Breaking News : હરણી બોટકાંડમાં વધુ બે આરોપીઓની ધરપકડ, અત્યાર સુધી 17 આરોપી પોલીસ સકંજામાં
વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકના મોત થયા હતા. જેમાં વધુ બે આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયા છે.આરોપી દીપેન શાહ અને ધર્મીલ શાહની ધરપકડ કરવામાં આવી છે.
વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકના મોત થયા હતા. જેમાં વધુ બે આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયા છે.આરોપી દીપેન શાહ અને ધર્મીલ શાહની ધરપકડ કરવામાં આવી છે. જેઓ કોટિયા પ્રોજેકટમાં ભાગીદાર હતા. 6 ભાગેડુ પૈકી બે આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. જ્યારે હજી પણ 4 આરોપી પોલીસની પકડથી દૂર છે. બોટ દુર્ઘટનામાં કુલ 21 આરોપી માંથી 17 આરોપી પોલીસ સકંજામાં છે.
સ્ટેન્ડિંગ ચેરમેનના હાથ ખંખેરવાના પ્રયાસ કર્યો હતો
વડોદરાના હરણી બોટ દુર્ઘટના મામલે સ્ટેન્ડિંગ ચેરમેન શિતલ મિસ્ત્રીએ પોતાના હાથ ખંખેરવાના પ્રયાસ કર્યા હતો. તેમણે મીડિયા સમક્ષ નિવેદન આપ્યુ છે કે બોટનો કોન્ટ્રાક્ટ અમારી વખતે અપાયો જ નથી. અમારીથી પહેલાના લોકોએ કોન્ટ્રાક્ટ આપ્યો છે.
હરણી બોટ દુર્ઘટના મામલે સ્ટેન્ડિંગ ચેરમેને ઓછા ભાવમાં કોન્ટ્રાક્ટ આપવા મામલે ગોળ ગોળ જવાબ આપ્યા હતા અને આ મામલે કઇ સ્વીકારવાનું ટાળ્યુ હતુ. સ્ટેન્ડિંગ ચેરમેન શિતલ મિસ્ત્રીએ બોટનો કોન્ટ્રાક્ટ તેમના કાર્યકાળ દરમિયાન ન અપાયો હોવાનું જણાવ્યુ હતુ, સાથે જ તપાસ ચાલી રહી હોવાનું રટણ ચાલુ રાખ્યુ હતુ.
વાલી એસોસિએશન મંડળે શિક્ષણ પ્રધાનને રજૂઆત કરી
વડોદરા હરણી દુર્ઘટના મામલે વાલી એસોસિએશન મંડળે શિક્ષણ પ્રધાનને રજૂઆત કરી છે. બોટ દુર્ઘટનાના 20 દિવસ બાદ પણ શાળા સંચાલકો અને VMCના અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી. ત્યારે દુર્ઘટનાના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા ગાંધીનગર ખાતે રજૂઆત કરી છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..