Surat : વિવાદ થતાં વીર નર્મદ યુનિવર્સીટીએ પદવી પ્રમાણપત્રની ફીમાં વધારો સ્થગિત કરવો પડ્યો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ ઓગસ્ટ 2022માં યોજાવા જઇ રહ્યો છે. જેની તૈયારીઓ પણ યુનિવર્સીટી દ્વારા શરૂ કરવામાં આવી છે.

Surat : વિવાદ થતાં વીર નર્મદ યુનિવર્સીટીએ પદવી પ્રમાણપત્રની ફીમાં વધારો સ્થગિત કરવો પડ્યો
Veer Narmad University
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 28, 2022 | 1:51 PM

સુરત (Surat) માં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University)  દ્વારા પદવી પ્રમાણપત્રો (Degree certificates) માટે કરવામાં આવેલો ફી વધારો અને ફોલ્ડર, કુરિયરના વિકલ્પો તાત્કાલિક સ્થગિત કરવામાં આવ્યા છે. સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારી અને છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા ફી વધારાનો વિરોધ નોંધાવ્યો હતો. જેને પગલે યુનિવર્સિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને પદવી પ્રમાણપત્રની ફીમાં વધારો સ્થગિત કરી દેવામાં આવ્યો છે.  વિદ્યાર્થીઓએ પ્રમાણપત્રો મેળવવા માટે અરજી ફોર્મમાં પાંચ વિકલ્પો આપવામાં આવ્યા હતા. પ્રથમ વિકલ્પ વિદ્યાર્થી જાતે ઉપસ્થિત રહી ફોલ્ડર સિવાય પદવી મેળવવા માંગતા હોય તેની ફી 250 રૂપિયા, બીજો વિકલ્પ વિદ્યાર્થીઓ જાતે ઉપસ્થિત રહી ફોલ્ડર સહિત પદવી મેળવવા માંગતા હોય તેની ફી 600 રૂપિયા, ત્રીજો વિકલ્પ વિદ્યાર્થી અનુપસ્થિત રહી કુરિયર દ્વારા વીમા સહિત ફોલ્ડર સિવાય પદવી મેળવવા માંગતા હોય તેની ફી 400 રૂપિયા, ચોથો વિકલ્પ વિદ્યાર્થી અનુપસ્થિત રહી કુરિયર દ્વારા વીમા અને ફોલ્ડર સહિત પદવી મેળવવા માંગતા હોય તેની ફી 750 રૂપિયા અને પાંચમો વિકલ્પ વિદ્યાર્થી અનુપસ્થિત રહી રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી ફોલ્ડર સિવાય પદવી મેળવવા માંગતા હોય તેની ફી 300 રૂપિયા રાખવામાં આવી હતી.

યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા ફી વધારવાનો વિરોધ પૂર્વ સિનિડકેટ અને સેનેટ સભ્ય ડો. ભાવેશ રબારી અને આપની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો અને ફી વધારો પરત ખેંચવા માંગ કરવામાં આવી હતી. જેને પગલે યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો જે મુજબ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા પાંચ વિકલ્પો પૈકીના પ્રથમ વિકલ્પ સિવાયના બાકીના વિકલ્પો હાલ પૂરતા તાત્કાલિક સ્થગિત કરવામાં આવ્યા છે. એટલે કે વિદ્યાર્થી જાતે ઉપસ્થિત રહી ફોલ્ડર સિવાય પદવી પ્રમાણપત્ર માટે 250 રૂપિયા ફી આપવાની રહેશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

નોંધનીય છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ ઓગસ્ટ 2022માં યોજાવા જઇ રહ્યો છે. જેની તૈયારીઓ પણ યુનિવર્સીટી દ્વારા શરૂ કરવામાં આવી છે. જોકે હાલ પદવી પ્રમાણપત્રની ફીમાં કરવામાં આવેલા તોતિંગ વધારાથી યુનિવર્સીટી વિવાદમાં આવી હતી. પરંતુ સિન્ડિકેટ સભ્યો અને વિદ્યાર્થી સંગઠનોના વિરોધ બાદ યુનિવર્સીટી સંચાલકોએ આ નિર્ણય સ્થગિત કરવાની ફરજ પડી છે.

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">