AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI : ટીમ ઈન્ડિયામાં નોકરી કરવાની તક, જાણો ક્યાં અને કેવી રીતે અરજી કરશો

શું તમને ખબર છે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સમયાંતરે વિવિધ ભરતીઓ બહાર પાડે છે, ચાલો જાણીએ તમે આ ભરતી માટે ક્યાં અરજી કરી શકો છો.આ પદ માટે બીસીસીઆઈએ લાયકાત અને અનુભવના ધોરણો પણ જાહેર કર્યા છે,

BCCI  : ટીમ ઈન્ડિયામાં નોકરી કરવાની તક, જાણો ક્યાં અને કેવી રીતે અરજી કરશો
| Updated on: Apr 17, 2025 | 3:23 PM
Share

આપણા દેશમાં ક્રિકેટ માત્ર એક રમત નથી પરંતુ એક જનૂન છે. તેમજ ક્રિકેટનો ચાહક વર્ગ ખુબ મોટો છે. લાખો યુવાનો ક્રિકેટર બનવાનું સપનું જુએ છે પરંતુ શું તમે જાણો છો કે, ટીમ ઈન્ડિયા સાથે જોડાવવા માટે એક બીજી રીત પણ છે. જો તમે ફિટનેસ, ફિઝિયોથેરેપી કે સ્પોર્ટસ જેવી ફીલ્ડમાં એક્સપર્ટ છો તો તમારી પાસે ટીમ ઈન્ડિયામાં જોડાવવાની એક શાનદાર તક છે.

ક્રિકેટ ટીમમાં નોકરી કરવાની શાનદાર તક

હાલમાં મહિલા ક્રિકેટ ટીમમાં નોકરી કરવાની શાનદાર તક છે.કોચિંગ અને સપોર્ટ સ્ટાફના પદ માટે ભરતી બહાર પડી છે.આવી જ રીતે અન્ય પદ માટે પણ ભરતી બહાર પડતી હોય છે.તો ચાલો જાણીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે 2 મહત્વપૂર્ણ પદ માટે ભરતી બહાર પાડી છે. હેડ ફિઝિયોથેરેપિસ્ટ અને સ્ટ્રેન્થ એન્ડ કંડીશનિંગ કોચ. આ પદ માટે બીસીસીઆઈએ લાયકાત અને અનુભવના ધોરણો પણ જાહેર કર્યા છે, જેથી માત્ર લાયકાત ધરાવતા અને અનુભવી ઉમેદવારો જ અરજી કરી શકે.

હેડ ફિઝિયોથેરાપિસ્ટ માટે લાયકાત

  • સ્પોર્ટસ ફિઝિયોથેરાપિસ્ટ, મસ્કુલોસ્કેલેટલ ફિઝિયો,સ્પોર્ટસ
  • રિહેબિલિટેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન જરૂરી છે
  • 10 વર્ષનો અનુભવ
  • ટીમ અથવા ખેલાડી સાથે કામ કરવાનો અનુભવ કરો
  • ફિટનેસ રિકવરી માટેની જવાબદારી

સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચની જવાબદારીઓ

  • વોર્મઅપથી લઈ ટ્રેનિંગ સેશનનું પ્લાનિંગ
  • પર્સનલાઈઝ્ડ ફિટનેસ પ્રોગ્રામ તૈયાર કરવા
  • 7 વર્ષનો અનુભવ જરુરી
  • કોઈ પ્રોફેશનલ ખેલાડી અથવા ટીમ સાથે કામ કરવાનો અનુભવ જરૂરી છે

આ પદો માટે પસંદ કરાયેલા ઉમેદવારોને બેંગલુરુ સ્થિત BCCIની નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં કામ કરવાની તક મળશે. ખાસ વાત એ છે કે આ માત્ર નોકરી નહીં હોય, પરંતુ ખેલાડીઓની ફિટનેસ અને પ્રદર્શનને નવી ઉંચાઈઓ પર લઈ જવાની જવાબદારી પણ હશે.

IPL 2025 વચ્ચે ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયા પર મોટી કાર્યવાહી કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ બોર્ડે ગૌતમ ગંભીરન નજીકના અને ભારતીય ટીમના આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયરને બહાર કરી દીધા છે.ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા છતાં BCCIએ માત્ર 8 મહિનામાં અભિષેક નાયરને બહારનો રસ્તો દેખાડી દીધો છે.

ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ, જેને વુમન ઈન બ્લુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.ભારતીય મહિલા ક્રિકેટ ટીમના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">