ભારતની આર્મી, નેવી અને એરફોર્સ એક-એક-એક નહીં પરતું 111 છે, ન્યુ એજ ટુલ્સ ગણાતા ડ્રોનથી સૈન્યને સશક્ત કરાઈ છેઃ PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દિવાળીની ઉજવણી કચ્છના સિરક્રીક ખાતે બીએસએફના જવાનોની સાથે કરી હતી. સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉજવણી કર્યા બાદ, વડાપ્રધાન સીધા કચ્છ પહોચ્યાં હતા. જ્યા તેમણે સિરક્રીક સરહદે ફરજ બજાવતા જવાનોને મીઠાઈ ખવડાવીને દિવાળીની શુભેચ્છા આપી હતી. સરહદે તહેનાત જવાનોને સંબોધન કર્યું હતું.

ભારતની આર્મી, નેવી અને એરફોર્સ એક-એક-એક નહીં પરતું 111 છે, ન્યુ એજ ટુલ્સ ગણાતા ડ્રોનથી સૈન્યને સશક્ત કરાઈ છેઃ PM મોદી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2024 | 4:43 PM

કચ્છની આ દરીયાઈ સરહદ ભારત વિરોધી ષડયંત્રનો સામનો કરે છે. ભૂતકાળમાં આ સીમાને રણભૂમિ બનાવવાનો પ્રયાસ કર્યો છે. દુશ્મનની નાપાક નજર સરક્રીક પર ટકી છે. દેશ નિશ્ચિત છે કારણ કે સુરક્ષામાં આપ તહેનાત છો. આ વાત દુશ્મન પણ સારી રીતે જાણે છે. 1971ના યુદ્ધમાં કેવી રીતે જડબાતોડ જવાબ આપ્યો હતો. નેવીની ઉપસ્થિતિને કારણે સરક્રીક કચ્છ તરફ દુશ્મન આંખ ઉઠાવવાની હિંમત નથી કરતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, બીએસએફના જવાનોને સંબોધતા કહ્યું કે, આજે દેશમાં એવી સરકાર પણ છે કે દેશની એક ઈંચ જમીન સાથે પણ સમજુતી કરી શકે તેમ નથી. સરક્રીકને હડપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એ વખતે મે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે બુલંદ અવાજે વિરોધ કર્યો હતો. આજે જયારે અમને જવાબદારી મળી છે ત્યારે સેનાના સંકલ્પના હિસાબોને ધ્યાને લેવામાં આવી રહ્યો છે. દુશમનની વાતો પર નહીં, સેનાના સંકલ્પો પર ભરોસો કરી રહ્યા છીએ.

21મી સદીની જરૂરીયાતને ધ્યાને રાખીને સેના, સુરક્ષાબળોને આધુનિક સાધનો આપી રહ્યા છીએ તેમ જણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણી સેનાને વિશ્વકક્ષાની મિલિટરી ફોર્સની કતારમાં ઊભા રાખવા માગીએ છીએ. રક્ષા ક્ષેત્રમા આત્મનિર્ભર ભારત બને તેવી નેમ આ સરકારની છે. આજે ભારતમાં આપણી પોતાની સબમરીન બની રહી છે. તેજસ ફાઈટર પ્લેન વાયુસેનાની તાકાત બની રહી છે. દેશની સેના, સુરક્ષા બળોને ધન્યવાદ આપુ છુ કે 5000થી વધુ સૈન્ય ઉપકરણોની યાદી બનાવી છે જે વિદેશથી નહીં ખરીદાય. આત્મનિર્ભર ભારત પર આધાર છે.

Blood Deficiency and Anemia : કયું વિટામિન લેવાથી શરીરમાં એનિમિયા થતો નથી?
અંકિતા લોખંડે અને વિકી જૈન કેમેરા સામે રોમેન્ટિક થયા, કિલર પોઝ આપ્યા
ફટાકડાથી કારને નુકશાન થાય તો ઇન્સ્યોરન્સ મળે ?
Ajwain Benefits : ક્યા લોકો માટે અજમો ખાવો ખૂબ ફાયદાકારક છે?
રાંધતી વખતે વધેલા તેલને ફેંકવાની જગ્યાએ કરો આ ઉપયોગ
આજનું રાશિફળ તારીખ : 31-10-2024

ડ્રોન ટેકનોલોજી ન્યુ એજ ટુલ્સ ગણાય છે. યુદ્ધમાં ગયેલા દેશ તેનો ઉપયોગ કરે છે. ડ્રોનથી કોઈ વ્યક્તિ કે જગ્યાની ઓળખ કરવા, સામન પહોચાડવા, હથિયારના રૂપમાં થઈ રહ્યો છે. ડ્રોન ટેકનોલોજીની મદદથી ભારત પણ સેનાને સશક્ત કરી રહી છે. પ્રિડેકટર ડ્રોન ખરીદવામાં આવી રહ્યાં છે.તેને જોડાયેલ સ્ટ્રેટજી બનાવાઈ રહી છે. સ્વદેશી ડ્રોન બનાવાવમાં ભારતીય કંપનીઓ લાગી છે.

ત્રણેય સેનાને જોડી દેવાઈ છે. જેના કારણે તેમનુ સામર્થય અનેક ગણુ વધી જશે. આર્મી, નેવી, એરફોર્સ એક-એક લાગે છે. પણ જ્યારે સંયુક્ત અભિયાન વખતે 1-1 નહીં પરંતુ 111 દેખાય છે. બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રકચરનું નિર્માણ થઈ રહ્યું છે. લદ્દાખ, અરુણાચલ પ્રદેશમાં રોડ બનાવ્યા છે. 400થી વધુ પૂલ બનાવ્યા છે. ઓલ વેઘર કનેકટિવીટી માટે ટનલ 10 વર્ષમાં નિર્માણ પામી છે. સરહદી ગામને આખરી ગામની માન્યતા બદલીને પ્રથમ ગામની ઉપમા આપી છે. વાઈબ્રન્ટ વિલેજ યોજના હેઠળ ત્યાં વિકાસ કરવામાં આવી રહ્યો છે. પ્રવાસન પ્રવૃતિ વધારવામાં આવી રહી છે. ગ્રામ્ય જનોનું જીવન ધોરણ સુધરશે.

અમદાવાદના ગોમતીપુરમાં દારુના અડ્ડા પર જનતા રેડ
અમદાવાદના ગોમતીપુરમાં દારુના અડ્ડા પર જનતા રેડ
PM મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી
PM મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં કર્યા દર્શન
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં કર્યા દર્શન
હર્ષ સંઘવીએ સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની કરી ઉજવણી
હર્ષ સંઘવીએ સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની કરી ઉજવણી
ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના કરશે દર્શન
ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના કરશે દર્શન
આ 5 રાશિના જાતકોને આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
દિવાળીના દિવસે તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ જાણો
દિવાળીના દિવસે તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ જાણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 284 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 284 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ
માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ
માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ
દિવાળીને ધ્યાનમાં લઈ 108 ઈમરજન્સી સેવા સજ્જ, તમામ કર્મચારીઓની રજા રદ
દિવાળીને ધ્યાનમાં લઈ 108 ઈમરજન્સી સેવા સજ્જ, તમામ કર્મચારીઓની રજા રદ
g clip-path="url(#clip0_868_265)">