પાકિસ્તાનના ફરીથી ભાગલા પડશે, ઈમરાન ખાને જેલમાંથી ભાખ્યું ભવિષ્ય !
જેલમાં કેદ રહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે, ફરી એકવાર બાગ્લાદેશની માફક દેશના ભાગલા પડશે. ઈમરાન ખાન રાવલપિંડીની અદિયાલા જેલમાં કેદ છે. જેલમાંથી પાકિસ્તાનની વર્તમાન સ્થિતિને અનુલક્ષીને કહ્યું હતું કે, દેશની આવી સ્થિતિમાં ફરી એકવાર પાકિસ્તાનના ભાગલા પડે તો નવાઈ નહી.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સ્થાપક ઈમરાન ખાને રાવલપિંડીની અદિયાલા જેલમાંથી એક સંદેશમાં કહ્યુંં કે, પાકિસ્તાનની સ્થિતિ જોઈને લાગે છે કે બાંગ્લાદેશની ઘટના ફરી થઈ શકે છે. વર્તમાન સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, સ્થિર અર્થવ્યવસ્થા વિના દેશ અને સંસ્થાઓ ટકી શકે નહીં.
વિવિધ ગુના અંગે જેલમાં કેદ રહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને, પાકિસ્તાનની જનતા અને સરકાર માટે એક સંદેશ પાઠવતા કહ્યું છે કે, પાકિસ્તાનની વર્તમાન સ્થિતિને જોતા એવું લાગે છે કે, બાંગ્લાદેશની ઘટના ફરી ન બને. પાકિસ્તાનની વર્તમાન નવાઝ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, સ્થિર અર્થવ્યવસ્થા વિના દેશ અને સરકારી સંસ્થાઓ ટકી શકે નહીં.
ઢાકા જેવી ઘટના ન થવી જોઈએ
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને એમ પણ જણાવ્યું હતું કે, તાજેતરની રાજકીય ગતિવિધી અને 1971માં ઢાકા સર્જાવાના સંજોગો વચ્ચે સમાનતા છે, દેશ જે પ્રકારે રોકડની તંગીનો સામનો કરી રહ્યો છે તે દેશની આર્થિક પતન તરફ દોરી શકે છે. 1971માં પણ જ્યારે બાગ્લાદેશનું સર્જન થયુ ત્યારે આર્થિક અને રાજકીય સ્થિતિ આવી જ હતી.
નવાઝ સરકાર પર કટાક્ષ
પાકિસ્તાનના જાણીતા ડોન અખબારના અહેવાલ અનુસાર, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સ્થાપક ઈમરાન ખાને રાવલપિંડીની અદિયાલા જેલમાંથી એક સંદેશમાં વર્તમાન શરીફ સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, દેશ અને સંસ્થાઓ સ્થિર અર્થવ્યવસ્થા વિના ટકી શકે નહીં.
1970ની યાદ અપાવી
ઈમરાન ખાને કહ્યું કે આપણે 1970માં પણ ચૂંટણીમાં થયેલ ગરબડોને જોઈ હતી અને પછી 1971માં ઢાકાની ઘટના બની હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાન અને તેમની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીએ ઘણી વખત સામાન્ય ચૂંટણીના પરિણામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો હતો. અગાઉ પાકિસ્તાની સેનાએ સત્તા પર કબજો કરવા માટે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ને સમર્થન આપ્યું હતું.
સામાન્ય ચૂંટણીઓમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી સમર્થિત અપક્ષ ઉમેદવારોએ નેશનલ એસેમ્બલીમાં સૌથી વધુ બેઠકો જીતી હોવા છતાં, PML-N અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી વચ્ચે ચૂંટણી પછીના જોડાણોથી તેમની સરકાર બનાવી છે. ઈમરાન ખાને એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીનો જનાદેશ ચોરાઈ ગયો છે અને પાર્ટીને કબજે કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.