Surat : હવે ગર્ભવતી મહિલાઓ માટે વોટર બર્થ ડિલિવરીનો વિકલ્પ ઉપલબ્ધ
વોટર બર્થ ડિલિવરી ગર્ભવતી મહિલાઓ માટે એક નોર્મલ ડીલીવરીની જ પ્રક્રિયા છે. પહેલાના સમયમાં ગામડાઓમાં દાયમાં ગરમ પાણી વડે બાળકોની ડિલિવરી કરતા હતા. તેવી જ રીતે વોટર બર્થ ડિલિવરીમાં પણ ગરમ પાણી ભરેલા ટબમાં માતા બાળકને જન્મ આપે છે.
એવું કહેવાય છે કે બાળક(Infant) તેની માતાની કૂખમાં સૌથી વધારે સુરક્ષિત હોય છે. અને ડિલિવરી પછી જયારે નવજાત બાળક તેની માતાના(mother ) ગર્ભાશયમાંથી બહાર આવે છે ત્યારે તેને બીજી સુરક્ષિત જગ્યામાં પહોંચાડવાનું માધ્યમ એટલે વોટર બર્થ. હાલ વોટર બર્થ ડિલિવરીનો(Water Birth Delivery) ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આપણે અંડર વોટર ફોટોગ્રાફી કે અંડર વોટર યોગા વિષે તો સાંભળ્યું જ હશે. પણ સુરતમાં પહેલી વાર વોટર બર્થ ડિલિવરીનું સેન્ટર ખુલ્યું છે.
શું છે વોટર બર્થ ડિલિવરી ? વોટર બર્થ ડિલિવરી ગર્ભવતી મહિલાઓ માટે એક નોર્મલ ડીલીવરીની જ પ્રક્રિયા છે. પહેલાના સમયમાં ગામડાઓમાં દાયમાં ગરમ પાણી વડે બાળકોની ડિલિવરી કરતા હતા. તેવી જ રીતે વોટર બર્થ ડિલિવરીમાં પણ ગરમ પાણી ભરેલા ટબમાં માતા બાળકને જન્મ આપે છે. જેમાં મહિલાને કોઈપણ પ્રકારના આર્ટિફિશ્યલ પુશ આપ્યા વિના નોર્મલ ડિલિવરી કરાવવામાં આવે છે. ડિલિવરીમાં લેબર પેઈન બાદ પાંચથી છ કલાકનો સમય લાગે છે. આ પ્રક્રિયામાં મહિલાના યોનિમાર્ગમાં કોઈપણ કટ મુકવામાં આવતો નથી. આ ટેક્નિકમાં માતા અને બાળકને ઇન્ફેક્શનનું જોખમ 80 ટકા જેટલું ઓછું થઇ જાય છે. હાલ વિદેશમાં આ પ્રકારની ટેક્નિકથી જ ડિલિવરી કરવામાં આવે છે. અને હવે ભારતમાં પણ વોટર બર્થ ડિલિવરીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
ડિલિવરી બાદ બાળક ઓટોમેટિક બહારની તરફ ડ્રાઈવ કરે છે. અને બાથપૂલમાં આપમેળે સ્વીમ કરે છે. ડિલિવરી બાદ તરત જ બાળક અને માતા વચ્ચેની ગર્ભનાળ પણ કાપવામાં આવતી નથી. આથી બાળક તેના વડે શ્વાસ લઇ શકે છે. અને વોટર ટબનું પાણી બાળક પી શકે તેવો કોઈ ભય રહેતો નથી. માતાનું વધારાનું બ્લડ પણ નાળના માધ્યમથી બાળકમાં જતું રહે છે. આથી બ્લડ લોસ થવાની સંભાવના રહેતી નથી. ડિલિવરી થયાની સાથે જ બાળકને મધરની ચેસ્ટ પર મૂકીને ફીડિંગ શરૂ કરી દેવામાં આવે છે.
કેવું હોય છે બાથ પુલ ? વોટર બર્થ ડિલિવરી માટે 6’3 ફૂટનો હૂંફાળા પાણીનો બેધીંગ પુલ બનાવવામાં આવે છે. જેમાં અંદાજે 300 થી 500 લીટર સુધીનો સ્ટરીલાઈઝડ કરેલું પાણી ભરવામાં આવે છે. તેને મહિલાના શરીર પ્રમાણે એડજસ્ટ કરી શકાય છે. આ પુલનું ટેમ્પરેચર આશરે 32થી 39 અંશ સેલ્સિયસ વચ્ચે રાખવામાં આવે છે. લેબર પેઈન શરૂ થયાના ત્રણથી ચાર કલાક બાદ મહિલાને તેમાં લઇ જવામાં આવે છે. આ બાથ પુલમાં મહિલા અને બાળક પોતાની મરજીથી સરળતાથી ડ્રાઈવે કરી શકે તે રીતે પોઝિશન સેટ કરવામાં આવે છે. ડિલિવરી બાદ મહિલાને તરત જ આરામ મળે તે માટે પુલની નજીક બેડની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત વોટર બર્થ ડિલિવરી રૂમમાં ૐ નમઃ શિવાયનું સ્લો મ્યુઝિક પણ વગાડવામાં આવે છે. જેથી માતાને પોઝિટિવ વાઈબ્સ મળે.
સુરતમાં વોટર બર્થ ડિલિવરી કરી આપતા તબીબનું કહેવું છે કે સીઝર અને નોર્મલ ડિલિવરી કરતા વોટર બર્થ ડિલિવરી બેસ્ટ ઓપશન છે. આ ડિલિવરીમાં મહિલાનું પેઈન અને સ્ટ્રેસ બંને ઓછા થઇ જાય છે.
આ પણ વાંચો :