AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘હિમાલય’ પર અદાણીની નજર, આ મોટા પ્રોજેક્ટમાં કરશે રોકાણ

ગૌતમ અદાણી ગ્રૂપ પાડોશી દેશ ભૂતાનના ગેલેફુ માઇન્ડફુલનેસ સિટીમાં રોકાણની તક શોધી રહ્યું છે. ભૂતાન તેની દક્ષિણ સરહદે એક મેગા ટાઉનશિપ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે, અદાણી ગ્રુપ આ પ્રોજેક્ટ પર નજર રાખી રહ્યું છે. જો આ ડીલ અદાણી ગ્રુપ સાથે કરવામાં આવે તો પાડોશી દેશમાં અદાણીનું વર્ચસ્વ વધી જશે.

'હિમાલય' પર અદાણીની નજર, આ મોટા પ્રોજેક્ટમાં કરશે રોકાણ
Gautam Adani
| Updated on: Oct 31, 2024 | 4:30 PM
Share

ગૌતમ અદાણીનો બિઝનેસ દેશ-વિદેશમાં ફેલાયેલો છે. હવે તેમની નજર હિમાલય પર પહોંચી છે. ગૌતમ અદાણી ગ્રૂપ પાડોશી દેશ ભૂતાનના ગેલેફુ માઇન્ડફુલનેસ સિટીમાં રોકાણની તક શોધી રહ્યું છે. ભૂતાન તેની દક્ષિણ સરહદે એક મેગા ટાઉનશિપ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે, અદાણી ગ્રુપ આ પ્રોજેક્ટ પર નજર રાખી રહ્યું છે.

ટાઉનશિપ પ્રોજેક્ટમાં અદાણીનો રસ

મીડિયા અહેવાલમાં આ પ્રોજેક્ટમાં અદાણી ગ્રૂપની રુચિનો ઉલ્લેખ કરતાં ગેલેફુના ગવર્નર લોટે શેરિંગે જણાવ્યું હતું કે ભૂતાન ભારતની સરહદ નજીક લગભગ 1,000 ચોરસ કિલોમીટરના ટાઉનશિપ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં સોલાર અને હાઈડ્રોપાવર પ્લાન્ટ બનાવવા માટે અદાણી ગ્રુપ સાથે વાતચીત ચાલી રહી છે.

ગેલેફુના ગવર્નરે કહ્યું કે આ વિસ્તારમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે સેંકડો સ્થળોની ઓળખ કરવામાં આવી છે. જેના માટે પ્રોજેક્ટનો ઉદ્દેશ 20 ગીગાવોટની અંદાજિત ક્ષમતા વધારા સાથે ટકાઉ ઊર્જા નેટવર્ક સ્થાપિત કરવાનો છે. આમાં એશિયાના મોટા રોકાણકારોને રોકાણ માટે આકર્ષી શકે તેવા રસ્તાઓ, પુલો અને સુવિધાઓના નિર્માણ માટેના આયોજિત કરારનો પણ સમાવેશ થાય છે. એનર્જી પ્રોજેક્ટ અને હાઈડ્રોપાવર પ્રોજેક્ટ ઉપરાંત અહીં ઈન્ટરનેશનલ એરપોર્ટ અને પોર્ટ બનાવવાની પણ વાત થઈ રહી છે.

અદાણી ગ્રુપનું વર્ચસ્વ વધશે

જો આ ડીલ અદાણી ગ્રુપ સાથે કરવામાં આવે તો પાડોશી દેશમાં અદાણીનું વર્ચસ્વ વધી જશે. અદાણી ગ્રુપ ઈઝરાયેલ, કેન્યા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને વિયેતનામમાં તેના હાલના પ્રોજેક્ટ્સનું વિસ્તરણ કરી રહ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">