Surat : ઉત્તરાયણમાં પેચ ભાઈ-બંધીમાં હોવા જોઈએ, કોઈનું ગળું કપાય તેવા શોખ ના હોવો જોઈએ : હર્ષ સંઘવી
ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ ખાતે યોજાયેલા જન્મ દિવસના સામાજિક કાર્યક્રમ દરમિયાન ઉતરાયણ પર્વને લઈ ચાઈનીઝ દોરા સામેની પોલીસની મુહીમ વિશે મહત્વનું નિવેદન આપ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બીજી એક ગુજરાત પોલીસની મહત્વની મુહીમ વિશે પણ માહિતી આપી હતી
ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ ખાતે યોજાયેલા જન્મ દિવસના સામાજિક કાર્યક્રમ દરમિયાન ઉતરાયણ પર્વને લઈ ચાઈનીઝ દોરા સામેની પોલીસની મુહીમ વિશે મહત્વનું નિવેદન આપ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બીજી એક ગુજરાત પોલીસની મહત્વની મુહીમ વિશે પણ માહિતી આપી હતી. જેમાં હાલ ઉતરાયણ પર્વને લઈ ચાઈનીઝ દોરીના વેચાણ પર ગુજરાત પોલીસ કડક વલણ અપનાવીને ચલાવી રહી છે તેની પર હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાતનો ઉતરાયણ પર્વમાં સૌ કોઈ લોકોએ ભાગ લેવો જોઈએ. સમગ્ર આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જવું જોઈએ. ઉત્સાહ ઉમંગના આ તહેવારમાં સૌ કોઈ એકબીજાને આનંદ અપાવો જોઈએ. પરંતુ ચાઈનીઝ દોરી નો ઉપયોગ કરીને કોઈનો જીવ જોખમમાં મુકાય તેવું ના કરવું જોઈએ. ઉતરાયણમાં પેચ ભાઈબંધીમાં હોવા જોઈએ. કોઈનું ગળું કપાય તેવા શોખ ના હોવો જોઈએ.
છેલ્લા ત્રણ દિવસથી ચાઈનીઝ દોરી વેચનાર સામે પોલીસ કડક વલણ અપનાવી રહી છે
જેથી ગુજરાત પોલીસ દ્વારા ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરનાર સામે મુહીમ ઉપાડી છે. છેલ્લા ત્રણ દિવસથી ચાઈનીઝ દોરી વેચનાર સામે પોલીસ કડક વલણ અપનાવી રહી છે. આવા લોકોને પકડીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે તમામ ગુજરાતના પ્રજાજનોને અપીલ કરતાં જણાવ્યું હતું કે ઉતરાયણ પર્વમાં એવું કોઈ કામ ન કરો કે જેનાથી કોઈના પરિવારનો માળો વિખાઈ જાય. કોઈના ભાઈ કોઈના પિતા કે કોઈના ઘરના મોભીનું મૃત્યુ થાય.
આ ઉપરાંત વડોદરામાં પતંગની કાતિલ દોરીએ બે બાઈક ચાલકનો જીવ લીધો છે, ત્યારે જીવલેણ દોરી સામે વડોદરાના લોકો અને બાઈક ચાલકોને જાગૃત કરવા પોલીસે ખાસ અભિયાન શરૂ કર્યું છે. વડોદરા પોલીસ અને ટ્રાફિક વિભાગના અધિકારીઓએ બાઈક ચાલકોને સેફ્ટી તાર લગાવી આપ્યા. અને લોખંડના તારથી જીવ બચતો હોવાની સમજ પણ આપી. વડોદરા પોલીસના લોકોના જીવ બચાવવાના ઉમદા અભિગમના નાગરિકો પણ વખાણ કરી રહ્યાં છે.
પોલીસે ચાઇનીઝ દોરીની 72 રીલ જપ્ત કરી
વડોદરાના સાવલીની પરબડી બજારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઇ છે. આરોપી કટલરીની દુકાનમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હતો. SOGએ બાતમીના આધારે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ચાઇનીઝ દોરીની 72 રીલ સહિત 16 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નાયલોન દોરી અને તુક્કલ પર પ્રતિબંધ હોવા છતાં તે ખુલ્લેઆમ બેરોકટોકપણે વેચાઈ રહી છે. જેના પર પ્રતિબંધ લાદવા હવે હાઈકોર્ટે કડક વલણ અપનાવવા આદેશ કર્યો છે. જે અંતર્ગત હવે પોલીસ વિભાગે ગેરકાયદે વેચાઈ રહેલા માંજા વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરી છે. ત્યારે અમદાવાદમાં ચાઈનીઝ દોરીના વેચાણ સામે પોલીસે પણ લાલ આંખ કરી છે.