શરીરમાં હેપ્પી હોર્મોન્સ વધારવા શું ખાવું?

20 : March

Photo : Instagram

આપણો આહાર આપણા મૂડ અને માનસિક સ્થિતિને સીધી અસર કરે છે. હેપ્પી હોર્મોન્સ વધારવા માટે યોગ્ય વસ્તુઓની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે.

શરીરમાં સેરોટોનિન અને ડોપામાઇન જેવા 'હેપ્પી હોર્મોન્સ' વધારવા માટે ચોકલેટ ઉત્તમ વિકલ્પ છે. ખાસ કરીને ડાર્ક ચોકલેટ મૂડને સુધારવામાં મદદ કરે છે.

મગફળી અને બદામ જેવા ડ્રાય ફ્રૂટ્સ પણ હેપ્પી હોર્મોન્સ વધારવામાં મદદરૂપ છે. તેમાં હાજર વિટામિન B6 શરીરમાં સેરોટોનિનનું સ્તર વધારે છે, જે માનસિક સ્થિતિને સુધારે છે.

કેળામાં એક ખાસ એન્ઝાઇમ હોય છે, જે સેરોટોનિનનું પ્રમાણ વધારે છે. તે મગજને પણ શાંત અને ખુશ રાખે છે.

પાલક અને લીલા પાંદડાવાળા શાકભાજી વિટામિન બી અને ફોલિક એસિડથી ભરપૂર હોય છે, જે હેપ્પી હોર્મોન્સ રિલીઝ કરવામાં મદદ કરે છે.

ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર માછલી, જેમ કે સૅલ્મોન અને ટુના, શરીરમાં ડોપામાઇન અને સેરોટોનિનનું ઉત્પાદન વધારે છે, જે ખુશીની લાગણી પેદા કરે છે.

દહીં અને પ્રોબાયોટીક્સથી ભરપૂર ખોરાક આપણા આંતરડાને સ્વસ્થ રાખે છે એટલું જ નહીં મગજમાં હેપ્પી હોર્મોન્સનું સ્તર પણ વધારે છે.

ટામેટામાં લાઇકોપીન નામનું તત્વ હોય છે, જે સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. તેને તમારા આહારમાં સામેલ કરવાથી તમારો મૂડ સુધારવામાં મદદ મળે છે.

સ્ટ્રોબેરી અને બ્લૂબેરી જેવા તાજા ફળોમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન સી તમારી માનસિક સ્થિતિ સુધારવામાં મદદ કરે છે.

એવોકાડોમાં હેલ્ધી ફેટ, ફોલેટ અને વિટામિન B6 હોય છે.જે હેપ્પી હોર્મોન વધારે છે.