મહેસાણામાં ચાલતી ટ્રેનમાંથી 13 લાખની મત્તા ભરેલ પર્સ ઝૂંટવી ફરાર થઈ ગયો, પોલીસે તપાસ શરુ કરી

રાહદારી, બાઈક કે કારમાં સવાર લોકોની પાસેથી તો પર્સ ઝૂંટવી ફરાર થઈ જવાની ગઠિયાઓની કરામતોની કહાની અનેક સાંભળી હશે. પરંતુ મહેસાણામાં એક એવી ઘટના નોંધાઈ છે, જેમાં ગઠિયો ચાલુ ટ્રેનમાંથી પર્સ ઝૂંટવીને ફરાર થઈ ગયો છે. ગઠિયાની કરામત એવી હતી, કે જેવી ટ્રેન ધીમી પડી કે મોકાનો ફાયદો ઉઠાવી પર્સ ઝૂંટવી ફરાર થઈ ગયો હતો.

મહેસાણામાં ચાલતી ટ્રેનમાંથી 13 લાખની મત્તા ભરેલ પર્સ ઝૂંટવી ફરાર થઈ ગયો, પોલીસે તપાસ શરુ કરી
પોલીસે તપાસ શરુ કરી
Follow Us:
| Updated on: Dec 30, 2023 | 4:11 PM

હવે કાર કે બાઈકમાં જ નહીં પરંતુ રેલવેમાં પણ સાવધાન રહેજો. કિંમતી સર સામાનને બરાબર સાચવીને રાખજો. ગઠિયાઓ નજર ચૂકવીને સિફતપૂર્વક ચોરી કરી જતા હોય છે એ તો સાંભળ્યુ છે, પરંતુ એક્સપ્રેસ ટ્રેનમાંથી પણ ગઠિયાઓ ચોરી પર્સ તફડાવી કે ઝૂંટવીને અંધારામાં પલાયન થઈ જતા હોય છે. ઓછી જોવા મળતી આવી ઘટના મહેસાણામાં નોંધાઈ છે.

મહેસાણા રેલવે પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે હવે ગઠિયાની ઓળખ કરવા માટે તપાસ શરુ કરી છે. આ માટે ટ્રેનમાં કેવી રીતે તે ચડ્યો અને ક્યાં કેવી રીતે વહેલી પરોઢના અંધકારમાં ફરાર થઈ ગયો એ તમામ વિગતોની તપાસ શરુ કરવામાં આવી છે.

એક્સપ્રેસ ટ્રેનમાં 13 લાખ ગુમાવ્યા

વાત મહેસાણાની છે. જોધપુરના ડેડિયા વાલેસરનો પરિવાર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. આ દરમિયાન વહેલી પરોઢના અરસા દરમિયાન એક ગઠિયાએ પરિવારની યુવતી પાસે રહેલ પર્સને ઝૂંટવી લીધુ હતુ. હાલમાં મુંબઈ રહેતી યુવતી પરિવાર સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. આ દરમિયાન મહેસાણા રેલવે સ્ટેશન નજીક તેની સાથે આ ઘટના સર્જાઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક
કોલ્ડપ્લેના કોન્સર્ટમાં જઈ રહ્યા છો તો ખીસ્સામાંથી આ વસ્તુ કાઢી નાંખજો
કુંભમાં સ્નાન કરનારા ભક્તોની ગણતરી કેવી રીતે થાય છે? જાણો

તેની પાસે રહેલ સોના અને ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ ભરેલ પર્સને તેણે સીટમાં સુવા દરમિયાન પોતાના માથા નિચે દબાવીને સંતાડી રાખ્યુ હતુ. સલામત રહે કિંમતી સામાન એ માટે તેણે પોતાનું માથું તેની પર દબાવી રાખ્યું હતુ. પરંતુ મહેસાણા રેલવે સ્ટેશન પર ટ્રેન પહોંચતા થોડીક ધીમી પડી હતી. આ દરમિયાન મોકો જોઈને અજાણ્યો શખ્શ યુવતીના માથા નિચે દબાવેલ પર્સ ઝૂંટવીને ધીમી ચાલી રહેલ એક્સપ્રેસ ટ્રેનમાંથી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચોઃ થર્ટી ફર્સ્ટને લઈ દારુની હેરાફેરી પર પોલીસની બાજ નજર, શામળાજી નજીકથી ઝડપાયો જથ્થો

મહેસાણા રેલવે પોલીસે તપાસ શરુ કરી

આ મામલે હવે મહેસાણા રેલેવે પોલીસે 13 લાખની મત્તાની ચોરી અંગેની ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે. યુવતી નોંધાવેલી ફરિયાદનુસાર પર્સમાં સોના અને ચાંદીના દાગીના અને રોકડ રકમ ભરેલ હતા. પોલીસે હવે આરોપીની ઓળખ કરવા માટે તપાસ શરુ કરી છે. આ માટે રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ સહિતની ચકાસણી શરુ કરાઈ છે.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાવાની આગાહી
શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા
શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા
છોટા પેકેટ બડા ધમાકા, 1 ઉંદરથી 3 બિલાડી ડરીને ભાગી
છોટા પેકેટ બડા ધમાકા, 1 ઉંદરથી 3 બિલાડી ડરીને ભાગી
જમીન NA કૌભાંડ મામલે કાર્યવાહી, 58 મિલકત ધારકને દબાણ દૂર કરવાની નોટિસ
જમીન NA કૌભાંડ મામલે કાર્યવાહી, 58 મિલકત ધારકને દબાણ દૂર કરવાની નોટિસ
હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર
ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર
રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ
રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત
ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
g clip-path="url(#clip0_868_265)">