TV પર “ઇસ્લામિક” ઉપદેશ આપતો, છોકરીઓને “બિલાડીના બચ્ચાં” કહેતો… કોર્ટે 8,658 વર્ષની સજા ફટકારી, આ ભયંકર ગુના બાદ પકડાયો

Turkey news : અદનાન ઓક્તારને 8658 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તે એક ટીવી શો હોસ્ટ કરતો હતો જેમાં તે ઘણી છોકરીઓ સાથે જોવા મળતો હતો.

TV પર ઇસ્લામિક ઉપદેશ આપતો, છોકરીઓને બિલાડીના બચ્ચાં કહેતો... કોર્ટે 8,658 વર્ષની સજા ફટકારી, આ ભયંકર ગુના બાદ પકડાયો
અદનાન ઓક્તારને વિશ્વની સૌથી લાંબી સજા થઇImage Credit source: TV9 GFX
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2022 | 11:57 AM

ટેલિવિઝન પર ઇસ્લામનો પ્રચાર કરનાર તુર્કીના ધાર્મિક નેતા અદનાન ઓક્તારને બુધવારે ઇસ્તંબુલની અદાલતે 8,658 વર્ષની જેલની સજા ફટકારી હતી. તે ન્યૂનતમ પોશાક પહેરેલી છોકરીઓથી ઘેરાયેલો હતો અને તેમને “બિલાડીના બચ્ચાં” કહેતો હતો. અનાદોલુ ન્યૂઝ એજન્સી અનુસાર, 66 વર્ષીય અદનાન પોતાને ધાર્મિક નેતા માને છે. તે ટીવી પર એક શો હોસ્ટ કરતો હતો, જેમાં ઘણી છોકરીઓ હાજર રહેતી હતી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

કોર્ટે બુધવારે તેને ગુનાહિત સંગઠન ચલાવવા, યૌન શોષણ, શિક્ષણના અધિકારોનો ઇનકાર અને વ્યક્તિગત ડેટાના ગેરકાયદેસર સંગ્રહ માટે 891 વર્ષની જેલની સજા સંભળાવી હતી. તાજેતરની સજા બાદ અદનાનની કુલ સજા 8,658 વર્ષ સુધી પહોંચી ગઈ છે. કોર્ટે 10 અન્ય શકમંદોને પણ સમાન જેલની સજા ફટકારી છે.

પહેલો નિર્ણય ગયા વર્ષે આવ્યો હતો

1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ
શું છે બ્લેક નાઝારેન, જેને ચુંબન કરવા માટે ઉમટી ભીડ, જુઓ Photos
કયા દેશને પતંગોનું ઘર કહેવામાં આવે છે?
શું તમને ટ્રકની પાછળ લખેલા 'OK TATA' અને 'Horn OK Please' નો અર્થ ખબર છે?
આદર જૈન અને અલેખા અડવાણી લગ્નગ્રંથિથી જોડાયા, જુઓ ફોટો
મહાકુંભની 'સૌથી સુંદર સાધ્વી' હર્ષા રિચારિયા કોણ છે? જુઓ ફોટો

અદનાન અને તેના સાથીદારો સામેનો પહેલો ચુકાદો જાન્યુઆરી 2021માં આવ્યો હતો, પરંતુ કાનૂની પુરાવાને ટાંકીને અને પુનઃ સુનાવણીનો આદેશ આપતાં ઉચ્ચ અદાલત દ્વારા તેને રદ કરવામાં આવ્યો હતો. અદનાન અને તેના સહયોગીઓ વિરુદ્ધ સશસ્ત્ર સંગઠન ચલાવવા અને ઘણા લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવીને સપ્ટેમ્બરમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

તુર્કીના ધાર્મિક નેતાઓ અને ટીકાકારો તેની નિંદા કરી રહ્યા છે. અદનાને ઓનલાઈન ટેલિવિઝન ચેનલો પર તેના કાર્યક્રમો દ્વારા લોકપ્રિયતા મેળવી છે. તેના પર રાજકારણીઓ અને અભિનેતાઓથી લઈને પત્રકારો સુધીના હાઈ-પ્રોફાઈલ નામોનો અંગત ડેટા એકત્ર કરવાનો પણ આરોપ છે. અદનાનને દેશમાં પહેલા કરતા પણ મોટી સજા સંભળાવવામાં આવી છે. તુર્કીએ અગાઉ 9,803 વર્ષ અને છ મહિનાની જેલની સજા ફટકારી છે, પરંતુ તે હજુ પણ દેશ અને વિશ્વમાં સૌથી લાંબી સજા પૈકી એક છે.

એક ન્યૂઝ એજન્સીના મતે તુર્કીની કોર્ટમાં અદનાન ઓક્તારે અનેક ખુલાસાઓ કર્યા છે. વિશ્વની સૌથી લાંબી સજા મેળવનાર અદનાને સુનાવણી દરમિયાન કોર્ટમાં જજ સમક્ષ કબૂલ કર્યું કે તેમની એક હજાર સ્ત્રીમિત્રો છે. આટલું જ નહીં, અદનાને અનેક રાજકીય અને દર્દનાક યૌન શોષણના અપરાધની પણ કબુલાત કરી છે. અદનાનના ઘરેથી પોલીસને 69 હજાર જેટલી ગર્ભનિરોધક દવાઓ મળી આવી હતી. અદનાન ઓક્તાર 1990માં પ્રથમવાર વિશ્વની સામે આવ્યો હતો, અને અદનાન ઓક્તાર એક ધાર્મિક નેતા તરીકે જાણીતો થયો હતો.

g clip-path="url(#clip0_868_265)">