Surat : માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના, રમતા-રમતા બાળક 5 રૂપિયાનો સિક્કો ગળી ગયુ !
ઘટના અંકલેશ્વરની સપના સોસાયટીની છે. જ્યાં એક પરિવારનો 2 વર્ષીય પુત્ર ઘર પાસે રમી રહ્યો હતો. તેના હાથમાં પાંચ રૂપિયાનો સિક્કો હતો. રમતા-રમતા તે સિક્કો ગળી ગયો હતો.
જો તમારા ઘરે નાના બાળકો હોય તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. અંકલેશ્વરમાં એક ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. જ્યાં એક બાળક રમતા-રમતા 5 રૂપિયાનો સિક્કો ગળી ગયું. પછી શું થયું તે અમે તમને જણાવી રહ્યા છીએ. ઘટના અંકલેશ્વરની સપના સોસાયટીની છે. જ્યાં એક પરિવારનો 2 વર્ષીય પુત્ર ઘર પાસે રમી રહ્યો હતો. તેના હાથમાં પાંચ રૂપિયાનો સિક્કો હતો. રમતા-રમતા તે સિક્કો ગળી ગયો હતો. જેથી તે રડતા રડતા ઘરી આવ્યો હતો. ઘટનાને લઈ પરિવાર ગભરાઈ ગયો હતો. ખાનગી હોસ્પિટલના તબીબોએ વધારે ખર્ચ થશે તેવું જણાવતા પરિવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. જ્યાં ઈએનટી વિભાગના તબીબોએ દૂરબીનની મદદથી અન્ન નળીના ઉપરના ભાગમાં ફસાયેલા સિક્કાને સફળતા પૂર્વક બહાર કાઢ્યો હતો. જેને પગલે બાળક અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી સફળ સર્જરી
આ પહેલા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઐતિહાસિક જટીલ સર્જરી કરવામાં આવી હતી. સાત વર્ષનું બાળક રમત-રમતમાં 14 જેટલા ચુંબકીય મણકા ગળી ગયું હતુ. આ મણકાએ આંતરિક આકર્ષણના કારણે આંતરડામાં સાત કાણા પાડ્યા. સમયસર આની સર્જરી કરવામાં ના આવે તો બાળકના જીવને જોખમ હતું. પરંતુ ફરી એક વખત સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના નિષ્ણાંત તબીબોએ પોતાની નિપુણતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.