Tapi: BJP સાંસદ પ્રભુ વસાવા સાથે ફોટો પડાવવાની લ્હાયમાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ભૂલ્યા સામાજિક અંતર

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 8:05 PM

અતિ ઉત્સાહી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાડી, કોવિડના નિયમો ભૂલી ફોટો પડાવવામાં વ્યસ્ત નજરે પડ્યા હતા.

Tapi: જિલ્લાના વડા મથક વ્યારા નગરપાલિકા (Vyara NagarPalika) વિસ્તારમાં વિવિધ વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ બારડોલી મત વિસ્તારના સંસદના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં નગર અગ્રણીઓ, અધિકારીઓ પદાધિકરીઓ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ ફોટા પાડવાની લ્હાયમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરો અને હોદ્દેદારો કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ (Social Distancing) ભૂલતા નજરે ચઢ્યા હતા. જુઓ વીડિયો

 

 

વ્યારા નગરપાલિકામાં વિવિધ વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ માટે BJP સાંસદ પ્રભુ વસાવા (BJP MP Prabhu Vasava) ઉપસ્થિત રહ્યા હતા, તેમને બે જેટલા બાગો, એક્યુપંચર વોક વે, રસ્તાઓનું નામકરણ સાથે વૃક્ષારોપણ કર્યું હતું, આ વેળાએ અતિ ઉત્સાહી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાડી, કોવિડના નિયમો ભૂલી ફોટો પડાવવામાં વ્યસ્ત નજરે પડ્યા હતા.

 

ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આવા જ કંઈક દ્રશ્યો કોરોનાની બીજી લહેર માટે જવાબદાર હતા છતા પણ ઉત્સાહમાં આવીને આ બાબતોનું પુનરાવર્તન કરવું તે કેટલું યોગ્ય છે? સાવચેતનીના પગલાં ભરવાની સલાહ આપતા તંત્રના જ કાર્યક્રમમાં આવા દ્રશ્યો સર્જાય તો સામાન્ય પ્રજામાં શું સંદેશો જાય?

 

આ પણ વાંચો: કોરોના મહામારી દુનિયા માટે પડકાર કોઈપણ દેશ એકલો ન લડી શકે: PM Modi

 

આ પણ વાંચો: Vadodara : દેશી ગુલાબની સુંગંધથી ખેડૂતો આકર્ષાયા, દેશીની સાથે કાશ્મીરી ગુલાબની ખેતીનું ચલણ વધ્યું

 

 

g clip-path="url(#clip0_868_265)">