WITT: ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિપક્ષી નેતા જોડી મેકકેએ વડાપ્રધાન મોદી અને ભારત સરકારના કર્યા વખાણ કરતા કહ્યું ‘ભારત વ્યવસાય માટે શ્રેષ્ઠ સ્થળ’
મૅકે સેન્ટર ફોર ઑસ્ટ્રેલિયા-ઈન્ડિયા રિલેશન્સ (CAIR) ના સલાહકાર બોર્ડના સભ્ય પણ છે,મેકે ભારતીય ઇમિગ્રન્ટ્સના સમર્થન માટે જાણીતા છે. તેણી ભારતીય વસ્ત્રોની સાડી પ્રત્યેના પ્રેમ માટે જાણીતી છે. ઓસ્ટ્રેલિયાની સંસદમાં છ ગજની સાડી પહેરનાર તે પ્રથમ મહિલા હતી.
દેશનું સૌથી મોટું ન્યૂઝ નેટવર્ક ટીવી 9 ફરી એકવાર તેની વાર્ષિક ઈવેન્ટ ‘વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે’ લઈને આવ્યું હતુ. ‘વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે’ જેવા પ્લેટફોર્મ પર, વિશ્વભરના દિગ્ગજો માત્ર રાજકારણ પર જ નહીં પરંતુ સિનેમા, રમતગમત અને અર્થતંત્ર સહિતના ઘણા મહત્વપૂર્ણ વિષયો પર પણ તેમના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. તેમણે ભારતની પ્રગતિને લઈને પોતાનો પરિપ્રેક્ષ્ય પણ રજૂ કર્યા છે.
ગ્લોબલ સમિટ 25 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી અને તેમાં પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, મલ્લિકાર્જુન ખડગે અને અરવિંદ કેજરીવાલ જેવા ઘણા વરિષ્ઠ નેતાઓઓ હાજર રહ્યા હતા. તેમજ દેશ વિદેશના દિગ્ગજો પણ સામેલ થયા હતા.
“You can’t choose India just because China isn’t working, you actually have to choose India because India is the best place for your business,” says #JodiMcKay, Director, Australia-India Business Council and former Opposition Leader, Government of Australia in conversation with… pic.twitter.com/ONjftYZpmD
— News9 (@News9Tweets) February 26, 2024
વિપક્ષી નેતા જોડી મેકકે તેમના વિચારો રજૂ કર્યા
ઓસ્ટ્રેલિયા-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના ડિરેક્ટર અને ઓસ્ટ્રેલિયન સરકારના ભૂતપૂર્વ વિપક્ષી નેતા જોડી મેકકે તેમના વિચારો રજૂ કર્યા હતા.આ સત્રમાં ઓસ્ટ્રેલિયાની જોડી મેકકે પણ ભાગ લીધો હતો. જોડી મેકે ઓસ્ટ્રેલિયા-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (AIBC) ના ડિરેક્ટર છે, જે બંને દેશો માટે રોકાણ અને વ્યાપાર પરિણામોને આગળ વધારવા માટે રચવામાં આવી છે. તે બંને દેશોની સરકારો અને વ્યવસાયો સાથે પણ નજીકથી સંકળાયેલી છે, 15 વર્ષ સુધી ઓસ્ટ્રેલિયન સંસદના સભ્ય હતા. તેમણે કેબિનેટ મંત્રી અને વિપક્ષી નેતા તરીકે કામ કર્યું છે.
વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે ઈવેન્ટમાં હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે, તમારે ખરેખર ભારતને પસંદ કરવું પડશે કારણ કે ભારત તમારા વ્યવસાય માટે શ્રેષ્ઠ સ્થળ છે, તેમજ જોડીએ ભારતના વખાણ પણ કર્યા હતા.
આ પણ વાંચો : What India Thinks Today : ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની એબોટે મોદી સરકારના એજન્ડાની વાત કરી