IndiGo Flight : ચાલુ ફ્લાઇટમાં દારૂડિયાઓના નાટક નથી અટકી રહ્યા ! હવે દારૂના નશામાં ધૂત પેસેન્જર ઈમરજન્સી દરવાજો ખોલવા જતા ઝડપાયો
ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફ્લાઈટ નંબર 6E 308 દિલ્હીથી બેંગ્લોર જઈ રહી હતી. જેમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે નશાની હાલતમાં ઇમરજન્સી દરવાજાનો ખોલવાનો પ્રયાસ કર્યો હતો.

વારંવાર હવાઈ મુસાફરી દરમિયાન મુસાફરો દ્વારા ગેરકાયદેસર વર્તનની ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાંજ ઈન્ડિગો એરક્રાફ્ટમાં બનેલી ઘટના કે જે દિલ્હીથી બેંગ્લોર જઈ રહ્યું હતું. મળતી માહિતી અનુસાર, નશાની હાલતમાં એક 40 વર્ષીય પેસેન્જરે ફ્લાઈટના ઈમરજન્સી ડોરનો ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
નશાની હાલતમાં મુસાફરે ઇમરજન્સી દરવાજો ખોલવાનો કર્યો પ્રયાસ
ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ફ્લાઈટ નંબર 6E 308 દિલ્હીથી બેંગ્લોર જઈ રહી હતી. અને તેમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે નશાની હાલતમાં ઇમરજન્સી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. મહત્વનું છ કે, આ ઘટનામાં ક્રૂ મેમ્બરોની સજગતાને કારણે મોટી દુર્ઘટના ટળી છે
A 40-year-old passenger onboard Delhi-Bengaluru IndiGo flight tried to open the emergency door flap of the aircraft in an inebriated state. Incident took place at around 7.56 am yesterday. Passenger was handed over to CISF in Bengaluru. pic.twitter.com/ZhX8HLGIaQ
— ANI (@ANI) April 7, 2023
મુસાફરને CISFને સોંપવામાં આવ્યો
પેસેન્જરની આ હરકત પર ફ્લાઈટના ક્રૂ મેમ્બરે કેપ્ટનને એલર્ટ કર્યો આ પછી, ફ્લાઈટ બેંગલુરુમાં સુરક્ષિત રીતે ઉતર્યા પછી, આરોપીને સીઆઈએસએફને સોંપવામાં આવ્યો. જ્યાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યો હતો.
પ્લેનમાં આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી હતી
છેલ્લા કેટલાક મહિનામાં હવાઈ મુસાફરી દરમિયાન મુસાફરો સાથે અભદ્ર વર્તનની ઘણી ઘટનાઓ સામે આવી છે. આ મામલામાં એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ પણ કાર્યવાહી કરી છે, પરંતુ તેમ છતાં આ ઘટનાઓ અટકી નથી. મોટી વાત એ છે કે આમાં અન્ય મુસાફરોનો જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યો છે.
આ પણ વાંચો : F-35 Fighter Jet: 2000kmની ઝડપ, દુશ્મનનું રડાર પણ નિષ્ફળ, હવે ભારતમાં બનશે સ્ટીલ્થ ફાઈટર જેટ
30 દિવસના પ્રવાસ પર લગાવ્યો હતો પ્રતિબંધ
અગાઉ પણ આવી કેટલીક ઘટનાઓ બની ચુકી છે જેમાં 19 જાન્યુઆરીએ એર ઈન્ડિયાએ પેશાબ કૌભાંડના આરોપી શંકર મિશ્રાને ચાર મહિના માટે એરલાઈનમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પહેલા એરલાઈને 30 દિવસનો પ્રવાસ પ્રતિબંધ લગાવ્યો હતો. મહત્વનું છે કે , યુરિન કૌભાંડ બાદ આરોપી શંકર મિશ્રાની ધરપકડ કરવામાં આવી હતી. એક મહિલા સહ-યાત્રી પર પેશાબ કરવાની ઘટનાને ધ્યાનમાં રાખીને એરલાઈન પર 30 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. આ સાથે તે વિમાનના મુખ્ય પાયલટ (પાયલોટ ઇન કમાન્ડ)નું લાયસન્સ પણ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…