Surat Policeએ કરેલા આ કામ વિશે જાણી તમે કરશો સલામ, ભાવુક દ્રશ્ય જોવા મળ્યા, વાંચો વિગતવાર અહેવાલ

Sura : સુરત શહેરના તમામ પોલીસ મથકોની 'She Team' નું એક WhatsApp group બનાવાયું છે. જેનું સુપર વિઝન ક્રાઇમ બ્રાન્ચનાં ડી.સી.પી. રૂપલ સોલંકી(Rupal Solanki - DCP Crime Branch,Surat) કરે છે. ગત માર્ચ મહિનામાં સોલંકીએ આ ગૃપમાં મેસેજ કરેલ હતો કે “તમારા પો.સ્ટે. વિસ્તારમા જન્મજાત બહેરા મુંગા હોય તેવા પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકો કે જેમના મા- બાપઆર્થિક રીતે સંપન્ન ન હોય તેવા પરિવાર શોધવા અને મને માહીતી મોકલી આપવી". આ મેસેજ રાંદેર શી ટીમના લોકરક્ષક દયાબેન બાબુભાઈએ વાંચ્યો હતો.

Surat Policeએ કરેલા આ કામ વિશે જાણી તમે કરશો સલામ, ભાવુક દ્રશ્ય જોવા મળ્યા, વાંચો વિગતવાર અહેવાલ
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Oct 25, 2023 | 7:20 AM

Sura : સુરત શહેરના તમામ પોલીસ મથકોની ‘She Team’ નું એક WhatsApp group બનાવાયું છે. જેનું સુપર વિઝન ક્રાઇમ બ્રાન્ચનાં ડી.સી.પી. રૂપલ સોલંકી(Rupal Solanki – DCP Crime Branch,Surat) કરે છે. ગત માર્ચ મહિનામાં સોલંકીએ આ ગૃપમાં મેસેજ કરેલ હતો કે “તમારા પો.સ્ટે. વિસ્તારમા જન્મજાત બહેરા મુંગા હોય તેવા પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકો કે જેમના મા- બાપઆર્થિક રીતે સંપન્ન ન હોય તેવા પરિવાર શોધવા અને મને માહીતી મોકલી આપવી”.

આ મેસેજ રાંદેર શી ટીમના લોકરક્ષક દયાબેન બાબુભાઈએ વાંચ્યો હતો. હોળી ધૂળેટીના બંદોબસ્તમાં તેણીએ ઝઘડીયા ચોકડીના સ્લમ વિસ્તારમાં આવા બાળક અંગે પુછપરછ શરૂ કરી હતી. જેમાં એક પરિવારની ભાળ મળતા દયાબેને તેની માહિતી ગ્રુપમાં શેર કરી હતી. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના વાગડ ગામના વતની કાનાભાઈ ભરવાડ તેમના પત્રી ગંગાબેન સાથે અહીં વસવાટ કરે છે. પશુપાલક કાનાભાઈ મહિને પંદરેક હજારની આસપાસ કમાણી કરે લે છે. તેમના બે બાળકો શ્રવણને શક્તિ ધરાવતા ન હોય તે ખુબજ કષ્ટદાયક પરિસ્થિતિમાં હોવાનો ઉલ્લેખ કરાયો હતો.

Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો
ઉંમર પ્રમાણે દરરોજ કેટલી બદામ ખાવી જોઈએ? જાણી લો
Phone Tips: ફોનમાં 1.5GB ડેટા પણ ચાલશે આખો દિવસ ! બસ કરી લો આ સેટિંગ
Kumbh Mela 2025 : કુંભના 5 અનોખા બાબા, જુઓ Photos
Vastu Tips: દીવો ઓલવાયા બાદ વાટને બહાર ન ફેંકો, આ રીતે કરો નાશ

માતા પિતાએ સારવારના પ્રયત કર્યા પણ એક બાળકના બે કાનની સારવાર માટે અંદાજે 18 લાખ જેટલો ખર્ચો થયો હોવાથી તેઓ હતાશ થઇ ગયા હતાં. લોકરક્ષક દયાબેનનાં આ મેસેજ બાદ ડીસીપી રૂપલ સોલંકીએ રાજવીર પાંચ વર્ષથી ઓછી ઉંમરનો હોય તેની સારવાર કરાવવાનું નક્કી કરાયું હતું. રૂપલ સોલંકીએ રાંદેરનાં પોલીસ ઈન્સપેક્ટર અતુલ સોનારાનો સંપર્ક કરી સમગ્ર પ્રયાસ સમજાવ્યો હતો. પીઆઇ સોનારા અને પીએસઆઇ બી.એસ પરમારે સુરત શહેરના સિટીલાઈટ વિસ્તારમાં આવેલ સુદીપહોસ્પિટલનો સંપર્ક કર્યોઅને સારવાર તથા ખર્ચની વિગતો મેળવેલ હતી. જેમાં એક કાનની સારવાર માટે નાનું એવું ઈઅર મશીન છ લાખ પચાસ હજાર, ઓપરેશન ફી દોઢ લાખ, બાળક દસેક દિવસ હોસ્પીટલમા દાખલ રહે તેના લાખેક રૂપિયા, સીટી સ્કેન બીજા રીપોર્ટ બધુ મળી દસેક લાખ રૂપિયા એક કાનની સારવાર માટે ખર્ચ થાય તેમ અંદાજ અપાયો હતો.

આ માહિતી મેળવ્યા બાદ ડીપીસી રૂપલ સોલંકીએ મુંબઈની “શ્રવ્ય’’ નામની એન.જી.ઓ.નો સંપર્ક કર્યો હતો જ્યાંથી સારો પ્રત્યત્તર મળ્યો હતો . રાજવીરના મસ્તકમા ઈમ્પ્લાન્ટેશનની જટીલ સર્જરી કરવામાં આવી હતી. ઓપરેશન સફળ રહ્યું અને રાજવીરને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો હતો. રાજવીરના સફળ ઓપરેશન બાદ તેને રજા આપવાની પ્રક્રીયા કરાઈ હતી. “પોલીસ સંભારણા દિવસ’’ના રોજ ચાર વર્ષના રાજવીરને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. પોલીસના પ્રયત્નોથી ઓપરેશન થયું અને રાજવીર સાંભળતો થતાં ભરવાડ પરિવારની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયા હતાં.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video
DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video
પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા
પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા
ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન
ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન
પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત
પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત
રાજકોટમાંથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, એકની ધરપકડ
રાજકોટમાંથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, એકની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">