Surat માં 51 કિલો સોના-ચાંદી સાથે 501 કિલો ધાતુના શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા
40 વ્યકિતની ટીમે સાથે મળીને આ કામ કર્યું છે. તેમજ અલગ અલગ ધાતુઓને યોગ્ય તાપમાન પર ઓગાળીને તેમાંથી શિવલિંગ તૈયાર કરવું પડકારરૂપ કાર્ય હતું.
સુરત(Surat) ના વેસુ વિસ્તારમાં એક સોસાયટીમાં 51 કિલો સોના ચાંદી સાથે 501 કિલો ધાતુના શિવલિંગ (Shivling)ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે . તેમજ ધાતુનું આ પ્રકારનું અનોખું અને અદભૂત શિવલિંગ છે.
આ અંગે સમાજ સેવિકા સંતોષ ગડિયાએ જણાવ્યું કે શિવલિંગનું નિર્માણ સુરતના પાંડેસરા વિસ્તારની મેટલ ફેક્ટરીમાં આવ્યું હતું. આ શિવલિંગમાં 51 કિલો સોના- ચાંદી, 450 કિલોગ્રામ તાંબું, પિત્તળ, કાંસું અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ શિવલિંગનું નિર્માણ બ્રાહ્મણોની હાજરીમાં ફેક્ટરીમાં વૈદિક વિધિ સાથે કરવામાં આવ્યું હતું. 40 વ્યકિતની ટીમે સાથે મળીને આ કામ કર્યું છે. તેમજ અલગ અલગ ધાતુઓને યોગ્ય તાપમાન પર ઓગાળીને તેમાંથી શિવલિંગ તૈયાર કરવું પડકારરૂપ કાર્ય હતું.
જેમાં ભગવાન મહાવીર કોલેજ પાછળ સ્થિત પુણ્યભુમી કોમ્પલેક્ષ સોસાયટીમાં લોકોએ ચંદ્રશેખર મહાદેવ મંદિરમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. શિવલિંગની સાથે મંદિરમાં અન્ય દેવી દેવતાની પ્રતિમાની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.ત્રણ વર્ષ પૂર્વે બનેલી આ સોસાયટીમાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
સુરત ઉદ્યોગની સાથે ધર્મ-કર્મ માટે પોતાની અલગ ઓળખ બનાવી ચૂક્યું છે. જેમાં સુરત શહેરમાં જ વર્ષ 2017માં સ્પાર્કલમાં જ્યોતિર્લિંગ સોમનાથની પ્રતિકૃતિના રૂપમાં 22 ફૂટનું શિવલિંગ બનાવ્યું હતું. જેમાં બે કિલો સોનું, 75 હજાર હીરો અને 5 હજાર રુદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત વિશ્વનું એકમાત્ર 1751 કિલોનું પારદ શિવલિંગ તાપી નદીના કિનારે અનેક પૌરાણિક અને ઐતિહાસિક શિવાલયો વિદ્યમાન છે. અહીં આવેલું એક શિવધામ વધુ પ્રાચીન ન હોવા છતાં તેની મહત્તાને લીધે શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
પાલ-હજીરા રોડ પર અટલ આશ્રમ આવેલો છે આ આશ્રમમાં જ આવેલું છે ‘મૃત્યુંજય પારદેશ્વર’ મહાદેવનું મંદિર. 1751 કિલો વજન ધરાવતું પારદનું આ શિવલિંગ ન માત્ર ગુજરાતમાં પરંતુ, સમગ્ર વિશ્વમાં અદ્વિતિય મનાય છે. ભારતમાં અનેક જગ્યા પર વિશાળ પારદ શિવલિંગોનું સ્થાપન થયું છે. પણ, સુરતના પારદેશ્વર તેમાં સર્વ પ્રથમ મનાય છે.
એક માન્યતા અનુસાર મહેશ્વરના આવા દિવ્ય રૂપના દર્શન માટે તો દેવતાઓ પણ તરસતા હોય છે જ્યારે અહીં તો સામાન્ય શ્રદ્ધાળુઓ આ શિવલિંગના પ્રત્યક્ષ દર્શનનો લાભ મેળવે છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ગાંધીનગર અને રાજકોટમાં વધુ બે ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજુર કરતા સીએમ રૂપાણી, શહેરી વિકાસને વેગ મળશે
આ પણ વાંચો : Astrology: મંગળ અને શુક્ર ગ્રહના સંક્રમણની થશે ભારત સહિત સમગ્ર વિશ્વ પર અસર, કોઈ મુશ્કેલી તો નહીં લાવે ને આ સંક્રમણ ?