બાંગ્લાદેશમાં ખાલિદા ઝિયાનો ફરી રાજકીય ઉદય ? જાણો અત્યાર સુધી ક્યાં હતા ખાલિદા અને કોણ છે એ ?

બાંગ્લાદેશની રાજનીતિમાં ખાલિદા ઝિયાનો પ્રવેશ પણ બળવો દ્વારા જ થયો હતો. 1981 માં, તેમના પતિ અને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાનની બાંગ્લાદેશમાં અગાઉ થયેલા બળવામાં કરપીણ હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ ખાલિદા ઝિયાએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમણે ઝિયા ઉર રહેમાનની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના નેતા તરીકે સંઘર્ષ કરવાનું ચાલુ રાખ્યું અને અંતે 10 વર્ષ પછી તેઓ બાંગ્લાદેશની પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હતા.

બાંગ્લાદેશમાં ખાલિદા ઝિયાનો ફરી રાજકીય ઉદય ? જાણો અત્યાર સુધી ક્યાં હતા ખાલિદા અને કોણ છે એ ?
khaleda Zia, Sheikh Hasina
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2024 | 8:11 PM

બાંગ્લાદેશમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે પૂર્વ વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના નેતા ખાલિદા ઝિયાને નજર કેદમાંથી મુક્ત કરવામાં આવી છે. ખાલિદા ઝિયા પર તેમના પતિના નામે બનેલા અનાથાશ્રમમાંથી ભંડોળની ઉચાપત કરવાનો આરોપ હતો અને 2018 માં, તેમને ભ્રષ્ટાચારના બે આરોપોમાં 17 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

જોકે બાદમાં ખાલિદા ઝિયાને જેલમાં કેદ કરવાને બદલે, તેમના ગુલશન આવાસ પર જ નજરકેદ રાખવામાં આવી હતી, પરંતુ વચ્ચે ખરાબ તબિયતના કારણે તેમને ઘણી વખત હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. ગઈકાલ સોમવારે, શેખ હસીનાએ વડા પ્રધાન પદેથી રાજીનામું આપીને દેશ છોડી દીધો તેના થોડા કલાકો પછી, ખાલિદા ઝિયાની મુક્તિના આદેશો જાહેર કરવામાં આવ્યા હતા.

શેખ હસીના આઉટ, ખાલિદા ઝિયા ઇન ?

બાંગ્લાદેશમાં, અનામત ક્વોટા સામે વિદ્યાર્થીઓનો વિરોધ અચાનક સરકાર વિરોધી આંદોલનમાં ફેરવાઈ ગયો. જૂનમાં કોર્ટના નિર્ણય બાદ શરૂ થયેલો વિરોધ જુલાઇમાં હિંસક બન્યો અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં આંદોલને શેખ હસીના સરકારને ઉથલાવી નાખી. ગઈકાલ 5 ઓગસ્ટના રોજ શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યા બાદ બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર ઉઝમાન રાષ્ટ્રપતિને મળ્યા હતા, ત્યારબાદ પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાની મુક્તિ માટેના આદેશો જાહેર કરવામાં આવ્યા હતા. તેમ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના પ્રવક્તાએ સમાચાર એજન્સી AFPને માહિતી આપી છે કે, ખાલિદા ઝિયા હવે મુક્ત છે.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

જન્મદિવસ પહેલા મળી મોટી ભેટ

બંગાળના જલપાઈગુડીમાં 15 ઓગસ્ટ 1945ના રોજ જન્મેલી ખાલિદા ઝિયાને તેના જન્મદિવસના 10 દિવસ પહેલા જ મોટી ભેટ મળી છે. રાજનીતિમાં ઝિયાનો પ્રવેશ બળવા દ્વારા જ થયો હતો. 1981 માં, તેમના પતિ અને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ ઝિયા ઉર રહેમાનની બાંગ્લાદેશમાં અગાઉ થયેલા બળવામાં હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ ખાલિદા ઝિયાએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેણે ઝિયા ઉર રહેમાનની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના નેતા તરીકે રાજકીય સંઘર્ષ કરવાનું ચાલુ રાખ્યું અને અંતે 10 વર્ષ પછી તેઓ બાંગ્લાદેશની પ્રથમ મહિલા વડાપ્રધાન બની હતી.

જ્યારે, બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના આંદોલનને કારણે ફરી એકવાર તખ્તાપલટ થયો છે, આવી સ્થિતિમાં સવાલ એ ઉઠે છે કે શું આ તખ્તાપલટ ખાલિદા ઝિયાની રાજનીતિ માટે મોટો યુ-ટર્ન સાબિત થશે ? શું આ બળવા પછી ખાલિદા ઝિયા રાજકારણમાં વાપસી કરી શકશે ખરી ?

ખાલિદાની મુક્તિ મોટા પરિવર્તનની નિશાની?

ખાલિદા ઝિયાની મુક્તિ બાંગ્લાદેશની રાજનીતિમાં મોટા પરિવર્તનનો સંકેત આપી રહ્યો છે. શેખ હસીનાની સત્તા પરથી વિદાય સાથે, ઝિયાની મુક્તિ મળવાની ઘટનાથી, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કદાચ તેમનો સમય ફરી એકવાર બદલાઈ જશે. ખાલિદા ઝિયા બાંગ્લાદેશની પ્રથમ મહિલા વડાપ્રધાન રહી છે, તેમણે લગભગ 10 વર્ષ સુધી બાંગ્લાદેશમાં સરકાર ચલાવી છે. 2009માં શેખ હસીના સત્તામાં પાછા ફર્યા પછી, તેઓ રાજકીય રીતે હાંસિયામાં ધકેલાઈ ગયા હતા.

જો કે, છેલ્લા કેટલાક કલાકોમાં ઘણુબધું બદલાઈ ગયું છે. ખાલિદા ઝિયાના કટ્ટર રાજકીય હરીફ એવા શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડી દીધું છે, તેના પુત્રએ તો એવો દાવો પણ કર્યો છે કે તે આ બળવાથી એટલો દુ:ખી છે કે તે ક્યારેય રાજકારણમાં પાછા નહીં આવે, પરંતુ શું શેખ હસીનાની ગેરહાજરી ખરેખર ખાલિદા ઝિયા માટે તક છે ખરી ? શું બાંગ્લાદેશના રાજકારણમાં ફરી એકવાર ખાલિદા ઝિયાનો નવો અધ્યાય શરૂ થશે ? આ તમામ પ્રશ્નોના જવાબ આગામી દિવસોમાં કે વર્ષોમાં બાંગ્લાદેશમાં ફરીથી સામાન્ય ચૂંટણીઓ યોજાશે ત્યારે મળી જશે.

કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video
દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video
ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર
ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર
g clip-path="url(#clip0_868_265)">