AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોના વકર્યો, નવા 416 કેસ નોંધાયા, અમદાવાદમાં 182 કેસ

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોરોનાના(Corona) કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં  23 જુનના રોજ  કોરોનાના નવા 416 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 182 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1927 થવા પામી છે

ગુજરાતમાં કોરોના વકર્યો, નવા 416 કેસ નોંધાયા, અમદાવાદમાં 182 કેસ
Gujarat Corona Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 8:08 PM
Share

ગુજરાતમાં(Gujarat)  છેલ્લા બે દિવસથી કોરોનાના(Corona)  કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં  23 જુનના રોજ  કોરોનાના નવા 416 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 182 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1927 થવા પામી છે.જેમાં અમદાવાદમાં 182, સુરતમાં 56, વડોદરામાં 40, સુરત જિલ્લામાં 34, રાજકોટમાં 15, ભાવનગરમાં 13, વલસાડમાં 12, ગાંધીનગર 11, જામનગર 07, કચ્છ 07, ભરૂચમાં 05, મહેસાણામાં 03, નવસારીમાં 03, વડોદરામાં જિલ્લામાં 03, અમદાવાદમાં જિલ્લામાં02, અમરેલીમાં 02, આણંદમાં 02, ભાવનગરમાં 02, મોરબીમાં 02, પાટણમાં 02, બનાસકાંઠામાં 01, દ્વારકામાં 01, મહીસાગરમાં 01, રાજકોટ જિલ્લામાં 01, અને સુરેન્દ્રનગરમાં 01 કેસ નોંધાયા છે.

રાજ્ય સરકારની ચિંતા પણ વધારો

જેના લીધે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. આ તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઇકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો

ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો જોઈએ. કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોએ હાજર રહેવાની જરૂર જ નથી. ગુજરાત સરકાર કોરોના નિયમોનો પાલન કરાવે છે ત્યારે લોકોએ પણ વધારે સાવચેતી રાખવાની જરૂર છે.

સુરતમાં અત્યાર સુધી શાંત પડેલો કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા

આ ઉપરાંત સુરતમાં અત્યાર સુધી શાંત પડેલો કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાંવધારો થઇ રહયો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્ર્મણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. કોરોના સંદર્ભે નવી સિવિલ ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. ત્યાર બાદથી જે તૈયારીઓ શરૂ કરવા આવી છે તે એ મુજબ છે કે નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ,ઓપીડી અને સારવારના સાધનો સહીત જરૂરી વ્યવસ્થાઓ સાથે એક્ટિવ કરી દેવામાં આવી છે.

Follow Us
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video
વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું
આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું
"ભારતીયો હાથથી કેમ ખાય છે?" અમેરિકન યુઝરે કેમ પૂછ્યો આવો સવાલ?
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
g clip-path="url(#clip0_868_265)">