આજનું હવામાન : દિવાળીના દિવસે તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ જાણો, જુઓ Video

આજનું હવામાન : દિવાળીના દિવસે તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ જાણો, જુઓ Video

| Updated on: Oct 31, 2024 | 8:12 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાતાવરણ સુકૂ રહે તેવી શક્યતાઓ છે. આ સાથે જ મોટાભાગના જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ વધે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાતાવરણ સુકૂ રહે તેવી શક્યતાઓ છે. આ સાથે જ મોટાભાગના જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ વધે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ,અરવલ્લી, બોટાદ, ગાંધીનગર,જુનાગઢ, ખેડા, મહીસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા,સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

રાજ્યમાં કેવું રહેશે તાપમાન

તેમજ અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, કચ્છ, પોરબંદર, સુરત, તાપી, વલસાડ સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.ડાંગ જિલ્લામાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.ભાવનગરમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, બોટાદ, જામનગર, કચ્છ, નવસારી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં 23 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, મહીસાગર, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા, તાપી સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, સુરત સહિતના જિલ્લાઓમાં 24 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

g clip-path="url(#clip0_868_265)">