શું તમે જાણો છો કે પાલક-પનીરનું સેવન તમારા માટે હિતાવહ છે કે નહીં?
લોકોના મતે પાલક-પનીરના કોમ્બિનેશનને ટેસ્ટી અને હેલ્ધી ગણવામાં આવે છે. નિષ્ણાતોના મતે પાલકમાં આર્યન અને પનીરની ભરપૂર માત્રામા કેલ્શિયમ જેવા પોષક તત્વો જોવા મળે છે, જેથી પાલક-પનીરનું સેવન શરીર માટે લાભદાયક છે.
ભારતમાં દરેક રાજ્યની અલગ-અલગ પરંપરાગત વાનગીઓ બનાવવામાં આવે છે. જેમાં અમુક વાનગીમાં અલગ-અલગ વસ્તુના કોમ્બિનેશન કરીને નવી વાનગી બનાવવામાંં આવે છે. ઉત્તર ભારતના રાજ્યોમાં પનીરનો ઉપયોગ વધુ કરવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં ચોખાની વાનગીઓ વધુ ખાવાનું પસંદ કરે છે. જેમાં કેટલાક કોમ્બિનેશનની વાનગીઓ લોકોમા પ્રિય છે. જેમાં પાલક પનીર, મટર પનીર, મિક્સ વેજ જેવી વાનગીઓનો સમાવેશ થાય છે. લોકોને સૌથી વધુ પાલક અને પનીરના કોમ્બિનેશન વાળી વાનગીઓ પસંદ આવે છે. લોકોના દ્રષ્ટીકોણ અનુસાર પાલક પનીર એક હેલ્ધી વાનગી છે. પરંતુ આયુર્વેદ અને પોષણતત્વશાસ્ત્રી અનુસાર પાલક-પનીર ખાવાથી શરીરને નુકસાન થઈ શકે છે. કઈ વાનગીઓના હેલ્ધીની સાથે ટેસ્ટી છે તે જાણવા માટે આ આલેખને વધુ વાંચો.
લોકોને શા માટે પાલક-પનીર પસંદ આવે છે
ઉત્તરભારતની સાથે સાથે હવે દેશના અન્ય રાજ્યોમાં પણ સારા પ્રસંગે કે જમણવારમાં પાલક-પનીર જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. લોકોના મતે પાલક-પનીરનું કોમ્બિનેશનને ટેસ્ટી અને હેલ્ધી ગણવામાં આવે છે. નિષ્ણાતોના મતે પાલકમાં આર્યન અને પનીરની ભરપૂર માત્રામાં કૈલ્શિયમ જેવા પોષક તત્વો જોવા મળે છે, જેથી પાલક-પનીરનું સેવન શરીર માટે લાભદાયક છે.
શા માટે પાલક-પનીરનું સેવન કરવુ હાનિકારક છે
ભારતની જાણીતી પોષણશાસ્ત્રી નમામિ અગ્રવાલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી, જેમાં તેને પાલક – પનીર ન ખાવા માટેની સલાહ આપી હતી. તેમના અનુસાર પાલકમાં આર્યન અને પનીરમાં કેલ્શિયમ હોવાથી કેલ્શિયમ સરળતાથી આર્યનને શોષી લે છે માટે બંન્ને એક સાથે ન ખાવુ જોઈએ. નમામિએ કહ્યું કે પાલક – પનીરની જગ્યા પર તમે પાલક -કોન, પાલકના પરોઠા, પાલક મગની દાળ, પાલક- બટાકા જેવી વાનગીઓ તમે બનાવી શકો છો, જો તમને ડાયાબિટીસથી પીડિત છો તો તમે પાલક સાથે બટાકાની જગ્યાએ શકરીયાનો ઉપયોગ કરી શકો છો.
(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)