સ્પોર્ટ્સ ડ્રિંક્સ અને એનર્જી ડ્રિંક્સ વચ્ચે શું તફાવત છે?

20 : March

Photo : Instagram

સ્પોર્ટ્સ ડ્રિંક્સ અને એનર્જી ડ્રિંક્સ બંને પીણાં છે, પરંતુ તેઓ તેમના હેતુ અને રચનામાં ભિન્ન છે. તો ચાલો જાણીએ આ બે ડ્રિંક્સ વિશે.

સ્પોર્ટ્સ ડ્રિંક્સનો મુખ્ય હેતુ શારીરિક પ્રવૃત્તિ દરમિયાન શરીરના પાણી, ઇલેક્ટ્રોલાઇટ્સ (દા.ત. સોડિયમ, પોટેશિયમ) અને કાર્બોહાઇડ્રેટ્સની ઉણપ પુરી કરવાનો છે.

સ્પોર્ટ્સ ડ્રિંક્સમાં પાણી,સુગર, સોડિયમ, પોટેશિયમ, ઇલેક્ટ્રોલાઇટ્સ, મિનરલ્સ, વિટામિન્સ અને અન્ય પોષક તત્વો હોય છે.

સ્પોર્ટ્સ ડ્રિંક્સનો ઉપયોગ સામાન્ય રીતે રમતગમત, લાંબી રેસ અથવા કોઈપણ શારીરિક પ્રવૃત્તિ દરમિયાન ઊર્જા અને હાઇડ્રેશન જાળવવા માટે થાય છે.

એનર્જી ડ્રિંક્સનો મુખ્ય હેતુ શરીરને ત્વરિત ઉર્જા પૂરી પાડવાનો છે, ખાસ કરીને થાક કે ઊંઘ ન થઇ હોય તેવી સ્થિતીમાં.

એનર્જી ડ્રિંક્સમાં સામાન્ય રીતે કેફીન,સુગર, વિટામિન્સ અને ક્યારેક જિનસેંગ અથવા ટૌરિન જેવા ઘટકો હોય છે, જે મગજને સક્રિય કરે છે અને શરીરને તાજગી અનુભવે છે.

સ્પોર્ટ્સ ડ્રિંક્સ શરીરના હાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટ્સને ફરી ભરે છે, જ્યારે એનર્જી ડ્રિંક્સ શરીરને તાજગી આપવા અને માનસિક જાગૃતિ વધારવા માટે છે.

સ્પોર્ટ્સ ડ્રિંક્સમાં વધારે સુગર અને એનર્જી હોતી નથી, જ્યારે એનર્જી ડ્રિંક્સમાં એનર્જી વધારવા માટે ખાંડ અને કેફીન જેવા તત્વો હોય છે.

આ પીણાંઓમાં ઉત્તેજક પદાર્થ હોય છે, જે વધુ પ્રમાણમાં લેવામાં આવે તો શરીરમાં ઝેર ફેલાઇ શકે અને મૃત્યુ પણ થઈ શકે છે. ડોક્ટરોના મતે બાળકોએ ક્યારેય એનર્જી ડ્રિંક્સ ન પીવું જોઈએ.

તે બંને પીણાનો ઉપયોગ સમજદારીપૂર્વક અને જરૂરિયાત મુજબ કરવો શ્રેષ્ઠ છે.