Surat : બાઇકમાં ચોર ખાનું બનાવીને દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને વરાછા પોલીસે પકડ્યા
સુરત પોલીસે આરોપીની(Accused ) પૂછતાછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી પાસેથી પકડાયેલ બાઇકની સીટની નીચે અને પેટ્રોલ ટાંકીમાં અલગ રીતે પેટી બનાવીને દારૂનો જથ્થો લાવવામાં આવતો હતો.
સુરત (Surat )શહેરના વરાછા(Varachha ) વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બે આરોપીને વરાછા પોલીસે દારૂના (Alcohol )જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા જે આરોપી પોતાની પાસે રાખેલ બાઇકમાં ચોર ખાનું બનાવીને દારૂની હેરાફેરી કરતા હતા જે બંને આરોપીઓની ધરપકડ કરીને મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.ગુજરાતમાં દારૂબંધી છે છતાં રોજેરોજ દારૂના અનેક કેસો સુરત શહેરમાં જોવા મળે છે. શહેરના દરેક વિસ્તારમાં દારૂનું દુષણ જોવા મળી રહ્યું છે. અને પોલીસ દ્વારા કેસો પણ કરવામાં આવે છે. જોકે હાલમાં વિજિલન્સના વડા તરીકે નિર્લિપ્ત રાય આવતા શહેરમાં દારૂબંધી જેવો માહોલ સર્જાયો છે.
બંને આરોપીઓએ બાઇકમાં ચોર ખાનું બનાવ્યું હતું
જેને લઈને બુટલેગરો અવનવી તરકીબ અજમાવી દારૂનું વેચાણ કરી રહ્યા છે ત્યારે આવા જ બે બુટલેગરોને વરાછા પોલીસે પકડી પાડ્યા હતા સુરતના વરાછા વિસ્તારમાં આવેલ સંતોષી નગર સોસાયટી પાસે જાહેર રોડ પરથી બે ઈસમો પસાર થઈ રહ્યા છે જે હકીકત મળતા વરાછા પોલીસે વોચ ગોઠવી હતી અને બંને આરોપીઓ આવતાની સાથે ઝડપી લેવામાં આવ્યા હતા અને પોલીસ મથક લાવીને તપાસ કરતા આરોપી દિપક રાજારામ તિવારી અને શુભમ લાલજી તિવારી પાસેથી થેલામાં મુકેલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ બંને આરોપીઓએ બાઇકમાં ચોર ખાનું બનાવ્યું હતું. જેમાં તેઓ દારૂની બોટલો છુપાવીને દારૂની હેરાફેરી કરતા હતા. જેમાં પેટ્રોલની ટાંકી પાસે બાઇકના આગળ ખાનામાં હોલ કરીને તેમાં દારૂ છુપાવવામાં આવતો હતો.
દારૂનો જથ્થો મોકલનાર આરોપી મનીષ મારવાડીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો
જોકે ચોકકસ બાતમી મળી હતી કે બુટલેગરો કોઈ અન્ય રીતે દારૂ લઈને આવી રહ્યા છે જે બાબતે આરોપીની પૂછતાછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી પાસેથી પકડાયેલ બાઇકની સીટની નીચે અને પેટ્રોલ ટાંકીમાં અલગ રીતે પેટી બનાવીને દારૂનો જથ્થો લાવવામાં આવતો હતો. આપ દ્રશ્યોમાં જોય શકો છો કે આરોપી કઈ રીતે બાઇક માં પેટી બનાવીને દારૂ સંતાડીને લઈને આવે છે. બુટલેગરો અવનવી તરકીબ અજમાવી દારૂની હેરાફેરી કરી રહ્યા છે ત્યારે આવા તત્વો સામે વરાછા પોલીસે કાર્યવાહી કરી બંને બુટલેગરોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને દારૂનો જથ્થો મોકલનાર આરોપી મનીષ મારવાડીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો..