Gujarati NewsInternational newsBlack hole tsunami picture of tsunami in space shared by nasa see the colorful waves emanating from the black hole
Black Hole Tsunami: નાસાએ શેર કરી અવકાશમાં આવેલી ‘સુનામી’ની તસવીર, જુઓ બ્લેક હોલમાંથી નીકળતી રંગબેરંગી તરંગો
નાસાના એસ્ટ્રોફિઝિસિસ્ટ્સે કમ્પ્યુટર સિમ્યુલેશન દ્વારા આ ઘટના જોઈ છે. આમાં ડીપ ગેસને વિશાળ બ્લેક હોલના ગુરુત્વાકર્ષણની અસરથી બહાર નીકળીને આવતો જોઈ શકાય છે.
Black Hole Tsunami Picture: અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ (NASA) બ્લેક હોલમાં આવેલી સુનામીની તસવીર શેર કરી છે. એજન્સીએ આ તસવીર તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. નાસાએ કહ્યું છે કે, એસ્ટ્રોફિઝિસિસ્ટ્સે કમ્પ્યુટર સિમ્યુલેશન દ્વારા આ ઘટના જોઈ છે. આમાં ડીપ ગેસને વિશાળ બ્લેક હોલના ગુરુત્વાકર્ષણની અસરથી બહાર નીકળીને આવતો જોઈ શકાય છે. આ ગેસ નીકળતાની સાથે જ તે વાયુઓ સુનામી જેવો આકાર બનાવી રહિ છે.
નાસાએ અહેવાલ આપ્યો છે કે, જ્યારે એક વિશાળ સુપરમેસીવ બ્લેક હોલ પોતાની આસપાસના પદાર્થો પર તેની પકડ ગુમાવે છે ત્યારે તે ફરતી ડિસ્કનું ઠંડા વાયુમંડળમાં તરંગો બનાવવાનું શરૂ કરે છે. જે દરિયાની સપાટી જેવું જ છે (Tsunami in Space). જ્યારે આ તરંગો સૂર્ય કરતા દસ ગણા વધારે ગરમ પવન સાથે ટકરાતા હોય છે, ત્યારે તે સ્પાઈરલ વોર્ટિક્સ જેવા આકારનું નિર્માણ કરે છે. જે ડિસ્કથી 10 હજાર પ્રકાશ વર્ષના અંતર સુધી જઈ શકે છે. તે જ સમયે, આ ચિત્રમાં ધૂળ અને આસપાસના ગેસથી ઢંકાયેલ એક સુપરમાસીવ બ્લેક હોલ દેખાય રહ્યો છે.
બ્લેક હોલની આજુબાજુની ડિસ્કમાંથી નીકળતી ઉચ્ચ ઉર્જા (energy) તરંગોના ગેસ સાથે પરસ્પર પ્રક્રિયા કરે છે અને બે અસામાન્ય વસ્તુઓ બને છે. જેમાં સુનામી (વાદળી રંગના તરંગો) અને કાર્મેન વોર્ટેક્સ સ્ટ્રીટ (નારંગી રંગના તરંગો). નાસાના જણાવ્યા મુજબ, આ સંદર્ભમાં સ્પષ્ટ પુરાવા ભવિષ્યના મિશનમાં બહાર આવશે પરંતુ ત્યાં સુધી સંશોધનકારો તેમના મોડેલોમાં સુધારો કરવાનું ચાલુ રાખશે અને ઉપલબ્ધ ડેટાનું (Gases Escape Supermassive Black Hole) સાથે તેની તુલના કરશે. ત્યાં સુધી, ફક્ત હાલની માહિતીનો અભ્યાસ કરવામાં આવશે.