AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Botad Video : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે, સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરી યાત્રિક ભવનનું કરશે લોકાર્પણ

Botad Video : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે, સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરી યાત્રિક ભવનનું કરશે લોકાર્પણ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2024 | 12:05 PM
Share

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેમજ બોટાદના સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરે દર્શન કરશે. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અત્યાધુનિક નવનિર્મિત 1100 રૂમના યાત્રિક ભુવનનું ઉદ્ઘાટન કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેમજ બોટાદના સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરે દર્શન કરશે. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અત્યાધુનિક નવનિર્મિત 1100 રૂમના યાત્રિક ભુવનનું ઉદ્ઘાટન કરશે. તેમજ અમિત શાહ સભાને સંબોધન કરી મારુતિ યજ્ઞમાં જોડાશે. ત્યાર બાદ BAPS સ્વામિનારાયણ મંદિરે પ્રમુખસ્વામી મહારાજના સ્મૃતિ મંદિરમાં દર્શન કરશે.

યાત્રિક ભવનની શું છે ખાસિયત ?

સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ કરશે. 500 AC અને 300 નોન AC રૂમ, 5 સર્વન્ટ હોલ, 14 સ્ટોર રૂમની વ્યવસ્થા છે. આ ઉપરાંત બિલ્ડિંગમાં 400 AC રૂમ દીઠ ભાડુ 1500 રૂપિયા અને 300 નોન AC રૂમ 600 રૂપિયા છે. આ ઉપરાંત સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં 200 કરોડ થી વધુના ખર્ચે યાત્રિક ભવન તૈયાર કરવામાં આવ્યું છે. બિલ્ડીંગનું 9, 00, 000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે.

g clip-path="url(#clip0_868_265)">