રાજકોટ નાગરિક સહકારી બેંકમાં સત્તા માટે મામા-ભાણેજની લડાઇ, આજે 21 ડિરેક્ટરોએ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી

રાજકોટ નાગરિક સહકારી બેંકની આગામી ૧૭ નવેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે. આજે મંગળવારે વર્તમાન ચેરમેન સમર્થિત સહકાર પેનલના 21 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

રાજકોટ નાગરિક સહકારી બેંકમાં સત્તા માટે મામા-ભાણેજની લડાઇ, આજે 21 ડિરેક્ટરોએ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Nov 05, 2024 | 10:21 PM

રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતા પહેલા સહકાર પેનલને ભાજપનું સમર્થન મળ્યું હતું. ઉમેદવારી નોંધાવતા પહેલા મળેલી બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા,ધારાસભ્ય દર્શિતા શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.જો કે ઉમેદવારી નોંધાઇ તે પહેલા જ બેંકના પૂર્વ ચેરમેન કલ્પક મણિયારે બેંકમાં કૌંભાડો થઇ રહ્યા હોવાની વાત રજૂ કરતો વીડિયો વાયરલ કરતા બેંકનું રાજકારણ ગરમાયું છે.

છેલ્લા દોઢ વર્ષથી સંતાકુંકડીની જેમ ચાલતા મામા જ્યોતિન્દ્ર મહેતા અને ભાણેજ કલ્પક મણિયાર વચ્ચેનું કોલ્ડવોર હવે ચૂંટણી પહેલા ખુલીને સામે આવી ગયું છે અને સત્તા માટે બંન્ને વચ્ચે ખુલીને જંગ શરૂ થઇ છે.

Dry Coconut benefits : શિયાળામાં સૂકું નાળિયેર ખાવાના ફાયદા, હિમોગ્લોબિન વધશે ફટાફટ
ઘરમાં એક સાથે 2 મની પ્લાન્ટ ઉગાડી શકાય ?
આજનું રાશિફળ તારીખ : 21-11-2024
મુકેશ અંબાણીએ 15 રૂપિયાના પ્લાન સાથે લોન્ચ કર્યું JioStar, જાણો
ઉદ્ધવ, ફડણવીસ, અજિત પવાર કે શિંદે... ચાર નેતાઓમાં કોણ ઉંમરમાં સૌથી મોટા છે?
પૃથ્વીથી મંગળ પર મેસેજ મોકલવામાં કેટલો સમય લાગે ?

બેંકમાં ભ્રષ્ટ્રાચાર થઇ રહ્યો છે,વર્તમાન શાસકો ભ્રષ્ટ્રાચારીઓને છાવરી રહ્યા છે-કલ્પક મણિયાર

અત્યાર સુધી નાગરિક સહકારી બેંક નાના માણસોની મોટી બેંક માનવામાં આવે છે પરંતુ આ બેંકમાં છેલ્લા થોડા સમયથી ભ્રષ્ટ્રાચાર શરૂ થયો હોવાનો કલ્પક મણિયારે આક્ષેપ કર્યો છે.કલ્પકે વધુમાં કહ્યું હતું કે આ બેંકમાં જુનાગઢ બ્રાન્ચમાં ૨૦ થી ૨૫ કરોડનું કૌંભાડ થયું છે મુંબઇની કાબલાદેવી બ્રાન્ચમાં પણ કરોડોનું કૌંભાડ થયું છે.

જો કે બેંકના સત્તાધીશો આ અંગે કાર્યવાહી કરવાને બદલે કૌંભાડકારીઓને છાવરી રહ્યા છે.બેંકમાં લોન આપવામાં મોટી ગેરરિતી થઇ છે.જો કે બેંકની શાખ ખરડાય તેવી વાતો કરીને કૌંભાડકારીઓને બચાવવામાં આવી રહ્યા છે.સત્તાધીશો સત્તાના મોહમાં છે ત્યારે કલ્પક મણિયારે આગામી બેંકની ચૂંટણીમાં સત્તા વિરોધી મતદાન કરીને બેંકને બચાવવા અપીલ કરી છે.

અંતમાં કલ્પક મણિયારે પોતાના વ્યક્તિગત સબંધોની વાત કરતા તેની પણ પરવા કર્યા વગર તેના મામા સામે પોતે મેદાને પડ્યા હોવાનો દાવો કર્યો હતો.કલ્પક મણિયારના વિડીયોથી સહકારી બેંકનું રાજકારણ ગરમાયું છે.

બેંક સામે આક્ષેપો માત્ર સત્તા મેળવવાના હવાતિયા છે-જ્યોતિન્દ્ર મહેતા

ભાણેજના આક્ષેપો અંગે પ્રથમ વખત જ્યોતિન્દ્ર મહેતા ઉર્ફે જ્યોતિન્દ્ર મામા મેદાને આવ્યા હતા.આજે સહકાર પેનલના કુલ ૨૧ જેટલા ઉમેદવારો પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટેની મળેલી બેઠકમાં જ્યોતિન્દ્ર મામાએ કહ્યું હતું કે બેંકને ખોટી રીતે બદનામ કરવામાં આવી છે.બેંક આરબીઆઇના નિયમોને બંધાયેલી છે અને બેંકના નિયમોનું અને અક્ષરશ: પાલન કરીએ છીએ.બેંક સામે છેલ્લા દોઢેક વર્ષથી આક્ષેપો થઇ રહ્યા છે પરંતુ આજ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી અને બેંકની ડિપોઝીટમાં સતત વધારો થયો છે. જેથી લોકોને બેંક પર વિશ્વાસ છે.

જે લોકો આક્ષેપ કરી રહ્યા છે તેઓ સત્તા માટે આ કરી રહ્યા છે ચૂંટણી નજીક આવતી હતી એટલે આવા આક્ષેપો થઇ રહ્યા છે.જો કે એકપણના હજુ સુધી કોઇ પુરાવા નથી આપ્યા.RBI દર વર્ષે ઇન્સપેક્શન કરવા માટે આવે છે અને અમે નિયમોના પાલન માટે બંધાયેલા છીએ.

36 અલગ અલગ સંસ્થાઓમાં ફરિયાદ કરી છે એકપણ સંસ્થામાં ગેરરિતી બહાર આવી નથી-ચેરમેન

નાગરિક સહકારી બેંકના ઇન્ચાર્જ ચેરમેન જિમ્મી દક્ષિણીએ આક્ષેપો અંગે જવાબ આપતા કહ્યું હતું કે અત્યાર સુધી અમે અમારી સામે થયેલા આક્ષેપોનો જવાબ આપતા ન હતા કારણ કે અમારે અમારી લીટી લાંબી કરવી હતી પરંતુ હવે અમે આ આક્ષેપોને રદિયો આપીએ છીએ.અમારી સામે ૩૬ જેટલી અલગ અલગ સંસ્થાઓમાં ફરિયાદ કરી છે પરંતુ એકપણ ફરિયાદમાં કોઇ કાર્યવાહી થઇ નથી.અમારી સામે આક્ષેપો કરે છે પરંતુ કોઇ પુરાવાઓ નથી અને નિયમોની વિરુદ્ધ કંઇ નથી કર્યું.જે લોકો આક્ષેપ કરી રહ્યા છે તેને પણ પુછવું જોઇએ કે તેઓ ચૂંટણી સમયે જ આવા આક્ષેપો કેમ કરી રહ્યા છે ?

આ છે ઉમેદવારોના નામ

  • માધવભાઈ દવે
  • ચંદ્રેશભાઇ ધોળકિયા
  • દિનેશભાઈ પાઠક
  • અશોકભાઈ ગાંધી
  • ભૌમિકભાઈ શાહ
  • કલ્પેશભાઈ ગજ્જર પંચાસરા
  • ચિરાગભાઈ રાજકોટિયા
  • વિક્રમસિંહ પરમાર
  • હસમુખભાઈ ચંદારાણા
  • દેવાંગભાઈ માંકડ
  • ડો. એન જે મેઘાણી
  • જીવણભાઈ પટેલ
  • જ્યોતિબેન ભટ્ટ
  • કિર્તીદાબેન જાદવ
  • નવીનભાઈ પટેલ
  • સુરેન્દ્રભાઈ પટેલ
  • દીપકભાઈ બકરાણીયા
  • મંગેશજી જોશી
  • હસમુખભાઈ હિંડોચા
  • બ્રિજેશભાઈ મલકાણ
  • લલીતભાઈ વોરા

સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી
રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો
રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો
સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !
સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !
g clip-path="url(#clip0_868_265)">