ બ્લોગમાં લખ્યું હતુ કે મારી માતા જેટલી સરળ છે તેટલી બધી માતાઓની જેમ અસાધારણ પણ છે.

  • 30 Dec 2022 08:48 AM (IST)

    PM Modi Mother passed away LIVE : PM મોદીના આજના નિર્ધારિત કાર્યક્રમો યથાવત રહેશે

    PM મોદીના આજના નિર્ધારિત કાર્યક્રમો યથાવત રહેશે. PMO તરફથી મળતી માહિતી મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં આજના નિર્ધારિત કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે. આ કાર્યક્રમોમાં મુખ્ય કનેક્ટિવિટી-સંબંધિત પ્રોજેક્ટ્સ અને રાષ્ટ્રીય ગંગા કાઉન્સિલની બેઠકનો સમાવેશ થાય છે.

  • 30 Dec 2022 08:43 AM (IST)

    PM Modi Mother passes away LIVE updates : સ્વજનો સ્તુતિ કરીને હીરા બાને આપી રહ્યા છે અંતિમ વિદાય

    હીરા બાના નિધન પર તેમના પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે હીરા બાના પિયર પક્ષના અને સાસરી પક્ષના સ્વજનો હાજર છે. તમામ સ્વજનો સ્તુતિ કરીને હીરા બાને અંતિમ વિદાય આપી રહ્યા છે.

  • 30 Dec 2022 08:23 AM (IST)

    PM Modi Mother passes away LIVE updates : PM મોદીએ હીરા બાના પાર્થિવ દેહને કાંધ આપી

    PM મોદીના માતા હીરા બાની અંતિમ ક્રિયા શરુ થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હીરા બાના પાર્થિવ દેહને કાંધ આપી છે.

  • 30 Dec 2022 08:16 AM (IST)

    PM Modi Mother passes away LIVE updates : કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યુ

  • 30 Dec 2022 08:11 AM (IST)

    PM Modi Mother passes away LIVE updates : પંકજ મોદીના નિવાસસ્થાને પહોંચ્યા PM

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના રાયસણમાં પંકજ મોદીના નિવાસસ્થાને પહોંચ્યા છે. રાયસણમાં પંકજ મોદીના નિવાસસ્થાને હીરા બાના અંતિમ દર્શન કરવા આવનાર તમામને ફરજીયાત માસ્ક પહેરીને જ પ્રવેશ આપવામાં આવશે.

  • 30 Dec 2022 08:08 AM (IST)

    PM Modi Mother passes away LIVE updates : ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યુ

    ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

  • 30 Dec 2022 08:02 AM (IST)

    PM Modi Mother passes away LIVE updates : ગુલામ નબી આઝાદે ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો

    ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

  • 30 Dec 2022 07:57 AM (IST)

    PM Modi Mother passes away LIVE updates : કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ શોક વ્યક્ત કર્યો

    કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

  • 30 Dec 2022 07:51 AM (IST)

    PM Modi Mother passes away LIVE updates : અંતિમ યાત્રા સવારે 8.00 વાગ્યે રાયસણમાં થશે

    PMની માતા હીરા બાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં થશે. અંતિમ યાત્રા સવારે 8.00 વાગ્યે રાયસણમાં પુત્ર પંકજ મોદીના ઘરથી શરૂ થશે અને સેક્ટર 30 સ્મશાનગૃહ સુધી પહોંચશે.

  • 30 Dec 2022 07:49 AM (IST)

    PM Modi Mother passes away LIVE updates : CM શિવરાજસિંહ ચૌહાણે હીરા બાના નિધનને લઇને ટ્વીટ કર્ુ

    મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણે હીરા બાના નિધન પર એક લાગણીસભર ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યુ છે.

  • 30 Dec 2022 07:45 AM (IST)

    PM Modi Mother passes away LIVE updates : રાયસણ સ્થિત નિવાસસ્થાને રાખવામાં આવ્યો હીરા બાનો પાર્થિવ દેવ

    PM મોદીના બા હીરાબાનું નિધન થયુ છે.  ત્યારે રાયસણ સ્થિત નિવાસસ્થાને તેમનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી રાયસણ સ્થિત PMના ભાઇ પંકજ મોદીના  નિવાસસ્થાને હાજર છે. થોડીવારમાં PM મોદી પણ અહીં પહોંચશે.

  • 30 Dec 2022 07:43 AM (IST)

    PM Modi Mother passes away LIVE updates : PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હીરા બાના અંતિમ દર્શન કરવા માટે ગુજરાત આવી પહોંચ્યા છે. PM મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. PM મોદી અમદાવાદ એરપોર્ટથી રાયસણ જવા રવાના થયા છે.

  • 30 Dec 2022 07:36 AM (IST)

    PM Modi Mother passes away LIVE updates : રક્ષામંત્રી રાજનાથસિંહે હીરા બાના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ

  • 30 Dec 2022 07:34 AM (IST)

    PM Modi Mother passes away LIVE updates : હીરા બાના નિધન પર CM ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યુ

  • 30 Dec 2022 07:26 AM (IST)

    PM Modi Mother passes away LIVE updates : PM મોદીએ માતાના નિધન પર ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યુ

Published On - Dec 30,2022 7:24 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">