AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana: શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો, શાળાના નવા ઓરડાઓનું લોકાર્પણ કર્યું

ગુજરાતના (Gujarat) શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આધુનિકતા અને તકનીકનો ઉપયોગ કરી શિક્ષણને સર્વશ્રેષ્ઠ બનાવવા કમર કસી છે. ગુણવત્તાલક્ષી શિક્ષણથી આજે સમાજનો બાળક મુખ્ય પ્રવાહમાં આવ્યો છે

Mehsana: શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો, શાળાના નવા ઓરડાઓનું લોકાર્પણ કર્યું
Gujarat Education Minister Jitu Vaghani Inaugrates Shala Praveshotsav
Manish Mistri
| Edited By: | Updated on: Jun 23, 2022 | 9:13 PM
Share

ગુજરાતના(Gujarat) શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ (Jitu Vaghani) મહેસાણા જિલ્લાના શાળા પ્રવેશોત્સવની (Shala Praveshotsav)  17 મી શ્રુંખલાનો પ્રારંભ કરતા જણાવ્યું હતુ કે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના માધ્યમથી આજે રાજ્યમાં શૈક્ષણિક વિકાસમાં ક્રાંતિ આવી છે. રાજ્યમાં 32,013 શાળાઓમાં ત્રિ-દિવસીય કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવમાં અધિકારીઓ, પદાધિકારીઓ સમાજના આગેવાનો બાળકો સાથે જોડાયા છે. તેમણે ઉમેર્યુ હતુ કે રાજ્યમાં “વિદ્યા સમીક્ષા કેન્દ્ર” દ્વારા વિદ્યાર્થી અને શિક્ષકોના મોનીટરીંગની વ્યવસ્થાની પહેલ ગુજરાતે કરી છે.

શાળા પ્રવેશોત્સવ થકી લોકોને શિક્ષણ સાથે જોડવાનું કામ કર્યું

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આધુનિકતા અને તકનીકનો ઉપયોગ કરી શિક્ષણને સર્વશ્રેષ્ઠ બનાવવા કમર કસી છે. ગુણવત્તાલક્ષી શિક્ષણથી આજે સમાજનો બાળક મુખ્ય પ્રવાહમાં આવ્યો છે. શિક્ષણથી સમાજમાં આમુલ પરીવર્તન લાવવાનો કાર્યક્રમ એટલે શાળા પ્રવેશોત્સવ તેમ જણાવી સમાજના છેવાડાના માનવીમાં શિક્ષણ માટે વાતાવરણ ઉભુ થયું છે તેમ મંત્રીએ જણાવ્યુ હતું. તેમણે ઉમેર્યું હતુ કે, 20 વર્ષ પહેલાના અને આજના શિક્ષણની કલ્પના એજ શિક્ષણ વિકાસની પ્રગતિ છે. શાળા પ્રવેશોત્સવ થકી લોકોને શિક્ષણ સાથે જોડવાનું કામ કર્યું છે. શિક્ષણમાં જાગૃતિને ભગીરથ કાર્યની અવિરત યાત્રા શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં સહભાગી બનશે.

વિધાર્થીઓના ઇનોવેશન, આઇડીયાને પ્રોત્સાહન મળે તે માટે રૂ.500 કરોડની જોગવાઇ

શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ નિતિ ને પગલે ઉત્તમથી સર્વોત્તમ શિક્ષણનો માર્ગ ગુજરાતે અપનાવ્યો છે. રાજ્ય સરકારે વિધાર્થીઓના ઇનોવેશન, આઇડીયાને પ્રોત્સાહન મળે તે માટે રૂ.500 કરોડની જોગવાઇ કરી દેશમાં ગુજરાતે આગેવાની લીધી છે. તેમણે જણાવ્યું હતું કે, સત્તા અને પદ રાજ્યની સેવા માટે છે. સરકારે ગામડામાં પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ મળે તે માટે વિશેષ ચિંતા કરી છે. દેશના પ્રધાનમંત્રીએ સેવેલ સ્વપ્ન એક ભારત શ્રેષ્ઠ ભારત થકી વિશ્વ ગુરૂની પહેલમાં સાથે મળીને આગળ વધવા અપીલ કરી હતી.

મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, શિક્ષણના વિકાસ થકી ગુજરાતને એક નવી ઓળખ મળી છે. છેલ્લા ૨૦ વર્ષમાં રાજ્યના વિકાસમાં અનેક આમૂલ પરિવર્તનો આવ્યા છે. રાજ્યના ગામડાઓને જીવંત બનાવવા સરકારે કમર કસી છે . સુજલામ સુફલામ યોજનાથી ખેતર નવપલ્લિત થયા છે જેનાથી ગ્રામીણ રોજગારીનું સર્જન થયું છે.

20 હજાર શાળાઓનું અપગ્રેડેશન 10 હજાર કરોડ રૂપિયાના ખર્ચે થઈ રહ્યું છે

મંત્રીએ ઉમેર્યું હતું કે, ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડી ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં સરકારે કામ કર્યું છે. ચાર હજાર કરોડની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાથી 1000 દિવસ પોષણક્ષમ આહાર આપી સુપોષિત માતાનું લક્ષ્ય સાકાર થઇ રહ્યું છે. રાજ્યના નાગરિકોને આરોગ્યની સલામતી માટે આયુષ્યમાન ભારત કાર્ડ યોજના એ આજે નવી સિદ્ધિ હાંસલ કરી છે.મંત્રીએ ઉમેર્યું કે, સ્કુલ ઓફ એક્સલન્સથી 20 હજાર શાળાઓનું અપગ્રેડેશન 10 હજાર કરોડ રૂપિયાના ખર્ચે થઈ રહ્યું છે.

આ પ્રસંગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આધારીત નિપુણ ભારતના અભિયાનની પહેલ માટે બાળકોમાં સારા સ્વાસ્થ અને સુખાકારી નિર્માણ માટે અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રીનું આસજોલ, રૂપપુરા અને રાંતેજ ગામના અગ્રણીઓ દ્વારા તથા શિક્ષણ કર્મયોગીઓ દ્વારા  સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળામાં ધોરણ 3 થી 8 સુધી પ્રથમ, દ્રિતીય અને તૃતીય આવનાર બાળકોનુ સન્માન કરાયું હતું. શાળામાં સો ટકા હાજરી આપનાર બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા.

ત્રણેય ગામના બાળકોનું નામાંકન કરવામાં આવ્યું

મંત્રી સહિત મહાનુભાવો દ્વારા આ ત્રણેય ગામના બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું. મંત્રીએ બાળકો સાથે વાતો કરી શાળામાં પ્રવેશતા નાના ભૂલકાઓને મંત્રીએ તેડીને શાળામાં પ્રવેશ અપાયો હતો.આ પ્રસંગે આસજોલ ગામે પાંચ ઓરડાઓના નવીન મકાનનું લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત રાતેજ ગામમાં પણ સાત નવીન ઓરડાના નવીન મકાનનું લોકાર્પણ કરાયું હતું. મંત્રી દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">