એક સમયે ખ્રિસ્તી બહુમતી ધરાવતો દેશ લેબનોન કેવી રીતે બન્યો મુસ્લિમ દેશ ?

ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સૌથી વધુ અસર લેબનોનમાં રહેતા સામાન્ય લોકોને થઈ રહી છે. આ દેશ એક સમયે સમૃદ્ધિ અને વિવિધતાનો પર્યાય હતો, પરંતુ હવે તે ધાર્મિક સંઘર્ષના જાળામાં ફસાઈ ગયો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, લેબનોન કેવી રીતે એક ખ્રિસ્તી દેશમાંથી મુસ્લિમ દેશ બન્યો.

એક સમયે ખ્રિસ્તી બહુમતી ધરાવતો દેશ લેબનોન કેવી રીતે બન્યો મુસ્લિમ દેશ ?
Lebanon
Follow Us:
| Updated on: Oct 01, 2024 | 7:20 PM

હિઝબુલ્લા સહિત ઘણા ઉગ્રવાદી જૂથોનો ગઢ લેબનોન થોડા દાયકાઓ પહેલા એક ખ્રિસ્તી દેશ હતો. આ બહુ જૂની વાત નથી. ત્યાંની સંસદમાં પણ લગભગ 60 ટકા બેઠકો ખ્રિસ્તી નેતાઓ માટે આરક્ષિત હતી. પછી અહીં કેટલાક એવા ફેરફારો થયા કે આ દેશ મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ બની ગયો. અત્યારે લેબનોન ઇસ્લામિક દેશ છે.

લેબનોનમાં તાજેતરના ઇઝરાયેલ હુમલામાં હિઝબુલ્લાહ કમાન્ડર નસરાલ્લાહ સહિત ઘણા મોટા નેતાઓ માર્યા ગયા હતા. ત્યારથી સમગ્ર દેશમાં તબાહી મચી ગઈ છે. ઉગ્રવાદી ઈસ્લામિક સંગઠનોનું વતન બની ગયેલું લેબનોન તેના કટ્ટરવાદ અને યહૂદી-ખ્રિસ્તીઓ પ્રત્યે નફરત માટે જાણીતું છે. પરંતુ લગભગ પચાસ વર્ષ પહેલાં આ દેશ પોતે ખ્રિસ્તી બહુમતી ધરાવતો હતો, જ્યાં મુસ્લિમ વસ્તી 30 ટકાથી ઓછી હતી.

છેલ્લા 40 વર્ષથી ઈરાનના ઈશારે કામ કરી રહેલું હિઝબુલ્લાહ સમયાંતરે ઈઝરાયલ વિરુદ્ધ કાર્યવાહી કરતું રહે છે. ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સૌથી વધુ અસર લેબનોનમાં રહેતા સામાન્ય લોકોને થઈ રહી છે. પહેલા પેજર પછી વોકી-ટોકી અને હવે ઈઝરાયેલના હવાઈ હુમલામાં લોકો જીવ ગુમાવી રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે ગૃહયુદ્ધ દરમિયાન ઇઝરાયલે લેબનોનના લોકોને મદદ કરી હતી. એવું પણ કહેવાય છે કે ઇઝરાયેલ અહીંના ખ્રિસ્તીઓને મદદ કરીને મુસ્લિમો અને ખાસ કરીને પેલેસ્ટાઇન શરણાર્થીઓને નિશાન બનાવવા માંગતું હતું.

પાકિસ્તાનના 'મિની ઈન્ડિયા'માં ઉજવાઈ નવરાત્રી, કરાચીથી સામે આવ્યો Video
સુરતની યશ્વી નવરાત્રીમાં કિંજલ દવેએ મચાવી ધૂમ, જુઓ Video
મુંબઈની નવરાત્રીમાં અમદાવાદની દીકરી ઐશ્વર્યા મજમુદારે મચાવી ધૂમ, જુઓ Video
સચિન તેંડુલકર બન્યો કેપ્ટન, ચાહકોને 24 વર્ષ જૂના દિવસોની આવશે યાદ
પતિના મૃત્યુ બાદ પણ રેખા કેમ સિંદૂર લગાવે છે? જાતે જણાવ્યું કારણ
Blood Sugar કંટ્રોલમાં લાવવા માટે આ રીતે કરો તુલસીનો ઉપયોગ

એક સમયે લેબનોનમાં ખ્રિસ્તીઓની બહુમતી હતી, પરંતુ ધીરે ધીરે મુસ્લિમોએ દેશ પર કબજો કર્યો અને મુસ્લીમ દેશ બની ગયો. ત્યારે લેબનોન કેવી રીતે એક ખ્રિસ્તી દેશમાંથી મુસ્લિમ દેશ બન્યો ? તે અંગે આ લેખમાં વિસ્તારથી જાણીશું.

એક સમયે ખ્રિસ્તીઓની બહુમતી હતી

જો આપણે લેબનોનના ઈતિહાસ પર નજર કરીએ તો આપણને જાણવા મળે છે કે સત્તા પર ક્યા ધર્મનું પ્રભુત્વ હોવું જોઈએ જે અંગે છેલ્લા 100 વર્ષથી સંઘર્ષ ચાલી રહ્યો છે. વર્ષ 1920માં લેબનોનમાં લગભગ 70થી 75 ટકા વસ્તી ખ્રિસ્તીઓની હતી. લેબનોનમાં 1932ની વસ્તી ગણતરીમાં 7.85 લાખ નાગરિકો હતા, જેમાંથી 55 ટકા ખ્રિસ્તી અને 45 ટકા મુસ્લિમ હતા. પરંતુ 1943માં ફ્રાન્સથી આઝાદી મળ્યા બાદ વસ્તીનું માળખું બદલાવા લાગ્યું. પેલેસ્ટાઈન અને સીરિયાથી મોટી સંખ્યામાં શરણાર્થીઓ દેશમાં આવવા લાગ્યા.

વર્ષ 1970 સુધી પણ સમગ્ર મધ્ય પૂર્વમાં લેબનોન એકમાત્ર એવો દેશ હતો જે બિન-મુસ્લિમ હતો, જ્યારે ઈઝરાયેલ યહૂદી બહુમતી ધરાવતા હતા. તેની રાજધાની બેરૂતને પૂર્વનું પેરિસ કહેવામાં આવતું હતું. આફ્રિકા, એશિયા અને યુરોપ અહીંથી વેપાર માટે જોડાયેલા હોવાથી આર્થિક દૃષ્ટિકોણથી પણ તે ખૂબ જ મહત્વપૂર્ણ હતું. વિવિધ પ્રકારના વેપારીઓ અહીં આવતા હતા અને કોઈપણ સંકોચ વિના તેમના ધર્મનું પાલન કરતા હતા.

લેબનોનમાં રાજકીય વ્યવસ્થા પણ ધર્મ પર આધારિત હતી

મુખ્ય હોદ્દા ધરાવતા લગભગ 60 ટકા લોકો ખ્રિસ્તી ધર્મના હતા. આને લઈને મુસ્લિમ વસ્તીમાં અસંતોષ વધવા લાગ્યો. તેઓને સમાન હિસ્સો જોઈતો હતો. 20મી સદીની શરૂઆતમાં અહીં ધાર્મિક સમીકરણો બદલાવા લાગ્યા. તેની પાછળ અનેક ઘટનાઓએ ભૂમિકા ભજવી હતી. સૌ પ્રથમ લેબનોન સિવિલ વોરની વાત કરીએ. આ યુદ્ધમાં ખ્રિસ્તીઓ અને મુસ્લિમો સામસામે હતા, જે મધ્ય પૂર્વના સૌથી લોહિયાળ સંઘર્ષો પૈકીનું એક હતું. સિત્તેરથી નેવુંના દાયકા સુધી ચાલેલા યુદ્ધમાં ધર્મો સાથે સંકળાયેલા રાજકીય જૂથો પણ કૂદી પડ્યા.

જો કે આ ગૃહ યુદ્ધ હતું, પરંતુ પડોશી દેશો પણ તેમાં કૂદી પડ્યા હતા. જેમ સીરિયા અને ઈરાક મુસ્લિમ જૂથો સાથે હતા તેમ ઈઝરાયેલ ખ્રિસ્તી જૂથોના સમર્થનમાં હતું. આ દરમિયાન હિઝબોલ્લાહ, અલ-અમાલ અને મુસ્લિમ સમાજવાદી પક્ષ જેવા ઘણા ઉગ્રવાદી જૂથો રચાયા હતા.

દેશના ઘણા ધાર્મિક અને રાજકીય જૂથો વચ્ચે નેવુંના દાયકાની શરૂઆતમાં એક કરાર થયો હતો. જે અંતર્ગત બંનેને દેશની સત્તામાં સમાન હિસ્સો મળ્યો. આ કરાર મુજબ રાષ્ટ્રપતિનું પદ ખ્રિસ્તીઓ માટે જ્યારે વડાપ્રધાનનું પદ હંમેશા સુન્ની મુસ્લિમો માટે અને સ્પીકરનું પદ શિયા મુસ્લિમ માટે આરક્ષિત રાખવાની સમજૂતી હતી. બેઠકોની વહેંચણી પણ ધાર્મિક આધાર પર કરવામાં આવી હતી. જો કે, 1958માં મુસ્લિમ સુન્ની સમુદાય અને અમુક અંશે શિયા સમુદાયે પણ વધુ રાજકીય શક્તિનો દાવો કરવાનું શરૂ કર્યું.

લેબનોનનું ધાર્મિક માળખું બદલાયું

ધીરે ધીરે લેબનોનનું ધાર્મિક માળખું સંપૂર્ણપણે બદલાઈ ગયું. ગૃહ યુદ્ધ વચ્ચે ઘણા ખ્રિસ્તીઓ લેબનોન છોડીને પશ્ચિમી દેશોમાં સ્થળાંતરિત થવા લાગ્યા. પછીના વર્ષોમાં પણ આ સ્થળાંતર ચાલુ રહ્યું. યુદ્ધના અંત પછી પેલેસ્ટાઇન સિવાય સીરિયા અને જોર્ડનથી પણ મુસ્લિમ શરણાર્થીઓ લેબેનોનમાં આવીને સ્થાયી થવા લાગ્યા. અહીંની રાજકીય વ્યવસ્થા તેમને આમાં મદદ કરતી રહી. આ રીતે દેશની ધાર્મિક વૃત્તિ ઝડપથી બદલાઈ ગઈ. હવે મુસ્લિમોની વધુ વસ્તીને કારણે ત્યાંની રાજકીય સત્તા પણ મુસ્લિમ નેતાઓના હાથમાં છે.

સત્તામાં સર્વોપરિતા માટે દેશમાં 1975 થી 1990 સુધી ગૃહયુદ્ધ ચાલ્યું, આ ગૃહયુદ્ધે લેબનોનને સંપૂર્ણપણે બદલી નાખ્યું. ખ્રિસ્તી અને મુસ્લિમ સર્વોચ્ચતા પરના આ ગૃહ યુદ્ધમાં એક લાખ ખ્રિસ્તીઓ માર્યા ગયા હતા અને લગભગ 10 લાખ ખ્રિસ્તીઓ દેશ છોડીને ભાગી ગયા હતા. જ્યારે દેશમાં ગૃહયુદ્ધ શરૂ થયું ત્યારે ત્યાં 50 ટકા ખ્રિસ્તીઓ અને લગભગ 37 ટકા મુસ્લિમો હતા, ગૃહ યુદ્ધના અંત પછી 47 ટકા ખ્રિસ્તીઓ અને 53 ટકા મુસ્લિમો હતા. હાલમાં લેબનોનમાં ખ્રિસ્તીઓની સંખ્યા લગભગ 30 ટકા છે. જ્યારે મુસ્લિમોની સંખ્યા 70 ટકાની આસપાસ છે.

વર્ષ 1943માં આઝાદી મળી

લેબનોન સત્તાવાર રીતે લેબનોન પ્રજાસત્તાક તરીકે ઓળખાય છે, તે ભૂમધ્ય સમુદ્રના પૂર્વ કિનારે પશ્ચિમ એશિયામાં સ્થિત છે. સીરિયા તેના ઉત્તર-પૂર્વમાં છે અને ઇઝરાયેલ દક્ષિણમાં છે. તે ભૂમધ્ય તટપ્રદેશ અને અરેબિયાના આંતરિક ભાગ વચ્ચે પુલનું કામ કરે છે, જેનો ખૂબ જ સમૃદ્ધ ઇતિહાસ છે. ઈતિહાસકારો માને છે કે લેબનોન ખરેખર 2500 બીસીથી 539 બીસી સુધી ફોનિશિયનોની સંસ્કૃતિનો ભાગ હતું. પછી પર્સિયન, રોમન, ગ્રીક, આરબો અને ઓટ્ટોમન તુર્કોએ તેના પર કબજો કર્યો અને અંતે ફ્રાન્સે તેના પર શાસન કર્યું. લેબનોનને વર્ષ 1943માં ફ્રાન્સથી આઝાદી મળી હતી.

સમૃદ્ધિથી અશાંતિ સુધી

લેબનોનની કહાની એક જટિલ અને લાંબી સફર દર્શાવે છે, જ્યાં દેશ એક સમયે સમૃદ્ધિ અને વિવિધતાનો પર્યાય હતો, પરંતુ હવે તે ધાર્મિક સંઘર્ષના જાળામાં ફસાઈ ગયો છે. આ કહાની માત્ર લેબનોનની જ નથી, પરંતુ મધ્ય પૂર્વ માટે એક ચેતવણી પણ છે, કારણ કે અસ્થિરતા અને સંઘર્ષ સમૃદ્ધ રાષ્ટ્રને કેવી રીતે બરબાદ કરી શકે છે. આજનું લેબનોન જે એક સમયે સાંસ્કૃતિક અને આર્થિક વિકાસનું કેન્દ્ર હતું, તે હવે યુદ્ધ અને અશાંતિનું પ્રતીક બની ગયું છે.

દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ
દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ
મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા
મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા
બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત
બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત
ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ
ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ
હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video
હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
g clip-path="url(#clip0_868_265)">