16 જાન્યુઆરીના મહત્વના સમાચાર : જામનગરમાં ધ્રોલના લતીપર અને ગોકુળપુર પાસે કારે મારી પલટી, વહેલી સવારે અકસ્માતમાં 3 મોત
આજે 16 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
જામનગર: સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલ ફરી વિવાદમાં
જામનગર: સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. દર્દીને લઈ જતી વખતે લિફ્ટ બંધ થઈ ગઈ. દર્દી સાથે લિફ્ટમાં ફસાયેલા લોકો મદદ માટે બોલાવતા રહ્યા. કોઈ લિફ્ટમેન કે કર્મચારી મદદ માટે ન આવ્યું. દર્દીના સગાએ ફસાયેલી સ્થિતિમાં વીડિયો બનાવ્યો.
-
જામનગર: વહેલી સવારે અકસ્માતમાં 3 મોત
જામનગર: વહેલી સવારે અકસ્માતમાં 3 મોત થયા છે. ધ્રોલના લતીપર અને ગોકુળપુર પાસે કારે પલટી મારી હતી. અકસ્માતમાં અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા છે.
-
-
સૈફ અલી ખાન પર હુમલો: સૈફ અલી ખાનના સ્વાસ્થ્ય અંગે અપડેટ
રાત્રે 2 વાગ્યે ઘરમાં ઘૂસેલા ચોરે સૈફ અલી ખાન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. તેમના શરીર પર 2-3 ઘા માર્યા. સૈફ અલી ખાન પર થયેલા હુમલા અંગે મુંબઈ પોલીસે કહ્યું કે એક અજાણ્યો વ્યક્તિ અભિનેતાના ઘરમાં ઘૂસી ગયો હતો. આ પછી, સૈફ અને ઘુસણખોર વચ્ચે ઝપાઝપી થઈ. આ દરમિયાન તેણે સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કર્યો. આ મામલાની તપાસ હજુ ચાલુ છે. સૈફને સારવાર માટે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોએ માહિતી આપી છે કે સૈફ અલી ખાનની હાલત સ્થિર છે. સૈફ પર હુમલો રાત્રે 2.30 વાગ્યાની આસપાસ થયો હતો. તેના શરીર પર કુલ છ ઘા હતા અને તેમાંથી બે ઊંડા હતા.
-
ભાવનગર શહેરમાં જાહેરમાં ખેલાયો ખુની ખેલ
ભાવનગર શહેરમાં જાહેરમાં ખુની ખેલ ખેલાયો છે. પથિકાશ્રમ પાસે યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા વડે હત્યા કરી. યુવકની હત્યાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. અગમ્ય કારણોસર યુવકની કરૂણ હત્યા થઇ. 3 શખ્સોએ હત્યા કરી.
-
બનાસકાંઠાઃ હિડ એન્ડ રનમાં બાઇકચાલકનું મોત
બનાસકાંઠાઃ હિડ એન્ડ રનમાં બાઇકચાલકનું મોત થયુ. ડીસા પાલનપુર હાઇવે પર ભોયણ પાટીયા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. અકસ્માતમાં બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત થયુ છે. બાઇકચાલકને ટક્કર મારી અજાણ્યો વાહનચાલક ફરાર છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
-
-
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે વડનગરની મુલાકાતે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે વડનગરની મુલાકાતે છે. અમિત શાહ ‘અનંત અનાદિ વડનગર’ કાર્યક્રમમાં હાજરી આપશે. આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ, સ્પોર્ટસ કોમ્પલેક્સનું લોકાર્પણ કરશે. PM મોદી જ્યાં ભણ્યા તે પ્રેરણા સંકુલ પરિસરનું પણ લોકાર્પણ કરશે. શ્રીહાટકેશ્વર મંદિર, વડનગરની વિરાસતની મુલાકાત લેશે.
રશિયાનો યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો. બ્લેક સીમાંથી રશિયાએ યુક્રેન પર વરસાવી 100થી વધુ ક્રૂઝ મિસાઈલ. હુમલા બાદ કીવમાં ઈમરજન્સી જાહેર. દક્ષિણ કોરિયાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિની ધરપકડ. પોલીસ સીડી લગાવી ઘરમાં ઘૂસી. ગયા મહિને લગાવી હતી ઇમર્જન્સી. સંસદે પલટ્યો હતો નિર્ણય. ઈલોન મસ્ક પર છેતરપિંડીનો આરોપ.. ટ્વિટર પર પોતાનો હિસ્સો છુપાવી શેરધારકો સાથે 150 મિલિયન ડોલરની આચરી ઠગાઇ. અમેરિકી સુરક્ષા એજન્સીએ નોંધ્યો ગુનો. આખરે ઝૂક્યા મેટાના માલિક માર્ક ઝકરબર્ગ. ભારત સરકારની માંગી માફી.. સંસદીય સમિતિના નિશિકાંત દુબેએ કહ્યું, આ ભારતની જનતાની જીત. PM મોદીએ દેશને સમર્પિત કર્યા INS સુરત. કહ્યું, આજનો દિવસ નૌકાદળના ગૌરવશાળી ઇતિહાસ અને આત્મનિર્ભર ભારત માટે મહત્વનો. જમ્મુ-કાશ્મીરમાં ભેદી બીમારીનો કહેર. રાજૌરીમાં 14 લોકોના મોત. મૃતકોમાં 11 બાળકો પણ સામેલ. AIIMSની ટીમ દ્વારા તપાસ..
Published On - Jan 16,2025 7:34 AM