Ahmedabad News : 30મી નહેરુ કપમાં LML સ્કૂલની ગર્લ્સ ટીમે હોકી ટૂર્નામેન્ટમાં મેળવી જીત
અમદાવાદની LML સ્કૂલની છોકરીઓની હોકી ટીમે 30માં નહેરુ કપમાં U 17 જિલ્લા સ્તરની ટૂર્નામેન્ટમાં ઝેપ સ્કૂલની હોકી ટીમને ફાઈનલ મેચમાં 5-0થી પરાજિત કરીને શાનદાર વિજય પ્રાપ્ત કર્યો હતો.
અમદાવાદની LML સ્કૂલની છોકરીઓની હોકી ટીમે 30માં નહેરુ કપમાં U 17 જિલ્લા સ્તકના ટૂર્નામેન્ટમાં ઝેપ સ્કૂલની હોકી ટીમને ફાઈનલ મેચમાં 5-0થી પરાજિત કરીને શાનદાર વિજય પ્રાપ્ત કર્યો હતો. આગામી સમયમાં U17 – 30મી નહેરુ કપમાં LML સ્કૂલની છોકરીઓની હોકી ટીમ રાજ્ય સ્તરની ટૂર્નામેન્ટ માટે આગળ વધશે.
આ હોકીની ફાઈનલ મેચ દરમિયાન 4 ગોલ સાથે ટોપ સ્કોરર અને સ્ટેન્ડઆઉટ ખેલાડી રીવા શાહે ટીમને પોતાના આગાવા કોશલ્યથી આગળ લઈ ગઈ છે. જ્યારે ફોરવર્ડ્સ જાનસી પટેલ, તન્વી અને ધન્વીએ પણ જીતમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. આ ઉપરાંત ગોલકિપર એલિસા શિબુ અને ડિફેન્ડર ફેલિસિયા પટેલે મજબૂત રક્ષણ આપ્યું હતું.
રાજ્ય સ્તરની ટૂર્નામેન્ટ માટે આગળ વધશે
LML સ્કૂલની વિદ્યાર્થીનીઓની હોકી ટીમે જીત મેળવતા પ્રિન્સિપાલ રંજન મંડને ટીમેને અભિનંદન આપતા કહ્યું હતુ કે શાળા તરફથી હોકી રમનાર વિદ્યાર્થીનીઓના શાનદાર પ્રદર્શનથી હું ગર્વિત છું. જ્યાં વિદ્યાર્થીનીઓએ જિલ્લા સ્તરે પ્રથમ સ્થાન મેળ્યુ છે. વિદ્યાર્થીનીઓને મળેલી જીત તેમણી મહેનત અને પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
તેમજ કોચના શ્રેષ્ઠ માર્ગદર્શનને અનુસરતા તેમને સફળતામાં મળી છે. જ્યારે રીવા શાહે જણાવ્યું, “આ એક શ્રેષ્ઠ ટીમ પ્રદર્ષણ હતું. ટૂર્નામેન્ટ દરમિયાન અમે એકબીજાને સારો સહકાર આપ્યો અને ઘણી મહેનત કરી છે . આ પરિણામથી હું ખૂબ ખુશ છું અને આ સાથે મળીને જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જેને લઈને પૂરી ટીમને ગર્વ છે. શાળાને અને મારા માતા-પિતાને હંમેશા સહકાર માટે હું આભારી છું.”
જિલ્લા સ્તરની રમતગમતમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ
બીજી તરફ હોકી ટીમની કોચ અમૃતા દતાણિયાએ ટીમના પ્રદર્શન અંગે ગર્વ વ્યક્ત કરતાં કહ્યું, “છોકરીઓની મહેનત અને પ્રતિબદ્ધતા તેમના રમતમાં સ્પષ્ટ દેખાઈ હતી. તેમણે સાચું ટીમવર્ક અને મજબૂત આત્મવિશ્વાસ દાખવ્યો, અને હું તેમની સિદ્ધિ પર ખૂબ જ ગર્વ અનુભવું છું.”
આ વિજય LML છોકરીઓની હોકી પ્રોગ્રામમાં ઉદ્ભવતી પ્રતિભા અને સમર્પણને ઉત્તમ રીતે વ્યક્ત કરે છે, જે જિલ્લા સ્તરની રમતગમતમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.