F-35 Fighter Jet: 2000kmની ઝડપ, દુશ્મનનું રડાર પણ નિષ્ફળ, હવે ભારતમાં બનશે સ્ટીલ્થ ફાઈટર જેટ
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને એરોસ્પેસ ડિફેન્સ એજન્સી (ADA) એ સ્ટીલ્થ ફાઈટર જેટ એમકાની કિંમત, ડિઝાઈનિંગ અને સ્વદેશી રીતે ઉત્પાદન કરવાનું શરૂ કર્યું છે.
ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થવાનો છે. ભારતની પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઈટર જેટને વિકસિત કરવા માટે લાંબા સમયથી પેન્ડિંગ પ્રોજેક્ટ સાથે આગળ વધવાનું વિચારી રહ્યા છીએ. સ્ટીલ્થ ફાઈટર જેટ આ વર્ષે ફેબ્રુઆરીમાં આયોજિત એરો ઈન્ડિયા શોમાં જોવા મળ્યા હતા. મોટી વાત એ છે કે F-35A જેટ ભારતના પાડોશી દેશ ચીન, યૂક્રેન સામે લડી રહેલા રશિયા અને દુનિયાના સૌથી તાકાતવર દેશ અમેરિકાની પાસે જ છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સૂત્રોના હવાલાથી કહ્યું કે સ્ટીલ્થ ફાઈટર જેટ પ્રોજેક્ટનો મામલો ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ને મોકલવામાં આવશે. આ પ્રોજેક્ટ પર લગભગ 15 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે.
પ્રોજેક્ટને ટૂંક સમયમાં લીલી ઝંડી મળી જશે
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને એરોસ્પેસ ડિફેન્સ એજન્સી (ADA) એ સ્ટીલ્થ ફાઈટર જેટ એમકાની કિંમત, ડિઝાઈનિંગ અને સ્વદેશી રીતે ઉત્પાદન કરવાનું શરૂ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ આ પ્રોજેક્ટને ફાઈનલ કરવામાં આવશે.
F-35A જેટ BVR મિસાઈલ તેમજ ક્લોઝ કોમ્બેટ ફાઈટથી સજ્જ હશે. સ્ટીલ્થ એર ફ્રેમ, સેન્સર ડેટા ફ્યુઝન, નેટસેન્ટ્રીક વોરફેર અને એડવાન્સ ઈન્ટીગ્રેટેડ સેન્સર સ્યુટ આ જેટને શક્તિશાળી બનાવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રથમ એમસીએ પ્રોટોટાઈપ કેબિનેટ સમિતિની મંજૂરી મળ્યાના લગભગ ચાર વર્ષ પછી શરૂ થશે.
હવે જાણી લો સ્ટેલ્થ ફાઈટર જેટ કોને કહેવાય
એવું કહેવાય છે કે સ્ટીલ્થ ફાઈટર જેટ ગુપ્ત હોય છે. મતલબ કે આ ફાઈટર જેટ રડાર હેઠળ આવતા નથી. તેઓને એવી રીતે ચિત્રિત કરવામાં આવ્યા છે કે તેઓ દુશ્મનના રડારમાંથી શોધ્યા વિના છટકી શકે છે. આ જેટ્સની બોડી એક ખાસ પ્રકારની સામગ્રીથી બનેલી છે. લોકહીડ માર્ટિન કંપની આ જેટ્સ અમેરિકામાં બનાવે છે.
F-35 સ્ટીલ્થ ફાઈટર જેટની વિશેષતાઓ
- 2 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે.
- વર્ટિકલ ટેક ઓફ, લેન્ડિંગ માટે સક્ષમ
- કોઈ રડાર તેને પકડી શકતું નથી
- કોઈપણ હવામાનમાં ઉડી શકે છે
- જમીન-હવામાં લક્ષ્યોને નષ્ટ કરવામાં સક્ષમ
- 910 કિલોના 6 બોમ્બ સાથે ઉડી શકે છે.
F-35 જેટ સિવાય અન્ય કયા જેટ સ્ટેલ્થ ફાઈટર જેટ છે?
- F 22 Reptar – અમેરિકા
- F-35 લાઈટનિંગ – અમેરિકા
- સુખોઈ-57- રશિયા
- J-20- ચીન
- ચેંગડુ-20- ચીન
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…
