Surat: વ્યવસ્થા કર્યા બાદ પણ આવકના દાખલા માટે લોકો લાઈનમાં ઉભા રહેવા મજબૂર

સામાન્ય દિવસોમાં જ્યાં 150થી 200 વ્યક્તિઓ આવકના દાખલા મેળવવા માટે આવતા હોય છે, ત્યાં હાલમાં રોજના અંદાજે 500થી પણ વધુ લોકો એક જનસેવા કેન્દ્ર પર ઉમટી પડતા હતા.

Surat: વ્યવસ્થા કર્યા બાદ પણ આવકના દાખલા માટે લોકો લાઈનમાં ઉભા રહેવા મજબૂર
સુરત: આવકના દાખલા માટે લાગી લાંબી કતારો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 05, 2021 | 9:56 PM

Surat: નવા શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ તેમજ આરટીઈ (Right to Education) હેઠળ પ્રવેશ મેળવવા માટે લોકોને આવકના દાખલા (Certificate of Income), જાતિના પ્રમાણપત્ર સહિત મહત્વના દસ્તાવેજોની જરૂર પડતી હોય છે અને આ દસ્તાવેજો વિવિધ જનસેવા કેન્દ્રો પર ઉપલબ્ધ હોય છે. છેલ્લા એક અઠવાડિયાથી સુરતમાં આ દસ્તાવેજો મેળવવા સુરતના લોકોને લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડી છે.

સામાન્ય દિવસોમાં જ્યાં 150થી 200 વ્યક્તિઓ આવકના દાખલા મેળવવા માટે આવતા હોય છે, ત્યાં હાલમાં રોજના અંદાજે 500થી પણ વધુ લોકો એક જનસેવા કેન્દ્ર પર ઉમટી પડતા હતા. પરિણામ એ આવ્યું કે ઓછા સ્ટાફ અને ટેક્નિકલ ઈસ્યુને કારણે લોકોને આ સરળતાથી ઉપલબ્ધ ન થયા. લોકોને સમય બગાડીને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો છતાં પણ નંબર લાગે તેની કોઈ ગેરંટી નહોતી.

ક્રિકેટર સિરાજ અને વાયરલ ગર્લના Photo નું સત્ય આવ્યું સામે, જુઓ
Headache : રોજ માથાનો દુખાવો થાય છે? આ રોગનું હોય શકે લક્ષણ
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
અઢી વર્ષની પીડા.. ધોની સાથે પોપ્યુલર થયેલી યુવતીએ કર્યો દર્દનાક ખુલાસો
Car price : અત્યારે ડિમાન્ડમાં છે આ કાર, 1 ફેબ્રુઆરીથી થશે મોંઘી
Kiss કરતી વખતે આંખો બંધ થઈ જવા પાછળ 5 કારણો

સુરતના નવા કલેકટર આશિષ ઓક (Ashish Oak) દ્વારા લોકોને પડતી હાલાકીની પરિસ્થિતિ પારખીને સવારે 9થી રાત્રે 9 સુધી જનસેવા કેન્દ્રો ખુલ્લા રાખવાનો, કેન્દ્ર પર બે કોમ્યુટર ઓપરેટર વધારવાનો તેમજ ફેસિલેશન સેન્ટર ઉભા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો છતાં આજે પરિસ્થિતિ એ છે કે આ સુધારો કર્યા બાદ પણ હજી સુધી લોકોને પડતી હાલાકી દૂર થઈ નથી અને હજી પણ લોકોને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. જનસેવા કેન્દ્ર પર હજીય લોકો લાંબી કતારમાં ઉભેલા દેખાય છે.

આ પણ વાંચો: Tapi: BJP સાંસદ પ્રભુ વસાવા સાથે ફોટો પડાવવાની લ્હાયમાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ભૂલ્યા સામાજિક અંતર

આ પણ વાંચો: Rajkot: બદલી પામેલા અધિક કલેક્ટરને શણગારેલા ગાડામાં વિદાય અપાઇ, ખેડુતોએ અધિકારીનું ઋણ ઉતારવા પ્રયાસ કર્યો

g clip-path="url(#clip0_868_265)">