પુતિને ડોલરથી અમેરિકાને બરબાદ કરવાની બનાવી યોજના, લોન્ચ કરી નવી કરન્સી ? જાણો શું છે હકીકત

BRICS દરમિયાન સોશિયલ મીડિયા પર કરન્સીની એક તસવીર વાયરલ થઈ હતી. આ કરન્સી સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુએસ ડોલરના વિકલ્પ તરીકે બ્રિક્સ કરન્સીની જાહેરાત કરી છે અને ડી-ડોલરાઇઝેશનનો વિચાર આગળ ધપાવ્યો છે. ત્યારે હકીકત શું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.

પુતિને ડોલરથી અમેરિકાને બરબાદ કરવાની બનાવી યોજના, લોન્ચ કરી નવી કરન્સી ? જાણો શું છે હકીકત
US Dollar
Follow Us:
| Updated on: Oct 31, 2024 | 4:32 PM

તાજેતરમાં BRICS સમિટ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં નાણાકીય સુધારા સંબંધિત ઘણી ચર્ચાઓ થઈ. આ દરમિયાન સોશિયલ મીડિયા પર કરન્સીની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તાજમહેલનો ફોટો છપાયેલો જોવા મળી રહ્યો છે. આ કરન્સી સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુએસ ડોલરના વિકલ્પ તરીકે બ્રિક્સ કરન્સીની જાહેરાત કરી છે અને ડી-ડોલરાઇઝેશનનો વિચાર આગળ ધપાવ્યો છે.

ડી-ડોલરાઇઝેશન એટલે યુએસ ડોલર સિવાયની કરન્સીમાં વેપાર. કરન્સીની તસવીરો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ થઈ છે. સોશિયલ મીડિયા પર પુતિનની ટિપ્પણીઓને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે ડોલરનો ઉપયોગ હથિયાર તરીકે થઈ રહ્યો છે અને જે લોકો તેનો આ રીતે ઉપયોગ કરે છે તેમની માટે આ એક મોટી ભૂલ છે.

ત્યારે હવે જાણીશું કે શું બ્રિક્સ દેશોની કરન્સી નોટો પર ભારતના તાજમહેલની તસવીર હશે ? શું બ્રિક્સ દેશોએ આ કરન્સી નોટ માટે મંજૂરી આપી છે ? 23 ઓક્ટોબરે જ્યારે રશિયાના કઝાન શહેરમાં બ્રિક્સ દેશોની વાર્ષિક પરિષદ યોજાઈ હતી ત્યારે આ તસવીરોની આખી દુનિયામાં સૌથી વધુ ચર્ચા થઈ હતી.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

આ તસવીરો તે સમયની છે જ્યારે રશિયાના એક અધિકારીએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કરન્સી નોટ આપી હતી અને તેના મંત્રીઓને આ નોટ બતાવ્યા બાદ રાષ્ટ્રપતિ પુતિને તેને રશિયાની સેન્ટ્રલ બેંકના વડાને આપી હતી અને રશિયન મીડિયાએ આ કરન્સી નોટની એક તસવીર પણ જાહેર કરી છે, જેમાં તાજમહેલને ભારતના ત્રિરંગા ધ્વજ સાથે બતાવવામાં આવ્યો છે અને હવે આને લઈને આપણા દેશમાં ઘણો વિવાદ ચાલી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે તાજમહેલને બદલે અયોધ્યાના રામ મંદિર, અશોક ચક્ર કે ઓડિશાના ‘કોણાર્ક મંદિર’ની તસવીર આ નોટ પર છાપવી જોઈતી હતી.

આ નોટ માત્ર પ્રતિકાત્મક છે

જો કે, જે કરન્સી નોટ પરથી આ સમગ્ર વિવાદ શરૂ થયો હતો, તેને હાલમાં માત્ર સાંકેતિક માનવામાં આવી છે, જેનો અર્થ છે કે ન તો બ્રિક્સ દેશોએ આ નોટ સ્વીકારી છે અને ન તો બ્રિક્સ દેશોની ફાઈનલ કરન્સી નોટ પર તાજમહેલની તસવીર હશે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકામાં રશિયન રાજદ્વારી મિશનના અધિકારીઓ દ્વારા પણ આ પ્રતિકાત્મક નોટ તૈયાર કરવામાં આવી હતી, જે તેઓએ યુએઈના રાજદૂતને પણ આપી હતી, પરંતુ આ પ્રતિકાત્મક નોટ બનાવવા માટે બ્રિક્સ દેશો સાથે કોઈ ચર્ચા થઈ નથી અને તે માત્ર બતાવે છે કે બ્રિક્સ દેશોના નેતાઓ ભવિષ્યમાં કેવા પ્રકારની કરન્સી બનાવી શકે છે તે જોવા માટે બનાવવામાં આવી હતી.

બ્રિક્સ દેશોની સહમતી

બ્રિક્સ દેશો વેપાર વધારવા અને સ્થાનિક કરન્સીમાં નાણાકીય સમાધાનની સિસ્ટમ બનાવવા માટે સંમત થયા હતા. સ્વતંત્ર રીતે કાર્યરત ક્રોસ-બોર્ડર સેટલમેન્ટ અને ડિપોઝિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બ્રિક્સ રિઇન્શ્યોરન્સ કંપનીની શક્યતાનો અભ્યાસ કરવા માટે પણ સંમત થયા હતા. સભ્ય દેશોના નેતાઓએ 21મી સદીમાં નવી ડેવલપમેન્ટ બેંકને નવા પ્રકારની બહુપક્ષીય વિકાસ બેંક (MDB) તરીકે વિકસાવવા માટે પણ સંમતિ દર્શાવી હતી અને BRICSની આગેવાની હેઠળની બેંકના સભ્યપદના વિસ્તરણને સમર્થન આપ્યું હતું.

બ્રિક્સમાં સમાવિષ્ટ સભ્ય દેશો વિશ્વની 45 ટકા વસ્તી ધરાવે છે અને વૈશ્વિક અર્થતંત્રમાં તેમનો હિસ્સો 28 ટકા છે. દેખીતી રીતે જ બ્રિક્સ દેશોના સમૂહનો વિશ્વમાં મોટો પ્રભાવ છે. આ અસરને કારણે બ્રિક્સ દેશોની પોતાની કરન્સીની માંગ વધી રહી છે જેથી ડોલરના પ્રભાવને પડકારી શકાય. બ્રિક્સ પાસે પોતાની કરન્સી બનાવીને યુએસ ડોલરના વર્ચસ્વને પડકારવાની ક્ષમતા છે.

બ્રિક્સના નેતાઓ અલગ કરન્સી કેમ બનાવવા માંગે છે ?

જો ભારત સાઉદી અરેબિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદે છે, તો તેણે તેના માટે અમેરિકન કરન્સી US ડોલરમાં ચૂકવણી કરવી પડશે, જ્યારે ભારતનું પોતાની કરન્સી રૂપિયો છે અને સાઉદી અરેબિયાનું પોતાની કરન્સી સાઉદી રિયાલ છે.

આવું એટલા માટે થાય છે કારણ કે વિશ્વના મોટાભાગના દેશો અમેરિકન કરન્સીમાં એકબીજા સાથે વેપાર કરે છે અને આની શરૂઆત વર્ષ 1944માં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન થઈ હતી. તે સમયે અમેરિકાની કરન્સી સ્થિર હતી અને આ જોઈને લગભગ તમામ દેશોએ નક્કી કર્યું કે હવેથી તેઓ એકબીજા સાથે યુએસ ડોલરમાં વેપાર કરશે. અને જ્યારે તેમને જરૂર પડશે ત્યારે અમેરિકા આ ​​ડોલરના બદલામાં તેમના ગોલ્ડ રિઝર્વમાંથી તેમને સોનું આપશે. 1970 અને 1980 ના દાયકામાં આ સિસ્ટમ બદલાઈ ગઈ હોવા છતાં, જ્યારે અમેરિકામાં સોનાનો ભંડાર ખાલી થવા લાગ્યો, ત્યારે પણ વિશ્વના વિવિધ દેશો વચ્ચેનો વેપાર યુએસ ડોલરમાં ચાલુ રહ્યો.

54 ટકા આંતરરાષ્ટ્રીય વેપાર યુએસ કરન્સીમાં થાય છે

આજે પણ વિશ્વનો 54 ટકા આંતરરાષ્ટ્રીય વેપાર અમેરિકાની કરન્સીમાં થાય છે, જેના કારણે અમેરિકાની કરન્સી મજબૂત અને સ્થિર છે અને કારણ કે આખી દુનિયા પેમેન્ટ સિસ્ટમ માટે અમેરિકાની SWIFT બેંકિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે, તેથી અમેરિકાની પાંચેય આંગળીઓ હંમેશા ઘીમાં રહે છે અને અમેરિકા પણ પોતાના હિત માટે આનો ફાયદો ઉઠાવે છે અને રશિયા અને ચીન વિરુદ્ધ ઘણી વખત આવું કરી ચૂક્યું છે, જેના કારણે હવે બ્રિક્સ દેશોમાં રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ પોતાની અલગ કરન્સી બનાવી રહ્યા છે. જે ડોલરમાં વેપાર કરવા પરની નિર્ભરતા ઘટાડશે અને આ દેશો પોતાની અલગ કરન્સીમાં વેપાર કરી શકશે.

આને ડી-ડોલરાઈઝેશન કહેવાય છે, જેનો અમેરિકા વિરોધ કરે છે અને ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે. જો તેઓ રાષ્ટ્રપતિ બનશે, તો તેઓ ડોલરને બદલે અન્ય કરન્સીમાં વેપાર કરતા દેશો પર 100 ટકા ટેરિફ લાદશે. અમેરિકાની મનમાની પણ સમજી શકે છે. જો કે, બ્રિક્સ દેશોને પોતાની કરન્સી બનાવવામાં ઘણો સમય લાગી શકે છે અને ખુદ રાષ્ટ્રપતિ પુતિને આ વાત સ્વીકારી છે.

બ્રિક્સ કરન્સીથી શું ફાયદો થશે ?

નવી કરન્સી બ્રિક્સ દેશોને વધુ કાર્યક્ષમ ક્રોસ-બોર્ડર ટ્રાન્ઝેક્શન્સ અને નાણાકીય સમાવેશમાં વધારો સહિત અનેક લાભો લાવી શકે છે. બ્લોકચેન ટેક્નોલોજી, ડિજિટલ કરન્સી અને સ્માર્ટ કોન્ટ્રાક્ટનો લાભ લઈને, BRICS કરન્સી વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં ક્રાંતિ લાવી શકે છે. તે બ્રિક્સ દેશોની અંદર અને તેનાથી આગળ વેપાર અને આર્થિક એકીકરણને પણ પ્રોત્સાહન આપી શકે છે. જો બ્રિક્સ દેશો પોતાનું ચલણ બનાવે તો તે યુએસ ડોલરની સર્વોપરિતાને મોટો ફટકો આપી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">