Surat : લોભામણી સ્કીમોના નામે છેતરપીંડી કરતા બે ઇસમોની પોલીસે ધરપકડ કરી
સુરતમાં સંચાલકો દ્વારા અલગ અલગ વિસ્તારના કુલ 67 રોકાણકારોના જેમની કુલ રૂપિયા 22.84 લાખ ફસાયાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાતા તાત્કાલિક સુરત પોલીસ કમિશનર દ્વારા સુરત આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસ સોં પવામાં આવી હતી
સુરતમાં(Surat)લોકોને અવનવી સ્કીમોના નામે છેતરપિંડી(Fraud)કરતી ગેંગ સક્રિય છે, જેમાં આવી જ એક ગેંગે સુરતના પરવતગામાં આવેલ મિડાસ સ્કવેરની બાજુમાં સ્કાય વ્યુ હાઈટસમાં સક્સેસ બુલના નામે ઓફિસ શરૂ કરી 34,100 ના રોકાણ(Investement)સામે એક મહિનામાં અલગ અલગ સ્કીમોના નામે 90 હજાર આપવાની સ્કીમ આપી હતી. તેમજ રોકાણ કરાવી સંચાલકો ગાયબ થઈ જતા ફરિયાદી દ્વારા આ બાબતે સુરતમાં આર્થિક ગુના નિવારણ શાખાએ ફરિયાદ કરવામ આવી હતી. તેમજ આ ફરિયાદના આધારે બિહાર-નેપાળ બોર્ડરના તેના ગામમાંથી સંચાલકોની ધરપકડ કરી છે.
સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં લેભાગુ તત્વો દ્વારા નવા બનતા કોમ્પલેકસની અંદર ઓફિસ શરૂ કરી અને લોકોને કોઈ ને કોઈ રીતે સ્કીમો હતી અને રોકાણ કરાવી ચેન સિસ્ટમને યોજના બનાવી લોકો પાસે રૂપિયા ભેગા કરતા હોય છે અને સારું એવું વળતર આપવાની લાલચ આપતા હોય છે ત્યારે આ સ્કીમ થોડા મહિના કે થોડા વર્ષો ચલાવી જે રીતે સ્કીમની અંદર મોટી સંખ્યામાં લોકોની સંખ્યા ભેગી થતાની સાથે જ મોટી રકમ એકત્ર થતા અને લેભાગુ તત્ત્વો છે તે ગાયબ થઈ જતા હોય છે.
ત્યારે આવી એક ઘટના સુરતના સામે આવી છે જેની અંદર સુરત આર્થિક ગુના નિવારણ શાખાના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પરવત ગામ મિડાસ સ્કવેરની બાજુમાં સ્કાય વ્યુ હાઈટસમાં સક્સેસ બુલના નામે ઓફિસ શરૂ કરી રૂ.34,100 ના રોકાણ સામે એક મહિનામાં રૂ.90 હજાર આપવાની યોજનામાં રોકાણ કરવામાં આવ્યું હતું અને જેમાં સંચાલકો ધનશ્યામ લક્ષ્મણ ઠાકુર અને ગોડાદરાના બચ્છાભાઇ તેમજ ત્રિવેદી લાખો રૂપિયા ઉઘરાવી ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયા હતા.
આમ આ લોકો રાતો રાત ગાયબ થઈ જતા મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. જ્યારે આ સંચાલકો દ્વારા અલગ અલગ વિસ્તારના કુલ 67 રોકાણકારોના જેમની કુલ રૂપિયા 22.84 લાખ ફસાયાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાતા તાત્કાલિક સુરત પોલીસ કમિશનર દ્વારા સુરત આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસ સોં પવામાં આવી હતી અને આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધ્યાના ગણતરીના સમયમાં આ સ્કીમમાં 2 ટકા ના ભાગીદાર અને ગ્રાહકોને ભોળવી સંચાલક ફરાર એવા ઘનશ્યામ ઠાકુર પાસે લાવતા રીક્ષા ચાલક બચ્ચેલાલ નનકુ યાદવ ને ઝડપી લીધો છે.
આમ આર્થિક ગુના નિવારણ શાખાના એસીપી વી કે પરમાર અને પીઆઇ તપાસ કરી રહ્યા છે ત્યારે પકડાયેલ ઈસમો તેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે સક્સેસ બુલનો સંચાલક ઘનશ્યામ ઠાકુર વતન ભાગી ગયો છે.જે મુખ્ય સૂત્રધાર છે વધુમાં પીએસઆઈ પ્રધાન અને ટીમે ભારત-નેપાળ બોર્ડર પર આવેલા તેના ગામ સહરસા જીલ્લાના સત્તર કટૈયા ખાતે જઈ ઘનશ્યામ કિશન ઠાકુર ઝડપી લીધો હતો. અને સુરત ખાતે લાવામાં આવ્યો હતો આર્થિક ગુના નિવારણ શાખાએ તેને સુરત લાવી વધુ તપાસ હાથ ધરી છે..