Kutch Video : PM મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી, જવાનોને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું
કચ્છમાં PM મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી છે. લખપત લક્કી ક્રીક વિસ્તારમાં જવાનો સાથે દિવાળી ઉજવી છે.વડાપ્રધાન બન્યા બાદ પહેલી વખત લકીનાળામાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કર્યાં બાદ જવાનોનું મોઢું મીઠું કરાવ્યુ છે.
દેશભરમાં દિવાળીના તહેવારને લઈને નાગરિકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. કચ્છમાં PM મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી છે. લખપત લક્કી ક્રીક વિસ્તારમાં જવાનો સાથે દિવાળી ઉજવી છે.વડાપ્રધાન બન્યા બાદ પહેલી વખત લકીનાળામાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કર્યાં બાદ જવાનોનું મોઢું મીઠું કરાવ્યુ છે.
સેનાના જવાનો સાથે PM મોદીએ ઉજવી દિવાળી
લક્કી નાલા એ એક સિરક્રીકની ખાડીનો એક ભાગ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 96 કિલોમીટર લાંબી સરહદ રેખાને સરક્રિક તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં દલદલનું સામ્રાજ્ય છે. જ્યાં ‘BSFના ક્રોકોડાઈલ કમાન્ડો’ શાસન કરે છે.
BSF દ્વારા એ હદે કડક દેખરેખ રાખવામાં આવે છે કે કેટલીક વખત પાકિસ્તાઓના નાપાક મનસૂબા નિષ્ફળ ગયા છે. અહીં પેટ્રોલિંગ કરવું સેનાના જવાનો માટે પણ ખૂબ જ પડકારજનક છે. પાકિસ્તાનમાંથી ઘૂસણખોરી કરવા માંગતા અને ડ્રગ્સ સ્મગલરો અને આતંકવાદીઓ ક્રિક વિસ્તારનો ઉપયોગ કરે છે.પરંતુ BSFના જવાનો દ્વારા દરેક સ્થિતિ પર કડક નજર રાખવામાં આવે છે.
કેવડિયામાં એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો
આ પહેલા વડાપ્રધાન મોદીએ કેવડિયામાં એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. એકતા નગરમાં સૌ પહેલા પીએમ મોદીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. તેમણે એકતા પરેડને સલામી આપી અને જવાનોના કરતબ નીહાળ્યા.
રાષ્ટ્રીય એકતા દિવસે વડાપ્રધાન મોદીએ દેશની એકતાને તોડવાની કોશિશ કરી રહેલા લોકો પર સૌથી મોટો પ્રહાર કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે હાલ દેશની એકતા સામે ષડયંત્ર રચવામાં આવી રહ્યા છે, દેશવાસીઓને જાતિ-જ્ઞાતિના નામે તોડવાની કોશિશ થઇ રહી છે. દેશના વિકાસ સામે વિઘ્નો ઉભા કરવાની કોશિશ થઇ રહી છે.