Mahakumbh 2025 : મહાકુંભમાં કેટલી વાર ડૂબકી લગાવવી જોઈએ ? સાવચેતી જરૂરી નહીંતર જઈ શકે છે જીવ

મહાકુંભ 2025માં સ્નાન કરવા માટે દરરોજ કરોડો ભક્તો પહોંચી રહ્યા છે. પ્રયાગરાજમાં ખૂબ જ ઠંડી પડી રહી છે, જેના કારણે અમૃત સ્નાનના પહેલા દિવસે એક નાગા સાધુ સહિત 6 ભક્તોના મોત થયા છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ડૂબકી લગાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

Mahakumbh 2025 : મહાકુંભમાં કેટલી વાર ડૂબકી લગાવવી જોઈએ ? સાવચેતી જરૂરી નહીંતર જઈ શકે છે જીવ
Mahakumbh 2025
Follow Us:
| Updated on: Jan 15, 2025 | 7:22 PM

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ 2025માં સ્નાન કરવા માટે દરરોજ કરોડો ભક્તો પહોંચી રહ્યા છે. પ્રયાગરાજમાં ખૂબ જ ઠંડી પડી રહી છે, જેના કારણે અમૃત સ્નાનના પહેલા દિવસે એક નાગા સાધુ સહિત 6 ભક્તોના મોત થયા છે. આમાંથી ત્રણ લોકો સંગમ નોજ પર જ બેભાન થઈ ગયા. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

મૃતકોમાં મહારાષ્ટ્રમાં NCP ના નેતા અને સોલાપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ મેયર મહેશ કોઠેનો સમાવેશ થાય છે. જ્યારે ઘણા અન્ય શ્રદ્ધાળુઓ સ્નાન કર્યા પછી બેભાન થઈ ગયા હતા, તેઓ હોસ્પિટલમાં સ્વસ્થ થઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે બધાને હૃદયરોગનો હુમલો આવ્યો હતો.

આવી સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે આવું કેમ થયું ? કુંભ મેળા વિસ્તારમાં સ્થિત સેન્ટ્રલ હોસ્પિટલના મુખ્ય તબીબી અધિક્ષક ડૉ. મનોજ કૌશિકે જણાવ્યું હતું કે અતિશય ઠંડી અને અસ્વસ્થ શારીરિક સ્થિતિને કારણે લોકો હાયપોથર્મિયાનો ભોગ બની રહ્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભક્તો જે પહેલાથી જ બીમાર હતા તેઓ પણ ઠંડીનો ભોગ બન્યા છે. ડૉ. મનોજ કૌશિકના મતે, આ હોસ્પિટલમાં આવતા બે ટકા દર્દીઓ એવા છે જેમને શરદી થઈ ગઈ છે. તેથી 13 અને 14 જાન્યુઆરીના રોજ સ્નાનમાં ભાગ લેનારા મોટાભાગના લોકો ઠંડીનો ભોગ બન્યા.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

સંગમ નોજ પર ત્રણ લોકો બેભાન થયા હતા

તેમણે કહ્યું કે ઠંડીથી પ્રભાવિત મોટાભાગના લોકો 20 વર્ષથી વધુ ઉંમરના છે જેમણે સ્નાન કર્યા પછી કપડાં પહેરવામાં બેદરકારી દાખવી છે. તેમણે મહાકુંભમાં આવતા ભક્તોને સ્નાન કરતી વખતે લાંબા સમય સુધી ખુલ્લા શરીરે ન રહેવા વિનંતી કરી છે. તેના બદલે સ્નાન કર્યા પછી તરત જ ટુવાલથી શરીરને સાફ કરવાનો પ્રયાસ કરો અને પછી શક્ય તેટલી વહેલી તકે ગરમ કપડાં પહેરો. તેમણે ખાસ કરીને હૃદયના દર્દીઓને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે. તેમણે અહીં આવતા ભક્તોને અગાઉથી પોતાની તપાસ કરાવવાની સલાહ આપી છે.

આ છે સ્નાન કરવાની રીત

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વર સરસ્વતીએ મહાકુંભમાં સ્નાન કરવાની પદ્ધતિ સમજાવી છે. તેમણે કહ્યું કે અહીં શરીરની નહીં પણ મનની ગંદકી દૂર કરવા આવવું જોઈએ. નિયમ એ છે કે પહેલા તમારે ઘરે સ્નાન કરવું જોઈએ અને પછી ગંગા નદીમાં ડૂબકી લગાવીને તમારા મનની ગંદકી દૂર કરવી જોઈએ.

ગંગા સ્નાન કરતી વખતે ડૂબકી લગાવીને તરત જ બહાર નીકળી જવું જોઈએ છે. સૌ પ્રથમ તમારે તમારા માટે ડૂબકી લગાવવી જોઈએ. પછી બીજી ડૂબકી માતા-પિતા માટે અને ત્રીજી ડૂબકી ગુરુ માટે લગાવવી જોઈએ. સ્નાન કરવાની પદ્ધતિની ચર્ચા કરતી વખતે સંત નારાયણ દાસજી મહારાજે કહ્યું કે વ્યક્તિએ પહેલા સંગમમાં પાણી પીવું જોઈએ અને પછી તે પાણી પોતાના માથા પર છાંટવું જોઈએ. આનાથી શરીરનું તાપમાન પણ જળવાઈ રહે છે. તેમણે કહ્યું કે માનસિક લાગણી સાથે સ્નાન કરવું વધુ સારું રહેશે.

વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
g clip-path="url(#clip0_868_265)">