Mehsana: બહુચરાજી મંદિરે ચૈત્રી નવરાત્રી મહોત્સવ યોજાશે, 04 થી 06 એપ્રિલ દરમિયાન ચૈત્રી પુનમનો પરંપરાગત લોકમેળો યોજાશે
મહેસાણા જિલ્લાના બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા બહુચરાજી ખાતે સંવત 2079 ચૈત્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં મંદિર પ્રક્ષાલન વિધી ફાગણ વદ અમાસ,મંગળવાર તારીખ 21 માર્ચ બપોરે 12 કલાકે,ઘટ સ્થાપના વિધી ચૈત્રી સુદ એકમ બુધવાર 22 માર્ચ સવારે 07-30 કલાકે,શતચંડી યજ્ઞ પ્રારંભ ચૈત્રી સુદ છઠ્ઠ,સોમવાર તારીખ 27 માર્ચને સવારે 10-00 કલાકે યોજાશે.
મહેસાણા જિલ્લાના બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા બહુચરાજી ખાતે સંવત 2079 ચૈત્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં મંદિર પ્રક્ષાલન વિધી ફાગણ વદ અમાસ,મંગળવાર તારીખ 21 માર્ચ બપોરે 12 કલાકે,ઘટ સ્થાપના વિધી ચૈત્રી સુદ એકમ બુધવાર 22 માર્ચ સવારે 07-30 કલાકે,શતચંડી યજ્ઞ પ્રારંભ ચૈત્રી સુદ છઠ્ઠ,સોમવાર તારીખ 27 માર્ચને સવારે 10-00 કલાકે,શતચંડી યજ્ઞ પુર્ણાહુતિ ચૈત્રી સુદ આઠમ બુધવાર 29 માર્ચ સાંજે 04-30 કલાકે,આઠમની પાલખી ચૈત્રી સુદ આઠમ,બુધવાર તારીખ 29 માર્ચ ને રાત્રે 09-30 કલાકે,આઠમના ખંડ પલ્લી નૈવેધ ચૈત્રી સુદ આઠમ,બુધવાર 29 માર્ચ રાત્રે 12 કલાકે, નવરાત્રી (જવેરા) ઉત્પાપન વિધિ ચૈત્ર સુદ દશમ,શુક્રવાર,31 માર્ચ 2023ને સવારે 07-30 કલાકે, ચૈત્રી સુદ 15 (પૂનમ)ની માતાજીની સવારી ચૈત્રી સુદ પુનમને ગુરૂવાર તારીખ 06 એપ્રિલ 2023ના રોજ રાત્રે 09-30 કલાકે માતાજીની સવારી નિજમંદિરથી નીકળી શંખલપુર મુકામે જશે.
ચૈત્રી પુનમનો પરંપરાગત લોકમેળો 04 એપ્રિલથી 06 એપ્રિલ દરમિયાન યોજાશે
બહુચરાજી ખાતે ચૈત્રી પુનમનો પરંપરાગત લોકમેળો 04 એપ્રિલથી 06 એપ્રિલ દરમિયાન યોજાનાર છે. આ ઉપરાંત ચૈત્રી સુદ 14 ને બુધવાર તારીખ 05 એપ્રિલના રોજ સવારે 05 કલાકથી તારીખ 06 એપ્રિલને ગુરૂવારના રોજ પુનમની રાત્રે માતાજીની સવારી શંખલપુરથી પરત આવે ત્યાં સુધી દર્શનાર્થીઓ આવે ત્યાં સુધી દર્શનાર્થીઓ માટે નીજમંદિરાના દ્વાર સતત ખુલ્લા રહેશે તેમ વહીવટદારે જણાવ્યું છે.
હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે. નવરાત્રી પર પૂરા નવ દિવસ સુધી માતા દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે. આ વખતે ચૈત્રી નવરાત્રી 22 માર્ચ 2023, બુધવારથી શરૂ થશે. માન્યતા અનુસાર નવરાત્રીનું વ્રત રાખીને પૂર્ણ શ્રદ્ધા સાથે માતા દુર્ગાની પૂજા-અર્ચના કરવાથી માતા પોતાના ભક્તો પર પ્રસન્ન થાય છે. સાથે જ ભક્તોની દરેક મનોકામનાની પૂર્તિ કરે છે. નવરાત્રીના દિવસોમાં લોકો પોતાના ઘરમાં માતાના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરે છે અને ઘરમાં અખંડ જ્યોત પણ પ્રજવલિત રાખે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ દિવસોમાં કેટલાંક વિશેષ ઉપાય અજમાવીને તમે સુખ-સમૃદ્ધિના આશિષની પણ પ્રાપ્તિ કરી શકો છો. આવો, તે વિશે જ વિગતે માહિતી મેળવીએ.
જ્યોતિષ શાસ્ત્રમાં નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતા દુર્ગાની વિશેષ કૃપા મેળવવા માટે વિશેષ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. આ એ ઉપાયો છે કે જે જીવમાત્રના કષ્ટોનું તો શમન કરે જ છે, સાથે જ તેના અનુસરણથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિનું પણ આગમન થાય છે.
સરળ ઉપાયથી સુખ-સમૃદ્ધિના આશીર્વાદ
⦁ ચૈત્રી નવરાત્રીમાં માતા દુર્ગાના વિશેષ આશીર્વાદ મેળવવા માટે નવ દિવસ સુધી માતા દુર્ગાનું વ્રત રાખવામાં આવે છે. જો તમે નવ દિવસ સુધી વ્રત ન કરી શકો તો પહેલું, ચોથું અને આઠમું નોરતું જરૂરથી કરવું જોઈએ. એટલે કે પહેલાં, ચોથા અને આઠમા નોરતે ઉપવાસ જરૂરથી કરવો જોઈએ.
⦁ નવરાત્રીમાં માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે પહેલા દિવસે પૂજા સ્થળ પર માતા દુર્ગા, માતા લક્ષ્મી અને માતા સરસ્વતીની પ્રતિમા સ્થાપિત કરવી જોઇએ અને પછી તેમની પૂજા-અર્ચના કરવી જોઇએ. તેનાથી દેવીના ત્રણેય રૂપના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. તેમજ ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે.
⦁ ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ અકબંધ રાખવા માટે નવરાત્રીના નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રજવલિત રાખવી જોઇએ. તેમજ પૂજા સમયે “ૐ એં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચૈ” મંત્રનો જાપ કરવો જોઇએ.
⦁ નવરાત્રીના દિવસોમાં દુર્ગા સપ્તશતીનો પાઠ અવશ્ય કરવો. જો સંપૂર્ણ પાઠ ન કરી શકો તો દુર્ગા સપ્તશતી કવચ, કીલક અને અર્ગલા સ્ત્રોતનો પાઠ જરૂરથી કરવો જોઇએ. માન્યતા અનુસાર આ કરવાથી માતા દુર્ગાના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.
⦁ નવરાત્રીની પૂજા દરમ્યાન લાલ રંગના ઉનના આસન પર બેસવું જોઇએ. જો આપની પાસે લાલ રંગનું આસન ન હોય તો કામળો લો અને તેની ઉપર લાલ રંગનું બીજુ કપડું પાથરીને, તેના પર બેસીને પૂજા કરવી જોઇએ.
આ પણ વાંચો : Breaking News : ગુજરાતમાં કોરોના બ્લાસ્ટ, કોરોનાના નવા 90 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 336